હોમપેજગુજરાત'સબને નવાબ કી ઓફિસ સે બનાયા આધારકાર્ડ...': ચંડોળા ડિમોલિશનથી જેનું અવૈધ ઘર...

‘સબને નવાબ કી ઓફિસ સે બનાયા આધારકાર્ડ…’: ચંડોળા ડિમોલિશનથી જેનું અવૈધ ઘર તૂટ્યું તે બાંગ્લાદેશી ખાતૂનનો મોટો ખુલાસો, કહ્યું- હર સાલ વોટ ભી દેતે હૈ; તપાસ થાય તો મોટા નામ આવી શકે સામે

ખાતૂન કહે છે કે, તે તમામ પાસે આધારકાર્ડ છે. વધુમાં તેણે એવું કહ્યું કે, 'હમ સબને યહા નવાબ કી ઓફિસ સે આધારકાર્ડ બનવાયા હૈ. ઉસને ના પૈસા લિયા ઔર ના કુછ ભી લિયા."

- Advertisement -

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં સરકારે મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરીને તમામ વસાહતો ધ્વસ્ત કરી નાખ્યા છે. વર્ષોથી થતી રહેલી માંગણીને સરકારે પૂરી કરી છે. ડિમોલિશનમાં અનેક મકાનો અને વસાહતો તોડી પાડવામાં આવ્યા છે અને હાલ પણ કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાક્રમ વચ્ચે એક બાંગ્લાદેશી ખાતૂનનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેણે ખુલાસો કરતા કહ્યું છે કે, તેઓ બધા બાંગ્લાદેશી છે અને બધાએ ‘નવાબની ઓફિસે’થી આધારકાર્ડ બનાવ્યા છે. તેઓ દર વર્ષે મત આપતા હોવાનું પણ તેણે કબૂલ્યું છે.

વિડીયોમાં એક ખાતૂન પોતે બાંગ્લાદેશી હોવાનું સ્વીકારે છે અને કહે છે કે, 16-17 વર્ષથી તે ભારતમાં રહે છે. અન્ય એક ખાતૂન કહે છે કે, કોઈ અહીં 30 વર્ષથી છે, કોઈ 50 વર્ષથી છે અને કોઈ તેનાથી પણ વધારે વર્ષોથી ચંડોળામાં રહે છે. તે ખાતૂન કહે છે કે, તે તમામ પાસે આધારકાર્ડ છે. વધુમાં તેણે એવું કહ્યું કે, ‘હમ સબને યહા નવાબ કી ઓફિસ સે આધારકાર્ડ બનવાયા હૈ. ઉસને ના પૈસા લિયા ઔર ના કુછ ભી લિયા.”

વધુમાં તે જ ખાતૂન એવું પણ કહે છે કે, તે દર વર્ષે વોટિંગ પણ કરે છે. સાથે અન્ય એક મહિલા પણ ખુલાસો કરતા કહે છે કે, અહીં બધા બાંગ્લાદેશીઓ જ રહે છે. બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓના આ ઘટસ્ફોટ બાદ હવે ચર્ચાઓ તેજ બની ગઈ છે. આ સાથે જ મીડિયામાં પણ આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ તેવા સમયે સામે આવ્યો છે, જ્યારે સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -

બાંગ્લાદેશી મહિલાઓના આ ખૂલસાના લીધે હવે વધુ તપાસની આવશ્યકતા જણાઈ રહી છે. ગુજરાત પોલીસ અને સરકારે આવા સંવેદનશીલ ખુલાસાઓને ગંભીરતાથી લઈને તે દિશામાં તપાસ કરવી જરૂરી છે. એક મહિલા કોઈ ‘નવાબ’નું નામ લઈને દાવો કરી રહી છે કે, તેણે બધા બાંગ્લાદેશીઓને આધારકાર્ડ બનાવી આપ્યા છે અને તે પણ નિઃશુલ્ક. તો પોલીસે તે નામના શખ્સની પણ તપાસ કરવી જરૂરી છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગેરકાયદે મકાનો અને વસાહતોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. જોકે, મુસ્લિમ પક્ષે હાઇકોર્ટમાં કાર્યવાહી અટકાવવા માટેની અરજીઓ પણ કરી હતી. પરંતુ કોર્ટે તે તમામ અરજીઓ ફગાવીને સરકારને લીલી ઝંડી આપી દીધી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં