ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે (ATS) તાજેતરમાં વારાણસીથી એક મુસ્લિમ યુવકની ધરપકડ કરી. તુફૈલ નામનો આ શખ્સ ભારતની આંતરિક સુરક્ષાની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે કટ્ટરપંથી બની ચૂક્યો હતો અને ‘ગઝવા-એ-હિન્દ’નાં સપનાં જોતો સોશિયલ મીડિયા પર સક્રિય હતો.
ATSએ જણાવ્યું કે, વારાણસીનો તુફૈલ પાકિસ્તાન પ્રાયોજિત રાષ્ટ્રવિરોધી સંગઠન બનાવીને ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાને ક્ષતિ પહોંચાડવાની નિયતથી કામ કરી રહ્યો હોવાનાં ઇનપુટ પ્રાપ્ત થયાં હતાં. એ પણ જાણકારી મળી હતી કે તે ભારતની આંતરિક સુરક્ષા સંબંધિત અગત્યની જાણકારીઓ પાકિસ્તાનના નંબરો સાથે શૅર કરી રહ્યો છે.
UP ATS arrests one Tufail s/o Maqsood Alam from Varanasi, on charges of spying for Pakistan. He was sharing important information about India's internal security with Pakistan.
— ANI (@ANI) May 22, 2025
On developing this intelligence, ATS Field Unit Varanasi confirmed that Tufail was in contact with… pic.twitter.com/cw18siTAeI
ATSએ જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે તુફૈલ પાકિસ્તાનના ઘણા લોકોના સંપર્કમાં છે. એ પણ જાણવા મળ્યું કે તે પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-લબ્બૈકના નેતા મૌલાના રિઝવીના વિડીયો પણ વોટ્સએપ ગ્રૂપોમાં ફેરવતો હતો અને સાથે ‘ગઝવા-એ-હિન્દ’ અને બાબરીનો બદલો લેવાની વાતો કરતો હતો. અનેક પોસ્ટ અને મેસેજોમાં તે ભારતમાં શરિયા કાનૂન લાગુ કરવા સંબંધી વાતો પણ કરતો હોવાનું સામે આવ્યું.
તપાસમાં એ પણ સામે આવ્યું કે તે રાજઘાટ, નામોઘાટ, જ્ઞાનવાપી, રેલવે સ્ટેશન, જામા મસ્જિદ, લાલ કિલ્લા, નિઝામુદ્દીન ઔલિયા વગેરેના ફોટોગ્રાફ અને જાણકારી પાકિસ્તાની નંબરોને શૅર કરતો હતો અને આ ગ્રુપોની લિંક વારાણસીના અન્ય અનેક લોકોને પણ મોકલી હતી અને તે લગભગ 600થી વધારે પાકિસ્તાની નંબરોના સંપર્કમાં હતો.
તપાસમાં એ પણ જાણવા મળ્યું કે તુફૈલ ફેસબુકના માધ્યમથી પાકિસ્તાન નિવાસી એક નફીસા નામની મહિલા સાથે પણ સંપર્કમાં હતો, જેનો પતિ પાકિસ્તાની સેનામાં કામ કરે છે. આશંકા છે કે તુફૈલે તેને પણ ઘણીખરી માહિતી પહોંચાડી હશે.
તમામ પ્રાથમિક તપાસ બાદ પોલીસે ગુરુવારે (22 મે) તુફૈલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 148 અને 152 હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. તેની પાસેથી મોબાઇલ અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં UPના જે મોરાદાબાદથી શહજાદ નામના એક જાસૂસને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવા અને સીમા પાર તસ્કરીમાં સામેલ હોવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે તે ISIના નિર્દેશ પર ભારતમાં એજન્ટોને પૈસા આપતો હતો.