Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહા જુઠ્ઠી..મહા મક્કાર..: સ્વાતિ માલિવાલ વિશે આવું કોણે કહ્યું?: મૃતક પિતા પર...

    મહા જુઠ્ઠી..મહા મક્કાર..: સ્વાતિ માલિવાલ વિશે આવું કોણે કહ્યું?: મૃતક પિતા પર યૌન શોષણનો લગાવ્યો હતો આરોપ

    સ્વાતિ માલિવાલે દિલ્લી મહિલા આયોગ દ્વારા શનિવાર (11 માર્ચ 2023)ના રોજ આયોજિત કાર્યક્રમની પુર્ણાહુતી સમયે મીડિયા સમક્ષ આવીને પીડિત મહિલાઓ વિશે જવાબ આપતી વખતે પોતાની આ વાત પણ મૂકી હતી કે મને મારા પિતા પ્રતાડિત કરતા હતા અને તેમનું યૌન શોષણ પણ કરતા હતા.

    - Advertisement -

    દિલ્લી મહિલા આયોગના (DWC) ચેરમેન સ્વાતિ માલિવાલે (Swati Maliwal) ગત રોજ પોતાના પિતા તેનું યૌન શોષણ કરતા હતા તેવો આરોપ મુકીને ખળભળાટ મચાવી મૂકી હતી. તે જ બાબતને લઈને તેના પૂર્વ પતિ નવીન જયહિંદે ટ્વીટ કરી સ્વાતિ માલિવાલને મહાજુઠ્ઠી અને મહામક્કાર કહ્યા છે. 

    હરિયાણા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સ્વાતિ માલિવાલના પૂર્વ પતિ  નવીન જયહિંદે કેટલીક ટ્વીટો કરીને સ્વાતિ માલિવાલનું નામ લીધા વગર નિશાન તાક્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે “ફિલ્મનું નવું નામ તુ મહાજૂઠી મેં મહામક્કર હોવું જોઈએ. જ્યારે માણસ ધૂર્ત, તકવાદી અને મૃત બની જાય છે, ત્યારે તે મૃતકો પર જ હુમલો કરે છે. જ્યારે વ્યક્તિમાં હરામીપણું અને લોભ સવાર થઇ જાય છે, ત્યારે તે જીવતા લોકોના કુકર્મો પર બોલી શકતી નથી. મૃતકો પર બોલીને મર્દ નથી બનતું”

    તમને જણાવી દઈએ કે નવીન જયહિન્દની આ ટ્વીટ ત્યારે આવી છે, જ્યારે એ દિવસ પૂર્વે તેની પૂર્વ પત્ની અને હાલમાં દિલ્લી મહિલા આયોગની ચેરમેન સ્વાતિ માલિવાલે તેના જ પિતા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સ્વાતીના પિતાનું ચાર વર્ષ પહેલા જ દેહાંત થઇ ચુક્યું હોવાથી, હાલમાં આ આરોપ પર તેમના તરફથી કોઈ જ ચોખવટ થવાની સંભાવના ન હોવાથી નવીને આ ટ્વીટ કરી છે. 

    - Advertisement -

    નવીન અહિયાં ન અટકતા વધુ એક ટ્વીટ કરીને પત્રકારોને પણ ચેતવ્યા હતા. જે ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે “હું પત્રકાર મિત્રો, મીડિયા અને સોશિયલ મીડિયા મિત્રોને હાથ જોડી પ્રાર્થના કરું છું કે મારે ગટરમાં ઉતરવું નથી, ગટરમાં ઘણી ગંદકી છે, તેથી મિત્રો મને આ કાદવ/ગંદકીથી દૂર રાખો. મારી પાસે બીજું ઘણું કામ છે, કોઈ પણ પત્રકાર મિત્રએ મને મૃતકો (આત્મા) વિશે પૂછપરછ કરવા બોલાવશો નહીં.”

    સ્વાતિ માલિવાલે દિલ્લી મહિલા આયોગ દ્વારા શનિવાર (11 માર્ચ 2023)ના રોજ આયોજિત કાર્યક્રમની પુર્ણાહુતી સમયે મીડિયા સમક્ષ આવીને પીડિત મહિલાઓ વિશે જવાબ આપતી વખતે પોતાની આ વાત પણ મૂકી હતી કે મને મારા પિતા પ્રતાડિત કરતા હતા અને તેમનું યૌન શોષણ પણ કરતા હતા. જો કે આ આરોપ બાદ તેમની માતા કે અન્ય પરિજનો તરફથી કોઈ જ પ્રતિક્રિયા સામે આવી નથી.

    સ્વાતિ આ પહેલા પોતે એજ સૈનિકની દીકરી છે અને તેનો તેને ગર્વ છે તેવી ટ્વીટ કરી ચુકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં