Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો હું તેમનાં વિરુદ્ધ FIR દાખલ...

    ‘જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો હું તેમનાં વિરુદ્ધ FIR દાખલ કરાવીશ’ – વીર સાવરકરનાં પૌત્રની સીધી વાત

    “જો સાવરકર વિષેના પોતાનાં નિવેદનો અંગે રાહુલ ગાંધી માફી નહીં માંગે તો હું તેમની વિરુદ્ધ FIR ફાઈલ કરીશ." - રણજીત સાવરકર

    - Advertisement -

    વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે (Ranjit Savarkar) આજે (28th March 2023) કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સંસદ સભ્ય રાહુલ ગાંધીને ચેતવણી આપી છે કે જો તેઓ વીર સાવરકર અંગે તેમનાં અપમાનજનક નિવેદનો વિષે માફી નહીં માંગે તો તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

    ન્યૂઝ સંસ્થા ANIને જણાવતા રણજીત સાવરકરે કહ્યું હતું કે, “જો સાવરકર વિષેના પોતાનાં નિવેદનો અંગે રાહુલ ગાંધી માફી નહીં માંગે તો હું તેમની વિરુદ્ધ FIR ફાઈલ કરીશ.” તેમનું નિવેદન રાહુલ ગાંધીએ બે દિવસ અગાઉ વીર સાવરકર વિરુદ્ધ આપેલાં અપમાનજનક નિવેદન બાદ આવ્યું છે.

    ગત શનિવારે (25th March 2023) રાહુલ ગાંધીને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે શું તેઓ વિદેશમાં તેમનાં ભારત વિરોધી નિવેદનો બદલ અથવાતો મોદી સમાજ માટે આપેલાં અપમાનજનક નિવેદનો બદલ માફી માંગશે?

    - Advertisement -

    આ પ્રશ્નનાં જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “મને લાગે છે કે મારું નામ સાવરકર નથી. મારું નામ ગાંધી છે અને ગાંધીઓ કોઈની પણ માફી માંગતા નથી.” આમ કહીને કોંગ્રેસના યુવરાજે એ ચિત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે વીર સાવરકરને માફી માંગવાની આદત હતી, જો કે કાયદાકીય કાર્યવાહીથી બચવા અગાઉ ખુદ રાહુલ ગાંધી ઘણી વખત માફી માંગી ચુક્યા છે.

    આ સમયે રાહુલ ગાંધીએ એવો દાવો પણ કર્યો હતો કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને વખતોવખત લખેલા પત્રો તેમજ વ્યક્તિગત મુલાકાતો બાદ પણ તેમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી.

    આ અગાઉ શિવસેના (UBT જૂથ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલ ગાંધીને વીર સાવરકરનું અપમાન નહીં કરવાની ચીમકી આપી હતી. ઉદ્ધવે એક ભાષણમાં જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીને જાહેરમાં એ જણાવી દેવાં માંગે છે કે તેઓ અને તેમનાં વિશ્વાસુ સંજય રાઉત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લોકશાહી બચાવવા માટે જોડાયા હતાં, પરંતુ સાવરકર અમારા માટે ભગવાન સમાન છે અને અમે એમનું અપમાન કોઈ કિંમતે ચલાવી નહીં લઈએ. ગત અઠવાડિયે સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને મોદી સમાજને ચોર કહેવાના મામલે બે વર્ષની સજા સંભળાવી હતી.

    જો કે રાહુલ ગાંધીને કોર્ટે ઉપરની કોર્ટમાં અપીલ કરવા માટે તુરંત જ એક મહિનાના જામીન આપી દીધા હતાં પરંતુ બંધારણના નિયમ અનુસાર રાહુલ ગાંધીની વાયનાડના સંસદ સભ્ય તરીકેનું સભ્ય પદ જતું રહ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં