ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પીલીભીત (Pilibhit) ખાતે ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ (Khalistani terrorists) પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. આ એન્કાઉન્ટર ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) અને પંજાબ પોલીસના એક સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન થયું. એન્કાઉન્ટર બાદની કાર્યવાહીમાં પોલીસને આતંકવાદીઓ પાસેથી હથિયાર અને ભારે સંખ્યામાં કારતૂસ મળી આવ્યા હતા. આ ત્રણેય ખાલિસ્તાની આતંકવાદીઓ પંજાબના એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ એટેક કરીને ભાગી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકવાદીઓના નામ ગુરવિંદર, જસપ્રીત અને રવી હોવાનું સામે આવ્યું છે. એન્કાઉન્ટર બાદ તેમની તપાસ કરવામાં આવતા પોલીસને 2 AK-47 આસોલ્ટ રાઈફલ, 2 ગ્લોક 9 MM પિસ્તોલ અને ભારે માત્રામાં કારતૂસો મળી આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સ (Khalistan Commando Force) સાથે સંકળાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
VIDEO | Pilibhit SP Avinash Pandey informs about an encounter of Punjab Police, and UP Police with three criminals who threw grenades at Bachhowal police post earlier, "Early morning today, Punjab Police's Gurdaspur team informed at Puranpur PS that some days back a grenade was… pic.twitter.com/QdUjcVDFkh
— Press Trust of India (@PTI_News) December 23, 2024
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, આ ત્રણેય એ જ આતંકીઓ હતા, જેમણે પંજાબના ગુરદાસપુર પોલીસ સ્ટેશન પર ગ્રેનેટ ફેંકીને હુમલો કર્યો હતો. તેઓ ઘણા લાંબા સમયથી પંજાબ પોલીસથી ભાગતા ફરતા હતા. તાજેતરમાં જ તેમણે ઉત્તર પ્રદેશમાં આશરો લીધો હતો. દરમિયાન તેની જાણ પંજાબ પોલીસને થતા પંજાબ પોલીસ તેમને શોધતી UP આવી હતી. અહીં પીલીભીત પોલીસ પણ તેમના સહયોગમાં આવી હતી. દરમિયાન પીલીભીત પોલીસને તેમના છુપાવવાનું ઠેકાણું ક્યાં છે તેની જાણ થઈ ગઈ હતી.
પોલીસે તરત જ હરકતમાં આવીને ખાલિસ્તાની આતંકવાદીઓને ઘેરી લીધા હતા અને તેમને સરેન્ડર કરવા કહેવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન આતંકવાદીઓએ આત્મસમર્પણ કરવાની જગ્યાએ ફાયરિંગ કરી દેતા પોલીસે જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. આ અથડામણમાં ત્રણેય આતંકવાદીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. પોલીસે તેમની પાસેથી હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.