હોમપેજદેશજો જ્યોતિ મલ્હોત્રા 'મુસ્લિમ' હોત તો... આજે શોર મચાવનારી 'ઇકોસિસ્ટમ' જ તેના...

જો જ્યોતિ મલ્હોત્રા ‘મુસ્લિમ’ હોત તો… આજે શોર મચાવનારી ‘ઇકોસિસ્ટમ’ જ તેના પર ઢાંકી રહી હોત પડદો, ખેલી રહી હોત વિકટીમ કાર્ડ: ‘ન્યાય’ માટે ઊભી કરાઈ હોત વકીલોની ફૌજ

મુસ્લિમ હોવો/હોવી જોઈએ. પછી ભલે તે આતંકવાદી પણ કેમ ન હોય, ભલે તે કમલેશ તિવારીનું ગળું કાપનારો સૈયદ આસીમ અલી હોય, તેના માટે આ જ મુસ્લિમ જમાત ઊભી થઈ ગઈ હતી. તેઓ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી આવ્યા હોય.

- Advertisement -

તાજેતરના કેટલાક સમયમાં ભારતમાં ઓછામાં ઓછા 19 પાકિસ્તાની જાસૂસ (Pakistani Spy) પકડાયા છે. તેમાં એક નામ જ્યોતિ મલ્હોત્રા (Jyoti Malhotra) પણ છે. આ નામને લઈને વામપંથી અને સેક્યુલર જમાત સોશિયલ મીડિયા પર એ પ્રોપગેન્ડા (Propaganda) ચલાવી રહી છે કે જો જ્યોતિ મલ્હોત્રાની જગ્યાએ કોઈ મુસ્લિમ મહિલાની (Muslim Woman) ધરપકડ થઈ હોત તો નેરેટિવ અલગ હોત. જોકે, આ તે જ નામ છે, જેની આડમાં કથિત સેક્યુલર અને ઇસ્લામી કટ્ટરપંથીઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચલાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે, ગદ્દારોનો કોઈ મજહબ નથી હોતો.

પ્રોપગેન્ડામાં કહેવામાં આવી રહ્યું છે કે, જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ પર હિંદુઓ (Hindus) કઈ બોલી રહ્યા નથી. જોકે, તે સંપૂર્ણપણે ખોટું છે. બહુસંખ્યક સમાજ ન માત્ર જ્યોતિ મલ્હોત્રાની કરતૂતોને સામે લાવી રહ્યો છે, પરંતુ તેની પ્રોફાઇલથી લઈને તેની બધી જ ભૂતકાળની હલચલ પર પણ નજર રાખીને બેઠો છે. આ જ બહુસંખ્યક હિંદુ સમુદાય જ્યોતિ મલ્હોત્રાની આખી કુંડળી કાઢવા લાગી ગયો છે.

તાજેતરમાં પકડાયેલા 19 જાસૂસોમાં માત્ર એક જ્યોતિ મલ્હોત્રાનું નામ હિંદુ તરીકે છે. બાકીના 15 મુસ્લિમ છે, 2 ખ્રિસ્તી છે અને એક શીખ સમુદાયમાંથી આવે છે. તેમ છતાં એ જાણવું પણ જરૂરી છે કે, આ 19 નામોમાં માત્ર એક નામ જ્યોતિ મલ્હોત્રાનું એવું છે કે જેનો કોઈપણ હિંદુ દ્વારા બચાવ નથી થઈ રહ્યો. જ્યારે બીજી તરફ ઇસ્લામી કટ્ટરપંથી તેની આડમાં પોતાના ‘ભાઈઓ અને બહેનો’ને બચાવવાના પ્રયાસમાં લાગેલા જોવા મળે છે.

- Advertisement -

જ્યોતિ માટે હિંદુઓએ નથી દર્શાવ્યું કોઈ સમર્થન કે સહાનુભૂતિ

ઘણા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે, હરિયાણાની જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાની એજન્ટના ‘પ્રેમ’માં પડીને પોતે પણ મુસ્લિમ બની ગઈ હતી અને નિકાહ પણ કરી નાખ્યા હતા. જોકે, તેની પુષ્ટિ નથી થઈ શકી. પરંતુ કથિત પત્રકારો, ઇસ્લામી કટ્ટરપંથીઓ અને કોંગ્રેસ ઇકોસિસ્ટમે હવે જ્યોતિ મલ્હોત્રાની વાતને લઈને હિંદુઓ પર પ્રહાર કરવાના શરૂ કર્યા છે અને એવું કહેવા લાગ્યા છે કે, જ્યોતિની જગ્યાએ જો કોઈ મુસ્લિમ આરોપી મળી આવી હોત તો હિંદુઓ, ભાજપ અને RSS રાડારાડ કરવા લાગ્યા હોત. ખેર, તેઓ પ્રોપગેન્ડા સિવાય બીજું કશું કરી પણ નથી શકતા.

હવે વાસ્તવિકતા જાણીએ. દેશમાં હિંદુઓ બહુમતીમાં હોવા છતાં કોઈપણ જ્યોતિ મલ્હોત્રાના સમર્થનમાં નથી આવ્યું. ન તો જ્યોતિ મલ્હોત્રા નામની પાકિસ્તાની જાસૂસ માટે કોઈ હિંદુએ સહાનુભૂતિ દર્શાવી છે અને ન તો સામાજિક પહેલના નામે કોઈ હિંદુએ કોઈપણ પ્રકારના વકીલની વ્યવસ્થા કરી છે. હિંદુઓએ જ્યોતિ પ્રત્યે માત્ર ઘૃણા દર્શાવી છે, કાનૂની સમર્થન અને સહાનુભૂતિ તો ખૂબ દૂરની વાત થઈ.

જો જ્યોતિની મુસ્લિમ જાસૂસ હોત તો…

એક તરફ હિંદુઓની માનસિકતા વિશે વાત થઈ ચૂકી છે. હિંદુઓએ જ્યોતિના કેસમાં તેના પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી દર્શાવી અને કોઈપણ પ્રકારનું સમર્થન નથી આપ્યું. ઉલ્ટાનું હિંદુઓએ તો તેના અન્ય જૂના અને વિવાદિત વિડીયો તથા હરકતો શોધીને સમાજને જાગૃત કરવાનું કામ કર્યું છે. પરંતુ, બીજી તરફ જો જ્યોતિ હિંદુની જગ્યાએ મુસ્લિમ જાસૂસ હોત તો તેના માટે કાનૂની સહાય પૂરી પાડવાનું કામ પણ કોમ દ્વારા થઈ ગયું હોત.

મુસ્લિમ હોવો/હોવી જોઈએ. પછી ભલે તે આતંકવાદી પણ કેમ ન હોય, ભલે તે કમલેશ તિવારીનું ગળું કાપનારો સૈયદ આસીમ અલી હોય, તેના માટે આ જ મુસ્લિમ જમાત ઊભી થઈ ગઈ હતી. તેઓ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી આવ્યા હોય. વધુમાં આતંકવાદના આરોપમાં પકડાયેલા યુવકો માટે જમીયત ઉલેમા-એ-હિન્દ જેવી સંસ્થા કાનૂની લડત આપતી અનેક વખત જોવા મળી છે.

જમીયતે ઘણી વખત આતંકવાદીઓ માટે મફત કાનૂની સહાયતા આપી હતી. 2006ના મુંબઈ ટ્રેન બૉમ્બ બ્લાસ્ટના આરોપીઓ અને 2010ના વારાણસી બૉમ્બ બ્લાસ્ટના શંકાસ્પદો માટે જમીયતે વકીલ ઉપલબ્ધ કરાવી આપ્યા હતા. તેમનો દાવો છે કે તેઓ ‘ન્યાય’ માટે લડી રહ્યા છે. આ ઉપરાંત મુંબઈ બ્લાસ્ટમાં ફાંસીની સજા સાંભળનાર આતંકી યાકુબ મેનન માટે પણ આવી સુવિધાઓ કરાવી અપાઈ હતી અને અડધી રાત્રે સુપ્રીમ કોર્ટ ખોલવામાં આવી હતી.

સંસદ હુમલામાં ફાંસીની સજા મેળવનાર અફઝલ ગુરુ માટે આજે પણ કટ્ટરપંથીઓમાં સહાનુભૂતિ જોવા મળે છે. હાલમાં જ બોકારોમાં મુસ્લિમ યુવકે રેપના પ્રયાસ કર્યા હતા અને તે દરમિયાન તેની હત્યા કરી નાખવામાં આવી હતી તો આખી ઇસ્લામી જમાત તેના સમર્થનમાં આવીને ઊભી રહી ગઈ હતી. કોંગ્રેસ જેવી તાકતો પણ તેના સમર્થનમાં આવી ગઈ હતી અને ઘણાએ તો તેમના માટે પૈસા ભેગા કરવાના પણ શરૂ કરી દીધા હતા.

હમણાંની તાજેતરની જ વાત કરીએ તો આતંકી પ્રવૃત્તિઓમાં જોતરાયેલા બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોના ગઢ ગણાતા ચંડોળા પર બુલડોઝર ફેરવતી વખતે તેમનો સમર્થક ‘મુસ્લિમ પક્ષ’ હાઇકોર્ટ પહોંચી ગયો હતો. જાહેર રજાના દિવસે પણ તે જમાતે હાઇકોર્ટ ખોલાવી હતી અને સુનાવણી પણ થઈ હતી. આવા ઘૂસણખોરો માટે પણ આ જમાત સતત કાનૂની સહાય આપતી રહી છે. આતંકીઓથી લઈને મુસ્લિમ ગેંગસ્ટર અને કુખ્યાત આરોપીઓ સુધીના લોકો માટે તે જમાતની સહાનુભૂતિ ઊભરી આવે છે. પરંતુ હિંદુઓમાં એવું નથી.

ઇસ્લામી કટ્ટરપંથી અને સેક્યુલર જમાતોએ જ્યોતિ મલ્હોત્રાના કેસને હિંદુઓ વિરુદ્ધ ઉપયોગમાં લેવાના પ્રયાસ કર્યા છે. 19 જાસૂસોની લિસ્ટમાં માત્ર એક હિંદુ હોવા છતાં ઇસ્લામી કટ્ટરપંથી તાકતોએ તેનો મુસ્લિમ કટ્ટરવાદીઓના બચાવ માટે ઉપયોગ કર્યો છે. તેવામાં ભારતે ન માત્ર સરહદ પારના જોખમથી સતર્ક રહેવું જરૂરી છે, પરંતુ હવે આંતરિક જોખમ અને પ્રોપગેન્ડાથી પણ સતર્ક રહેવાની જરૂર છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં