Monday, June 23, 2025
More
    હોમપેજદેશISI માટે જાસૂસી નેટવર્ક ઊભું કરી રહ્યો હતો તુફૈલ, પાકિસ્તાની નફીસા પણ...

    ISI માટે જાસૂસી નેટવર્ક ઊભું કરી રહ્યો હતો તુફૈલ, પાકિસ્તાની નફીસા પણ ભારતીય યુવાનોને બનાવી રહી જેહાદી: યુપી ATSની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ

    એજન્સીએ એવું પણ જણાવ્યું છે કે, નફીસા 240 ભારતીય યુવાનોના સંપર્કમાં હતી, જેમાંથી 6 બરેલી, મુરાદાબાદ, રામપુર, કન્નૌજ, લખનૌ અને વારાણસીના હતા. નફીસાએ 240 લોકોને કટ્ટર બનાવ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે.

    - Advertisement -

    વારાણસીથી (Varanasi) પકડવામાં આવેલા પાકિસ્તાની જાસૂસ (Pakistani Spy) તુફૈલને (Tufail) લઈને હવે યુપી ATSએ અનેક ઘટસ્ફોટ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ATSની પૂછપરછ દરમિયાન તુફૈલ મક્સૂદે સ્વીકાર કર્યું છે કે, તે ‘ઉમ્મીદ-એ-શહર’ નામના વોટ્સએપ ગ્રપ બનાવીને વારાણસી, આઝમગઢ, કાનપુર, કન્નૌજ, રામપુર, મુરાદાબાદ અને બરેલી જેવા ઘણા શહેરોના યુવાનોને તેમાં જોડી રહ્યો હતો. આ ગ્રુપમાં એક પાકિસ્તાની હેન્ડલર પણ સામેલ હતો, જે ભારતમાં ષડયંત્ર રચી રહ્યો હતો. 

    માહિતી અનુસાર, તુફૈલે પૂછપરછમાં એ પણ જણાવ્યું છે કે, તેણે ‘ઉમ્મીદ-એ-શહર’ નામના કુલ 8 વોટ્સએપ ગ્રુપ બનાવ્યાં હતાં. તે સિવાય કુલ 19 વિવાદિત ગ્રુપ હતાં. જેમાં ભારતીય મોબાઈલ નંબરથી જોડાયેલા ISI હેન્ડલર પણ સક્રિય હતા. આ આખું નેટવર્ક ISI એજન્ટો દ્વારા સંચાલિત હતું. તુફૈલનો તે પણ દાવો છે કે, તેણે પાકિસ્તાનની નફીસા નામની મહિલાનો સંપર્ક કર્યો હતો, જે ISI માટે કામ કરે છે. વધુમાં તે પણ સામે આવ્યું છે કે, વર્ષ 2022માં તુફૈલે પાકિસ્તાનમાં ISI એજન્ટ નૌશાદ મેમણ સાથે મુલાકાત કરી હતી. 

    નૌશાદ મેમણને પંજાબથી પકડવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ જાણવા મળ્યું હતું કે, તેણે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇકમિશનના એક અધિકારીને ઘણા સક્રિય ભારતીય સીમ કાર્ડ આપ્યા હતા. ત્યારબાદ તુફૈલને વોટ્સએપ ગ્રુપ બનાવવાના અને તેને સંચાલિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ATS આ બંને જાસૂસો વચ્ચેના સંબંધને શોધવાના પ્રયાસ કરી રહી છે. એજન્સીનું માનવું છે કે, આ બંને મળીને ભારતમાં ISI માટે જાસૂસી નેટવર્ક ઊભું કરી રહ્યા હતા. 

    - Advertisement -

    પાકિસ્તાની નફીસા યુવાનોને બનાવતી જેહાદી, તુફૈલ સાથે જોડાયેલા 800થી વધુ લોકો રડાર પર

    વધુમાં તુફૈલ મક્સૂદના તમામ સંપર્કો સાથે જોડાયેલા 800થી વધુ લોકો એજન્સીના રડાર પર છે. આ તમામ લોકો તુફૈલે બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં સામેલ હતા. હાલ તુફૈલના ફોનમાંથી તમામ 800 સંપર્કોનું વિવરણ મેળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ATSના સૂત્રોને ટાંકીને મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તુફૈલ પોતાના મોડ્યુલ સાથે સંપર્ક જાળવી રાખવા વોટ્સએપ ગ્રુપ્સ ચલાવી રહ્યો હતો. તે તમામ ગ્રુપ્સ પૂર્વી યુપીના સાત જિલ્લામાં ફેલાયેલા હતા. 

    વધુમાં એવું પણ કહેવાયું છે કે, તે સરહદ પારના મૌલવીઓ અને આતંકી સંગઠનના નેતાઓના ભડકાઉ ભાષણો પોસ્ટ કરીને મજહબના આધારે યુવાનોને કટ્ટર બનાવવાનું કામ કરી રહ્યો હતો. તેનો મક્સદ 2047 પહેલાં ભારતમાં મુસ્લિમ શાસન સ્થાપિત કરીને શરિયા કાનૂન લાગુ કરવાનો હતો. પાકિસ્તાની મહિલા નફીસા તેને આવી મજહબી અને ભડકાઉ સામગ્રી પહોંચાડતી હતી. 

    વધુમાં એજન્સીએ એવું પણ જણાવ્યું છે કે, નફીસા 240 ભારતીય યુવાનોના સંપર્કમાં હતી, જેમાંથી 6 બરેલી, મુરાદાબાદ, રામપુર, કન્નૌજ, લખનૌ અને વારાણસીના હતા. નફીસાએ 240 લોકોને કટ્ટર બનાવ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે. તે ભારતીય યુવકોનું એક નેટવર્ક બનાવી રહી હતી અને મજહબના નામે મુસ્લિમોને ભડકાવીને નફરત ફેલાવી રહી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં