Thursday, April 2, 2026
More
    હોમપેજદુનિયાજાપાનમાં ચાર દાયકામાં 38 ગણી વધી મસ્જિદોની સંખ્યા, દફનાવવા માટે જગ્યાની પણ...

    જાપાનમાં ચાર દાયકામાં 38 ગણી વધી મસ્જિદોની સંખ્યા, દફનાવવા માટે જગ્યાની પણ અછત: સંસદમાં થઈ કબ્રસ્તાનના નિર્માણ પર પ્રતિબંધની માગ– શું છે સમગ્ર મામલો

    ઈરાન, પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશોમાંથી મજૂરોનું વધતું સ્થળાંતર અને ધર્માંતરણને કારણે જૂન 2024 સુધીમાં અહીં 149 મસ્જિદો બની ગઈ છે, એટલે કે 10 ગણી વૃદ્ધિ થઈ છે. ઘણી મસ્જિદોને મોટી અને બહુમાળી બનાવવામાં આવી છે.

    - Advertisement -

    જાપાનમાં સતત મુસ્લિમ વસ્તીમાં થઈ રહેલ વધારો સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે. અહીં મોટી-મોટી મસ્જિદો બની ગઈ છે. એટલું જ નહીં યુનિવર્સિટી કેમ્પસમાં પણ મસ્જિદ જોવા મળે છે. જાપાનના 47 પ્રાંતોમાં 2.3 લાખથી 4.2 લાખ લોકો ઇસ્લામમાં માને છે. તાજેતરમાં મુસ્લિમ કબ્રસ્તાન માટે જમીન આપવાના મુદ્દે જાપાની સંસદમાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, જેના પછી મુસ્લિમ વસ્તીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.

    વિશ્વભરમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. એક અંદાજ મુજબ આ સદીના અંત સુધીમાં ખ્રિસ્તીઓને પાછળ છોડીને ઇસ્લામ અનુસરનારાઓની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ થઈ જશે.

    વિશ્વના 200થી વધુ દેશોમાં મુસ્લિમોની સારી એવી વસ્તી છે અને ત્યાં ઇસ્લામિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે. 2013માં વૈશ્વિક વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા 1.6 અબજ હતી, જે 2050 સુધીમાં 2.9 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે, એટલે કે વૈશ્વિક વસ્તીના લગભગ 26% જેટલી.

    - Advertisement -

    આ જ કારણ છે કે નાના-નાના દેશોમાં પણ મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. નાનકડો એશિયાઈ દેશ જાપાન પણ આમાંથી બાકાત નથી.

    2016ના આંકડા મુજબ જાપાનમાં મુસ્લિમ વસ્તી લગભગ 1.30 લાખ હતી, જેમાં 1.20 લાખ વિદેશી મુસ્લિમ અને 10 હજાર જાપાની મુસ્લિમ હતા. પરંતુ હવે આ સંખ્યા ઝડપથી વધી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાપાનના 47 પ્રાંતોમાં 2.3 લાખથી 4.2 લાખ મુસ્લિમ વસ્તી છે, જે જાપાનની કુલ વસ્તીના 0.18% થી 0.33% જેટલી છે અને દર વર્ષે વધી રહી છે.

    આ લોકો મોટેભાગે પ્રવાસી મજૂરો છે, જે ટેક્નોલોજી, બિઝનેસ અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે. વાસેદા યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ હિરોફુમી તનાડાના સરવે મુજબ, મુસ્લિમ વસ્તી 2 લાખથી વધુ છે. માર્ચ 2021 સુધીમાં દેશમાં મસ્જિદોની સંખ્યા 1999માં 15થી વધીને 113 થઈ ગઈ હતી.

    જાપાનના મોટાભાગના મુસ્લિમો (લગભગ 80%) ગ્રેટર ટોક્યો, ચુક્યો મેટ્રોપોલિટન વિસ્તાર અને કિન્કી વિસ્તારમાં રહે છે, પરંતુ હવે તેઓ અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યા છે.

    જાપાનમાં ઝડપથી બની રહી છે બહુમાળી મસ્જિદો

    ઈરાન, પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશોમાંથી મજૂરોનું વધતું સ્થળાંતર અને ધર્માંતરણને કારણે જૂન 2024 સુધીમાં અહીં 149 મસ્જિદો બની ગઈ છે, એટલે કે 10 ગણી વૃદ્ધિ થઈ છે. ઘણી મસ્જિદોને મોટી અને બહુમાળી બનાવવામાં આવી છે.

    ટોક્યોમાં ટોક્યો કેમી મસ્જિદને તાજેતરમાં બહુમાળી બનાવવામાં આવી છે અને સમયાંતરે સામાન્ય લોકોને આકર્ષવા માટે ઇસ્લામિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.

    યુનિવર્સિટીઓમાં પણ મસ્જિદો આવેલી છે. ઉદાહરણ તરીકે, વાસેદા યુનિવર્સિટીના ટોકોરોઝાવા કેમ્પસ પાસેની ઇમારતનો મસ્જિદ તરીકે ઉપયોગ કરવા માટે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. એક ઈમારતને મસ્જિદ તરીકે ફરીથી બનાવવામાં આવી છે.

    90ના દાયકામાં ઝડપથી વધેલી મસ્જિદો

    1990ના દાયકામાં મસ્જિદોની સંખ્યા ઝડપથી વધી હતી. 1980માં માત્ર 4 મસ્જિદો હતી, જ્યારે 1990ના દાયકામાં તે 90થી વધુ થઈ ગઈ. આ વર્ષોમાં વિદેશથી ઘણા લોકો આવ્યા અને મસ્જિદોમાં કાર્યક્રમો ગોઠવીને જાપાનીઓને ઇસ્લામ તરફ આકર્ષવાના પ્રયાસો કર્યા, જેની જાપાનીઓના ધર્માંતરણમાં મોટી ભૂમિકા રહી.

    હાલની પરિસ્થિતિ એવી છે કે ફક્ત મુસ્લિમ ઇમિગ્રન્ટ્સની વસ્તી જ નહીં, પરંતુ મૂળ જાપાની વસ્તી પણ ઝડપથી ધર્મ પરિવર્તન કરી રહી છે. મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ અને તેમના પરિવારોના જાપાનમાં સ્થળાંતરથી ‘હાઇબ્રિડ મુસ્લિમ’ વસ્તીનું નિર્માણ થયું છે. આ મુસ્લિમોનો નોંધપાત્ર ભાગ નમાજ પઢવા અને રોજા રાખવા જેવી મજહબી બાબતોનું પાલન કરે છે. તેમનામાં કટ્ટરવાદ પણ સ્પષ્ટ દેખાય છે.

    સાંસદ મિઝુહોએ કબ્રસ્તાન બનાવવા પર પ્રતિબંધ મૂકવાની કરી હાકલ

    તાજેતરમાં જાપાનમાં સમાચાર આવ્યા કે સરકારે દફનવિધિ માટે કબ્રસ્તાન માટે જમીન આપવાનો ઇનકાર કરી દીધો છે અને મુસ્લિમ ઇમિગ્રન્ટસને મૃતદેહોને દફનાવવા તેમના વતન પાછા લઈ જવા કહ્યું છે. જોકે, સરકારે જાપાની સંસદમાં આ અંગે સ્પષ્ટતા આપી છે.

    હકીકતે હાઉસ ઓફ કાઉન્સિલર્સના પ્રતિનિધિ ઉમેમુરા મિઝુહોએ જણાવ્યું હતું કે જાપાન પાસે જમીનનો વિસ્તાર નાનો છે અને કુદરતી આફતોનો ભોગ બને છે. તેથી જો ક્યારેક કોઈ મોટી આફત આવે તો દફનાવેલા શવો બહાર પણ આવી શકે છે. વધુમાં, 99% વસ્તી અગ્નિસંસ્કારની પ્રથાને અનુસરે છે, તેથી જાપાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દફનવિધિના નિયમો કડક કરવા જોઈએ.

    સરકારે સ્થાનિક સરકારોને સ્થાનિક રિવાજો, નિયમો અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ બાબત પર વિચાર કરવા કહ્યું છે. ક્યોડો ન્યૂઝ એજન્સી અનુસાર તાજેતરના વર્ષોમાં મુસ્લિમ વસ્તીમાં વધારાને કારણે, જાપાની મુસ્લિમો માટે નવી જગ્યાઓની જરૂર છે.

    એજન્સીનું કહેવું છે કે કેટલીક સ્થાનિક સરકારો વધતી જતી મુસ્લિમ વસ્તીને સમાવવા માટે નવા કબ્રસ્તાન માટે જમીન અલગ રાખવા તૈયાર છે, જ્યારે અન્ય લોકો એટલો ટેકો નથી આપી રહ્યા. જાપાનમાં અગ્નિસંસ્કાર સામાન્ય છે અને 99.9% મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. તેથી મુસ્લિમો તેમની દફનાવવાની રીતને લઈને વધુ પરેશાન છે.

    ઉત્તરપૂર્વીય જાપાનના મિયાગી પ્રીફેક્ચરના ગવર્નરે ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે સ્થાનિક વિસ્તારો માટે કામદારો પૂરા પાડવા માટે 2023માં ઇન્ડોનેશિયા સાથે એક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા પછી એક નવું કબ્રસ્તાન બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે.

    જાપાનને શાંતિપ્રિય દેશ માનવામાં આવે છે. આ અનુશાસન પ્રિય દેશની વસ્તીનો મોટો ભાગ વૃદ્ધ બની ગયો છે. આ માંગને પહોંચી વળવા માટે વિદેશથી લોકો સ્થળાંતર કરીને અહીં સ્થાયી થઈ રહ્યા છે. આમાં મુસ્લિમો સૌથી મોટી વસ્તી ધરાવે છે. ખાસ કરીને ઈરાન, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી કામદારો આવી રહ્યા છે અને કાયમી ધોરણે સ્થાયી થઈ રહ્યા છે. હવે જાપાનમાં આની અસર દેખાવા લાગી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં