Monday, October 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પિતા મારું યૌન શોષણ કરતા, હું પલંગ નીચે સંતાઈ જતી હતી': દિલ્હી...

    ‘પિતા મારું યૌન શોષણ કરતા, હું પલંગ નીચે સંતાઈ જતી હતી’: દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલિવાલનો ઘટસ્ફોટ, કહ્યું- તેઓ વાળ પકડીને દીવાલમાં માથું પછાડતા

    મહિલા આયોગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતી વખતે સ્વાતિ માલિવાલે આ ઘટસ્ફોટ કર્યો હતો.

    - Advertisement -

    દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલિવાલે તેમના પિતા પર ગંભીર આરોપો લગાવ્યા છે. એક કાર્યક્રમમાં બોલતી વખતે તેમણે કહ્યું કે બાળપણમાં તેમના પિતાએ તેમનું યૌન શોધન કર્યું હતું અને તેઓ તેનાથી એટલાં ત્રાસી ગયાં હતાં કે ઘરમાં પણ ડરીને રહેવું પડતું હતું. 

    એક કાર્યક્રમમાં સ્વાતિ માલિવાલે કહ્યું કે, “મને હજી પણ યાદ છે કે મારા પિતાએ મારું યૌન શોષણ કર્યું હતું. જ્યારે તે ઘરે આવતા ત્યારે હું ખૂબ જ ડરી જતી હતી. મને ખબર નથી કે મેં કેટલીય રાતો પલંગની નીચે વિતાવી છે. હું ભયથી ધ્રૂજતી રહેતી હતી, એ વખતે મને વિચાર આવતો કે મારે શું કરવું જોઈએ જેથી હું આવા બધા જ પુરુષોને પાઠ ભણાવી શકું.”

    મા ન હોત તો ખબર નહીં શું થાત

    આ કાર્યક્રમમાં બોલતા સ્વાતિએ આગળ કહ્યું હતું કે, “હું ક્યારેય ભૂલી શકતી નથી કે મારા પિતા એટલા ગુસ્સે થઈ જતા હતા કે તેઓ ક્યારેક મારા વાળ પકડીને મને દિવાલમાં અથડાવતા હતા, મને ખૂબ લોહી નીકળતું રહેતું હતું. ખૂબ તડપતી, કણસતી હતી. એ સમયે મારા મનમાં આ લોકોને પાઠ કેવી રીતે ભણાવવો તે વિશે વિચારતો આવતા રહેતા હતા. મારા જીવનમાં મારી માતા, મારી માસી, માસા અને દાદા-દાદી વિના મને નથી લાગતું કે હું બાળપણના એ આઘાતમાંથી બહાર નીકળી શકી હોત. કે ન તો તમારી વચ્ચે ઊભી રહીને આટલા મોટાં-મોટાં કામો કરી શકી હોત.

    - Advertisement -

    અત્યાચાર થાય ત્યારે એક મોટો બદલાવ આવે છે

    સ્વાતિએ આગળ જણાવ્યું કે, “મેં અનુભવ્યું છે કે જ્યારે ખૂબ અત્યાચાર થાય છે ત્યારે એક મોટો બદલાવ આવે છે. તે અત્યાચાર તમારી અંદર એક આગ લાગે છે, જેને તમે યોગ્ય જગ્યાએ મૂકશો તો તમે મહાન કાર્યો કરી શકશો. આજે આપણે જે એવોર્ડ વિજેતાઓને જોઈએ છીએ તે તમામની એક વાર્તા છે. તેઓ તેમના જીવન સામે લડવાનું શીખ્યા અને તે સમસ્યાથી ઉપર ઉઠ્યા. આજે આપણી પાસે ઘણી સશક્ત મહિલાઓ છે, જેમણે પોતાની સમસ્યાઓનો મક્કમતાથી સામનો કર્યો છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં