લવ જેહાદ જેવું કશું હોતું નથી અને આ હિંદુવાદીઓ, જમણેરીઓનો પ્રોપગેન્ડા માત્ર છે– આવું ધૂપ્પલ ચલાવવામાં અગ્રેસર એવા લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ સાથે જોડાયેલા એક પત્રકાર ઉમર રશીદ પર એક હિંદુ મહિલાએ રેપ, માનસિક-શારીરિક પ્રતાડના અને બીફ ખવડાવવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.
ઉમર રશીદ ધ વાયરમાં પોલિટિકલ જર્નાલિસ્ટ છે. મહિલાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મારફતે આપવીતી જણાવી છે. જોકે પોતાની ઓળખ ગુપ્ત રાખી છે. મહિલાએ રશીદ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે.

પોસ્ટમાં તેણે જણાવ્યું કે, દિલ્હીમાં અમુક લિબરલ મીડિયા સર્કલ સાથે જોડાણ અને અનુભવી પત્રકાર હોવાના કારણે તે ઉમર રશીદની જાળમાં ફસાઈ ગઈ હતી. શરૂઆતમાં રશીદે પ્રોગ્રેસિવ પોલિટિક્સ પર ચર્ચાના બહાને અને પછી લોધી ગાર્ડનમાં વૉક કરવાના બહાને નિકટતા કેળવી હતી. તેણે લખ્યું છે કે, ઉમરે આવી જ તરકીબો અન્ય મહિલાઓ સાથે પણ વાપરી હતી, જેમની સામે તે પોતાની છબી એક વ્યવસ્થિત વ્યક્તિ તરીકે, પેટ લવર તરીકે અને સુધારાવાદી લિબરલ તરીકે રજૂ કરતો હતો.
મહિલાએ રશીદ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે તેણે તેની સાથે અનેક વખત હિંસક રીતે બળાત્કાર આચર્યો હતો અને મારપીટ પણ કરી હતી. ઉમર માટે મહિલાએ પોસ્ટમાં ‘સીરિયલ એબ્યુઝર’ અને ‘રેપિસ્ટ’ જેવા શબ્દો પણ વાપર્યા છે. તેનું કહેવું છે કે સમગ્ર રિલેશનશિપ દરમિયાન તેણે અનેક પીડાઓ અને યાતનાઓ ભોગવવી પડી.
મહિલાએ આગળ પોસ્ટમાં લખ્યું કે, ઉમરના અન્ય પણ અનેક અજાણી વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધો હતા, જેના કારણે પીડિતાએ વારંવાર એબોર્શન કે અન્ય ઇન્ફેક્શનના ઈલાજ માટે ગાયનેકોલોજિસ્ટ પાસે જવું પડતું હતું.
પીડિતાએ લખ્યું છે કે, અનેક વખત ના પાડવા છતાં અને તેની તબિયત સારી ન હોવા છતાં પણ ઉમરે તેની સાથે અનેક વખત રેપ કર્યો હતો અને ત્યાં સુધી કે મહિલાએ બાથરૂમમાં સંતાઈ જવું પડ્યું હતું. ઉમરે તેને અનેક વખત બીફ ખાવા માટે દબાણ કર્યું હતું, એ જાણતો હોવા છતાં કે મહિલા નોનમુસ્લિમ છે અને બીફ ખાતી નથી.

આરોપ એવો પણ છે કે રશીદે મહિલાની અમુક ચીજવસ્તુઓ પણ પડાવી લીધી હતી, એમ જાણતો હોવા છતાં કે મહિલાની નાણાકીય સ્થિતિ સારી નથી. મહિલાએ લખ્યું છે કે, તે તેની આ પીડાઓને કોઈ ‘કોમ્યુનલ એન્ગલ’ આપવા માંગતી નથી, પણ આ ઘટનાને પણ એ જ કિસ્સાઓમાંથી એક ગણવી જોઈએ, જ્યાં મહિલાઓ તેમના કાર્યસ્થળે સંપર્કમાં આવતા અમુક પુરુષો તરફથી યાતનાઓ ભોગવે છે.
બીજી તરફ, ધ વાયરે આ આરોપોની નોંધ લીધી છે અને જણાવ્યું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
The Wire's statement on the grave allegations against one of our contributors, Mr. Omar Rashid: pic.twitter.com/eeZZWkntp8
— The Wire (@thewire_in) May 21, 2025
એ પણ નોંધવું જોઈએ કે, ધ વાયર પણ એ લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા આઉટલેટ પૈકીનું એક છે, જે વર્ષોથી લવ જેહાદને નકારતું આવ્યું છે. મુસ્લિમ પુરુષ ખોટી ઓળખ ઊભી કરીને હિંદુ-બિન મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરીને તેમની સાથે સંબંધો બાંધીને અત્યાચાર ગુજારે, શારીરિક-માનસિક ત્રાસ આપે તેવા લવ જેહાદના સંખ્યાબંધ કિસ્સાઓ બનતા રહેતા હોવા છતાં ક્યારેય લિબરલ-સેક્યુલરો તેની નોંધ લેતા હોતા નથી અને ઉપરથી હિંદુવાદીઓને કે જમણેરીઓને કથિત રીતે આવી ખોટી વ્યાખ્યાઓ ઘડવાનો દોષ આપતા રહે છે.
પરંતુ તેનાથી એ હકીકત બદલાઈ જતી નથી કે ભારત જ નહીં પણ દુનિયાના પણ અનેક દેશોમાં લવ જેહાદના અનેક કેસો આવતા રહ્યા છે. UKમાં ગ્રૂમિંગ ગેંગથી માંડીને ભારતના અજમેરમાં બનેલા કેસો અને કેરળમાં સુવ્યવસ્થિત જાળ રચીને હિંદુ-ખ્રિસ્તી મહિલાઓને ફસાવવાનાં કાવતરાં– આ બધું જ દુનિયાની સામે છે. તેમ છતાં ધ વાયર જેવી સંસ્થાઓ તેની ઉપર ઢાંકપિછોડો કરતી રહે છે.