Saturday, October 5, 2024
More
    હોમપેજસ્પેશ્યલPM મોદીની એક મુલાકાત અને પલટાઈ ગયાં પાસાં: કતાર દ્વારા 8 ભારતીયોની...

    PM મોદીની એક મુલાકાત અને પલટાઈ ગયાં પાસાં: કતાર દ્વારા 8 ભારતીયોની મુક્તિ પાછળની જાણો ગાથા, કઈ રીતે અસંભવ પણ બન્યું સંભવ

    PM મોદીની આ એક મુલાકાતે જ કતારમાં જેલ ભોગવી રહેલા ભારતીય નાગરિકોને મુક્ત કરાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બંને દેશના નેતાઓ વચ્ચે થયેલી આ બેઠકે જ પૂર્વ ભારતીય નૌસૈનિકોની મુક્તિ અને વાપસી સુનિશ્ચિત કરી હતી.

    - Advertisement -

    કતારમાં કથિત જાસૂસીના આરોપસર જેલમાં બંધ આઠ ભારતીય નૌકાદળના પૂર્વ સૈનિકોની મુક્તિ અને વાપસીને ભારત માટે એક મોટી કૂટનીતિક જીત તરીકે જોવામાં આવી રહી છે. ભારત પરત ફરેલા 7 નાગરિકોએ પણ આ આ બાબતે વડાપ્રધાન અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, PM મોદીની એક મુલાકાત બાદ જ તમામ પાસાંઓ સકારાત્મક રીતે પરિવર્તિત થઈ ગયા હતા. જે નૌસૈનિકોને ફાંસીની સજા આપવામાં આવી હતી, તેમને સજામાંથી રાહત પણ મળી ગઈ હતી અને હવે તો કતાર દ્વારા તેમને મુક્ત પણ કરી દેવામાં આવ્યા છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર તમીમ બિન હમદ વચ્ચે 1 ડિસેમ્બર, 2023ના રોજ એક મુલાકાત થઈ હતી. PM મોદીની આ એક મુલાકાતે જ કતારમાં જેલ ભોગવી રહેલા ભારતીય નાગરિકોને મુક્ત કરાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બંને દેશના નેતાઓ વચ્ચે થયેલી આ બેઠકે જ પૂર્વ ભારતીય નૌસૈનિકોની મુક્તિ અને વાપસી સુનિશ્ચિત કરી હતી. કતાર દ્વારા મુક્ત કરાયેલા 8 ભારતીય નાગરિકોમાંથી 7 નાગરિકો ભારત પરત ફર્યા છે અને આ તમામ નાગરિકોએ આ સમગ્ર ઘટનાક્રમને પરિવર્તિત કરવા માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન મોદીના વ્યક્તિગત હસ્તક્ષેપ વગર આ શક્ય જ નહોતું.

    PM મોદીની એક મુલાકાત બાદ સરળ થતો ગયો માર્ગ

    1 ડિસેમ્બર, 2023ના રોજ દુબઈમાં COP28 શિખર સંમેલનનું આયોજન થયું હતું. તે દરમિયાન જ વડાપ્રધાન મોદી અને કતારના અમીર વચ્ચે મુલાકાત થઈ હતી. કતારના અમીર સાથે PM મોદીએ અનેક મુદ્દે વાતચીત કરી હતી. વડાપ્રધાને આ બેઠક વિશે કહ્યું હતું કે, “દ્વિપક્ષીય ભાગીદારીની સંભાવના અને કતારમાં ભારતીય સમુદાયની સુખાકારી પર સારી વાતચીત કરવામાં આવી છે.” સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, PM મોદીની કતારના અમીર સાથે થયેલી મુલાકાતમાં કતારની જેલમાં બંધ 8 ભારતીય નાગરિકોનો મુદ્દો પણ સામેલ હતો. જોકે, સ્વાભાવિક રીતે બંને દેશો તરફથી આ વિશે કોઇ અધિકારિક નિવેદન આપવામાં ન આવ્યું પરંતુ એ પણ નોંધવું જોઈએ કે, PM મોદીની મુલાકાત બાદ જ સકારાત્મક પરિણામો આવવાનાં શરૂ થયાં હતાં.

    - Advertisement -

    PM મોદીની આ એક મુલાકાત બાદ તમામ મુદ્દાઓ સકારાત્મક રીતે આગળ વધ્યા હતા. મુલાકાતના 2 દિવસ બાદ જ કતાર સ્થિત ભારતીય રાજદૂતને 3 ડિસેમ્બરના રોજ નિવૃત સૈનિકોની કોન્સયુલર એક્સેસ મળી ગઈ હતી. તેના થોડા દિવસો બાદ જ કોર્ટે 28 ડિસેમ્બરે આઠ ભારતીય નાગરિકોની જેલની સજા ઘટાડી દીધી હતી. જ્યારે હવે સોમવારે (12 ફેબ્રુઆરી) તો તેમને મુક્ત પણ કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં 26 ઓકટોબર, 2023એ કતારની કોર્ટ ઓફ ફર્સ્ટ ઇન્સ્ટન્સે અપીલ કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલાં જ તેમને ફાંસીની સજા ફટકારી દીધી હતી.

    ભારત સરકારે સતત પહોંચાડી કાયદાકીય સહાય

    ભારત સરકારે કતાર કોર્ટ દ્વારા આપવામાં આવેલા ફાંસીના ચુકાદાને ખૂબ જ આઘાતજનક ગણાવ્યો હતો. સાથે જ આ કેસમાં તમામ કાયદાકીય વિકલ્પો શોધવા માટેની તૈયારી દર્શાવી હતી. જે બાદ નવેમ્બર, 2023માં નિવૃત સૈનિકો દ્વારા ભારત સરકારની સહાયથી દાખલ કરવામાં આવેલી અપીલને કતારની કોર્ટે સ્વીકારી હતી અને 7 ડિસેમ્બર, 2023ના રોજ અપીલ કોર્ટમાં તે અંગે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

    ભારત સરકારે નિવૃત્ત નૌસેનાના સૈનિકો સુધી સતત કાયદાકીય સહાય પહોંચાડી હતી. સાથે વિદેશ મંત્રાલયે તો ઘણા પ્રસંગે એવું કહ્યું પણ હતું કે, તેમણે કતારની જેલમાં બંધ 8 ભારતીય નાગરિકોના કેસને ‘હાઇ ઇમ્પોર્ટેન્સ’ આપ્યું છે અને તેમના સુધી તમામ કાયદાકીય સહાય પહોંચાડવામાં આવી રહી છે. આ મામલે વિપક્ષના અનેક નેતાઓએ મોદી સરકાર અને PM મોદી પર નિશાન સાધ્યું હતું. જ્યારે હવે મોદી સરકાર અને વડાપ્રધાન મોદીના પ્રયાસો રંગ લાવ્યા છે અને ભારતના તે 8 નિવૃત સૈનિકો મુક્ત થયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં