Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોદી સમાજ સામેની ટીપ્પણી મામલે કોંગ્રેસ સંસદ સભ્ય રાહુલ ગાંધી દોષીત જાહેર,...

    મોદી સમાજ સામેની ટીપ્પણી મામલે કોંગ્રેસ સંસદ સભ્ય રાહુલ ગાંધી દોષીત જાહેર, બે વર્ષની સજા; સુરતની કોર્ટમાં જાહેર કરવામાં આવ્યો ચુકાદો

    બધાં મોદી ચોર છે તેવા નિવેદન બદલ રાહુલ ગાંધી પર થયેલા કેસમાં આજે સુરત કોર્ટે તેમને દોષી જાહેર કર્યા છે.

    - Advertisement -

    એક ચૂંટણી સભામાં બધાં જ મોદી ચોર હોય છે એ બાબતનું નિવેદન કરવા બદલ સુરત કોર્ટે કોંગ્રેસના સંસદ અને પક્ષનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને દોષીત જાહેર કરવામાં આવ્યાં છે. રાહુલ ગાંધીને આ બાબતે બે વર્ષની સજા થઇ છે. કાયદાકીય જોગવાઈ અનુસાર હવે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ જઈ શકે છે.

    લગભગ ચાર વર્ષ અગાઉ દાખલ કરવામાં આવેલા આ કેસમાં આજે રાહુલ ગાંધીને દોષીત ઠરાવવામાં આવ્યા છે. નિયમ મુજબ ચુકાદો આવ્યા બાદ તરતજ રાહુલ ગાંધીનાં વકીલોએ તેમનાં જામીન માંગ્યા હતાં અને કોર્ટે એ જામીન મંજુર પણ રાખ્યાં હતાં.

    રાહુલ ગાંધી વિરુદ્ધ આ કેસ સુરતનાં ધારાસભ્ય પુર્ણેશ મોદીએ દાખલ કર્યો હતો. હવે રાહુલ ગાંધી પાસે ગુજરાત હાઈકોર્ટમાં જવાનો રસ્તો છે. ચુકાદા સમયે રાહુલ ગાંધી તેમજ તેમનાં વકીલ અમીબેન યાજ્ઞિક કોર્ટમાં હાજર હતાં. ચુકાદો જાહેર થયાં બાદ રાહુલ ગાંધી સુરત સર્કિટ હાઉસ તરફ પોતાનો કાફલો હંકારી ગયા હતાં.

    - Advertisement -

    રાહુલ ગાંધી આજે જ્યારે કોર્ટમાં ચુકાદો સાંભળવા માટે હાજર થયાં ત્યારબાદ જજે તુરંત જ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો અને જણાવ્યું હતું કે રાહુલનાં નિવેદનથી ખરેખર મોદી સમાજની લાગણી દુભાઈ છે આથી તેઓને દોષિત ઠેરવવામાં આવે છે. ત્યારબાદ રાહુલને જજે પૂછ્યું હતું કે આ બાબતે તમારે કશું કહેવું છે?

    ત્યારે રાહુલ ગાંધીએ જજને જણાવ્યું હતું કે તેઓ એક સામાન્ય નિવેદન કરી રહ્યાં હતાં અને તેઓ ભ્રષ્ટાચારની લડાઈ લડી રહ્યાં છે આથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેઓ બોલી રહ્યાં હતાં, તેમનો ઈરાદો કોઈ સમાજની લાગણી દુભાવવાનો ન હતો. ત્યારબાદ તેમણે વધુ પોતાનાં વકીલો કહેશે એમ જણાવ્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીના વકીલોએ સમગ્ર મામલો હાથમાં લઇ લીધો હતો.

    ચુકાદા સમયે રાહુલ ગાંધીના વકીલોની ફોજમાં સંસદ સભ્યો અને ગુજરાતના વરિષ્ઠ વકીલો અમીબેન યાજ્ઞિક તેમજ શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતાં.

    આ ચુકાદા પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતાં ગુજરાત ભાજપનાં પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે અગાઉ પણ રાહુલ ગાંધી પોતાનાં નિવેદનોને લીધે તકલીફમાં મુકાયા છે, હવે આ ચુકાદા બાદ તેઓ સમજે તો સારું.

    આ સ્ટોરી ડેવલોપ થઇ રહી છે, અપડેટની રાહ જોવાઈ રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં