Tuesday, April 29, 2025
More
    હોમપેજગુજરાતચંડોળામાં શરૂ થયું અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન અભિયાન: અઢળક JCB સાથે...

    ચંડોળામાં શરૂ થયું અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન અભિયાન: અઢળક JCB સાથે કાફલો પહોંચ્યો ‘ઓપરેશન ક્લીન’ કરવા, અવૈધ ઘૂસણખોરો ગઢ છે આ વિસ્તાર

    વિસ્તારની સ્થિતિ અને પ્રશાસનની તૈયારી જોતા એવું લાગી રહયું છે કે આ ડિમોલિશન કાર્યવાહી એકથી વધુ દિવસો સુધી ચાલી શકે છે. શક્ય છે કે દાદાનું બુલડોઝર આ વકાહતે આખું ચંડોળા તળાવ સાફ કરીને બ્રેક મારે.

    - Advertisement -

    અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં આવેલ ચંડોળા તળાવ (Chandola Lake in Danilimda) ખાતે હાલ (29 એપ્રિલ) શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન અભિયાન (Demolition Action) ચાલી રહ્યું છે. સેંકડોની સંખ્યામાં બુલડોઝર અને અન્ય વાહનો અહીં ‘ઓપરેશન ક્લીન’ (Operation Clean) કરવા પહોંચી ગયો છે.

    ગત રાતથી જ આ કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં JCB સહિતના વાહનો અહીં લાવીને રાખવામાં આવ્યા હતા. સવાર પડતાની સાથે જ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં અનેક ઝૂંપડાઓ અને પાકા મકાનો સાથે અનેક અવિધ મસ્જિદો અને દરગાહો પણ જમીનદોસ્ત કરવામાં આવી શકે છે.

    આ પહેલા સોમવારે પોલીસ કાફલા સાથે વીજ વિભાગની ટીમ આ વિસ્તારમાં ઉતારી આવી હતી. તેઓએ અહીં બનેલા આ સેંકડો અવૈધ ઝૂંપડાઓને અપાઈ રહેલા ખોટા વીજજોડાણ કાપ્યા હતા. તે જ વખતે વિસ્તારનો સર્વે પણ થઈ ગયો હતો.

    - Advertisement -

    આ પહેલા 26 એપ્રિલના રોજ આવી જ એક કાર્યવાહીમાં અમદાવાદ પોલીસ અને SOGએ અડધી રાતે આ વિસ્તારમાં ઘૂસીને અહીંથી 1000થી વધુ અવૈધ બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો પકડી પડ્યા હતા અને તેમનું સરઘસ પણ કાઢ્યું હતું.

    નોંધનીય છે કે વિસ્તારની સ્થિતિ અને પ્રશાસનની તૈયારી જોતા એવું લાગી રહયું છે કે આ ડિમોલિશન કાર્યવાહી એકથી વધુ દિવસો સુધી ચાલી શકે છે. શક્ય છે કે દાદાનું બુલડોઝર આ વકાહતે આખું ચંડોળા તળાવ સાફ કરીને બ્રેક મારે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં