Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્વરા ભાસ્કરની જબરી સરખામણી; કહ્યું આજકાલ બોલીવુડનું ‘પપ્પુકરણ’ થઇ ગયું છે!

    સ્વરા ભાસ્કરની જબરી સરખામણી; કહ્યું આજકાલ બોલીવુડનું ‘પપ્પુકરણ’ થઇ ગયું છે!

    સ્વરા ભાસ્કરે બોલીવુડની હાલની પાતળી હાલતને રાહુલ ગાંધી સાથે સરખાવીને એક નવો જ શબ્દ પપ્પુકરણ ચલણમાં લાવી દેવાનો પ્રયાસ કર્યો છે.

    - Advertisement -

    કહેવાતી અભિનેત્રી સ્વરા ભાસ્કર કાયમ વિવાદમાં રહેતી હોય છે. એક રીતે વામપંથી વિચારધારા ધરાવતી સ્વરા ભાસ્કરે ઇન્ડિયા ટુડેને આપેલી એક ખાસ મુલાકાતમાં વામપંથી તેમજ લિબરલ વિચારધારાના ચાહકોને ધક્કો લાગે એવું નિવેદન આપ્યું છે.

    સ્વરા ભાસ્કરે પોતાની આવનારી ફિલ્મ જહાં ચાર યારના પ્રમોશન માટે આ ખાસ ઇન્ટરવ્યુ આપ્યો હતો. સ્વરાનો દાવો છે કે આ ફિલ્મ તેનું કમબેક છે. કારણ જણાવતાં સ્વરા ભાસ્કરે જણાવ્યું છે કે છેલ્લે તે 2018માં વીર દી વેડિંગ ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મનું એક ખાસ દ્રશ્ય કાયમ સ્વરાને સોશિયલ મિડીયામાં જવાબ આપવા માટે તકલીફ ઉભી કરી દેતું હોય છે જેની આપણને ખબર જ છે.

    પોતાની ફિલ્મના પ્રમોશનને લગતાં કેટલાક સવાલો ઉપરાંત તેને બોલીવુડની હાલની પરિસ્થિતિ અંગે પણ કોમેન્ટ કરવા જણાવાયું હતું. આ પ્રશ્નના જવાબમાં સ્વરા ભાસ્કરે પહેલાં તો દેશની આર્થિક હાલત ખરાબ હોવાને કારણે બોલીવુડની પણ હાલત ખરાબ હોવાનું જણાવ્યું હતું.

    - Advertisement -

    ત્યારબાદ સ્વરાએ ભારપૂર્વક કહ્યું હતું કે એ બાબતમાં કોઈજ સત્ય નથી કે થિયેટર્સ હાલમાં ખાલી દેખાય છે તેના માટે બોલીવુડ જ જવાબદાર છે. સ્વરાએ વિવિધ OTT પ્લેટફોર્મ્સને પણ બોલીવુડની ખરાબ હાલત માટે જવાબદાર ગણાવ્યું હતું. જો કે સ્વરા ભાસ્કરે પણ Amazon Primeની રસભરી વેબસિરીઝ માટે થોડા સમય અગાઉ જ કામ કર્યું હતું તેની આપણને સહુને જાણ છે જ.

    સ્વરા ભાસ્કરે બાદમાં ઉમેર્યું હતું કે તેને ખબર નથી પડતી કે કેમ તે બોલીવુડની હાલતને રાહુલ ગાંધી સાથે સરખાવી રહી છે, પરંતુ તે સરખામણી કરવી પણ જરૂરી છે. સ્વરાએ આગળ કહ્યું હતું કે જેમ રાહુલ ગાંધીને એક સમયે કોઈકે પપ્પુ કહીને બોલાવ્યા હતા અને પછી એ સંબોધન એટલું બધું વાયરલ થઇ ગયું કે હવે રાહુલ ગાંધીને જોઇને બધા તેને પપ્પુ જ કહે છે એ રીતે બોલીવુડની હાલત પણ એવી જ થઇ છે.

    સ્વરા ભાસ્કરના મત અનુસાર રાહુલ ગાંધી હોંશિયાર વ્યક્તિ છે કારણકે તે તેમને મળી છે એવી જ રીતે બોલીવુડ પણ ખરાબ નથી પરંતુ તેને એક વખત ખરાબ ચીતરી નાખવામાં આવ્યું એટલે બધા બોલીવુડને ખરાબ જ ગણવા લાગ્યા છે. આમ સ્વરા ભાસ્કરનું કહેવું છે કે બોલીવુડનું ‘પપ્પુકરણ’ થઇ ગયું છે. સ્વરા ભાસ્કરે આ ઇન્ટરવ્યુમાં આ નવા શબ્દ માટે ‘Pappufication’ શબ્દ વાપર્યો હતો.

    સ્વરા ભાસ્કરની આગામી ફિલ્મ જહાં ચાર યારની વાર્તા જાણીને એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ પણ આજકાલ જે પ્રકારની વેબસિરીઝ આપણે જોઈ રહ્યાં છે તેનુંજ એક વિસ્તૃતિકરણ માત્ર છે. આ ફિલ્મમાં ચાર મહિલાઓ રોજીંદી જિંદગીથી કંટાળીને ઘરની બહાર નીકળે છે અને પછી ફસાઈ જાય છે.

    શરૂઆતમાં આશા જગાડનાર અભિનેત્રી તરીકે પ્રખ્યાત બનેલી સ્વરા ભાસ્કર હવે એકધારા રોલ ભજવીને દર્શકોને સતત કંટાળો આપી રહી છે અને એવી જ રીતે તેની ફિલ્મો પણ એવી જ બની રહીને સતત ફ્લોપ રહે છે. તેમ છતાં તેને નવી નવી ફિલ્મો મળતી રહે છે તે આશ્ચર્ય પમાડે તેવી બાબત તો છે જ.

    સ્વરા ભાસ્કરનો આ નવો શબ્દ ‘પપ્પુકરણ’ લિબરલ વિચારધારામાં પણ વિવાદ જગાવે તો નવાઈ નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં