Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમેરઠમાં હોળીના ફાળાને લઈને મુસ્લિમોનો હંગામો, યુવકો પર હુમલો કર્યો: હોલિકાને પણ...

    મેરઠમાં હોળીના ફાળાને લઈને મુસ્લિમોનો હંગામો, યુવકો પર હુમલો કર્યો: હોલિકાને પણ પહોંચાડ્યું નુકસાન

    આ મામલાની જાણ ભાજપા નેતાઓને થતા, કમલ દત્ત શર્મા, દીપક શર્મા, અંકુર ગોયલ અને અન્ય લોકો ઘટના સ્થળે પહોચી ગયા હતા. તેઓએ પોલીસ સ્ટેશન સામે હંગામો કરીને આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના મેરઠથી હોળી તહેવાર નિમિત્તે ફાળો ઉઘરાવતા યુવાનો પર મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો હતો. તેને લઈને બે સમુદાયના લોકો વચ્ચે મારામારી થયાના સમાચાર આવી રહ્યા છે. જેમાં સામ સામે પત્થરમારા સુધીની વાત પહોચી છે. હાલમાં પોલીસે મામલો પોતાના હાથમાં લીધો છે. આ મામલે ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. 

    એક મીડિયા રીપોર્ટ અનુસાર, મામલો ઉત્તરપ્રદેશમાં મેરઠના બ્રહ્મપુરીનો છે, અહિયાં હિંદુ યુવાનો હોળી પર્વની તૈયારીના ભાગરૂપે વિસ્તારમાં ફાળો ઉઘરાવવા માટે ગયા હતા, આ દરમિયાન કેટલાક મુસ્લિમ યુવાનોએ વિરોધ કર્યો હતો તેમજ જે લોકો ફાળો ઉઘરાવી રહ્યા હતા તેમની સાથે મારામારી કરી હતી. જોત જોતામાં બંને સમુદાયના ટોળા સામ સામે આવી ગયા હતા. પત્થરમારાના કારણે નુકસાન પણ થયું હતું. જેમાં ગાડીઓના અને મકાનના કાચો પણ ફૂટી ગયા હતા. નજીકના પોલીસ સ્ટેશનો પરથી મોટા પ્રમાણમાં પોલીસ આવી પહોચી હતી. જેઓએ લાઠીચાર્જ કરીને લોકોને વેરવિખેર કર્યા હતા. 

    આ ઘટનાનો આરોપ વિસ્તારના કોર્પોરેટર શહઝાદ મેવાતી, કોર્પોરેટરના ભાઈ ભુરા, તેના બે પુત્રો, ઈન્તેઝાર, સેફુ ક્લોથ વાલા અને તેના પુત્ર પર લાગ્યો છે. તેમને ફાળો લેવા આવેલા હિંદુ યુવાઓ સાથે મારપીટની શરૂઆત કરી હતી.  આ મારપીટને કારણે મલ્લુ, અમિત, અંકિત અને કપિલ ઘાયલ થયા છે. જેમાં અંકિત ખુબ જ ગંભીર રીતે ઘવાયો છે, જેના કારણે તેને હાલમાં હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો છે. 

    - Advertisement -

    આ મામલાની જાણ ભાજપા નેતાઓને થતા, કમલ દત્ત શર્મા, દીપક શર્મા, અંકુર ગોયલ અને અન્ય લોકો ઘટના સ્થળે પહોચી ગયા હતા. તેઓએ પોલીસ સ્ટેશન સામે હંગામો કરીને આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. જો કે પોલીસે મોડી રાત્રે આરોપીઓની ધરપકડ કરી હતી. છતાં પણ ભાજપા નેતાઓની કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

    આ મામલે એસ.એસ.પી. રોહિત સિંહ સજવાણે જણાવ્યું હતું કે “કેટલાક યુવકોએ દાન એકત્ર કરતા યુવકો પર ટિપ્પણી કરી હતી. આ બાબતે બંને પક્ષે મારામારી થઈ હતી. કેટલાક યુવાનો ઘાયલ થયા છે. તેની સારવાર કરવામાં આવી રહી છે.  ત્રીસથી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે અસમાજિક તત્વો સામે પોલીસ તરફથી પણ રિપોર્ટ  દાખલ કરવામાં આવશે.” 

    આ પહેલી વખત નથી કે હિંદુ તહેવારો વખતે મુસ્લિમોએ હુમલો કર્યો હોય કે વિક્ષેપ પડ્યો હોય. દરેક તહેવારોમાં દેશમાં કશે ને કશે આવિ ઘટનાઓ સતત બનતી જ રહે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં