Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'બધા મોદી ચોર છે' મામલે રાહુલ ગાંધી પર કાયદાની ભીંસ વધશે, ગુજરાત...

    ‘બધા મોદી ચોર છે’ મામલે રાહુલ ગાંધી પર કાયદાની ભીંસ વધશે, ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સુરતની કોર્ટમાં ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવશે

    મોદી સમુદાય વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં રાંચીના પ્રદીપ મોદી નામના વકીલે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

    - Advertisement -

    વર્ષ 2019ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા “સબ મોદી ચોર હૈ” વાળા નિવેદન બાદ હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. કારણકે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહુલ ગાંધી પર સુરત કોર્ટમાં ટ્રાયલ ઝડપી કરવા આદેશ આપવામાં આવ્યાં છે. આ નિર્દેશ પૂર્વ મંત્રી પુર્ણેશ મોદીએ દાખલ કરેલી અરજી બાદ આપવામાં આવ્યાં છે. આ મામલે ઝડપી સુનવણીઓ ન થતા પુર્ણેશ મોદીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યાં હતા. જે બાદ હાઈકોકોર્ટે સુરતની ટ્રાયલ કોર્ટને ઝડપી સુનવણી કરવા નિર્દેશ આપ્યો છે.

    અહેવાલો અનુસાર હાઈકોર્ટ દ્વારા રાહુલ ગાંધી પર સુરત કોર્ટમાં ટ્રાયલ ઝડપી કરવા આદેશ અપાયા બાદ પુર્ણેશ મોદીએ હાઈકોર્ટમાં આપેલી પોતાની અરજી પરત ખેંચી લીધી હતી. તેમણે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને સુરતમાં માનહાનીનો કેસ દાખલ કરાવ્યો હતો. જેના કારણે 2 વર્ષ પહેલા રાહુલ ગાંધીને સુરત કોર્ટ સમક્ષ હાજર પણ થવું પડ્યું હતું. રાહુલે 2019 લોકસભા ચૂંટણીઓ દરમિયાન વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી…આ તમામ ચોરોની એક સરખી અટક કેમ છે?” આ પછી સુરત ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. તો બીજી તરફ રાહુલ ગાંધીએ પોતાના નિવેદનને માત્ર એક રાજનૈતિક કટાક્ષ હોવાનું કહીને છટકબારી શોધી હતી.

    સુરત કોર્ટમાં ટ્રાયલ ઝડપી ચલાવાશે

    આ પછી પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના આ વિવાદિત માનહાની વાળા નિવેદની સીડી કોર્ટમાં પુરાવા રૂપે આપી હતી. અને તેને રેકોર્ડ રૂપે લેવા વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે તેમની આ માંગ ખારીજ કરી હતી. તો બીજી તરફ રાહુલ ગાંધીના વકીલે દાવો કર્યો હતો કે આ સીડી ત્રુટી પૂર્ણ છે, જયારે પુર્ણેશ મોદીનું કહેવું છે કે આ મામલે પૂરતા પુરાવાઓ સામે આવી ચુક્યા છે. તેવામાં તેમની સુનવણી ઝડપી કરવાની અરજી સુરત કોર્ટે ખારીજ કરતા પુર્ણેશ મોદી હાઈકોર્ટ પહોંચ્યાં હતા, અને સુનવણી ઝડપી કરવાની માંગ કરી હતી. તો હાઈકોર્ટે પણ આ મામલે સુનવણી ઝડપી કરવા સુરતની ટ્રાયલ કોર્ટને નિર્દેશો આપ્યાં છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ પહેલા ‘સબ મોદી ચોર’ ટિપ્પણીના મામલામાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટ દ્વારા પણ ફટકો પડી ચુક્યો છે. કોર્ટે માનહાનિનો કેસ રદ કરવાની રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. મોદી સમુદાય વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં રાંચીના પ્રદીપ મોદી નામના વકીલે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં