Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી હિંસા ફાઈલમાં વધુ એક પ્રકરણ જોડાયું, જહાંગીરપુરીમાં હનુમાન જનમોત્સવની શોભાયાત્રા પર...

  દિલ્હી હિંસા ફાઈલમાં વધુ એક પ્રકરણ જોડાયું, જહાંગીરપુરીમાં હનુમાન જનમોત્સવની શોભાયાત્રા પર ઘાતક હુમલો

  હનુમાન જયંતિની શોભાયાત્રા દરમ્યાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

  - Advertisement -

  દિલ્હી હિંસા ઘટનાક્રમનું વધુ એક કાળું પ્રકરણ. હનુમાન જન્મોત્સવ નિમિત્તે આયોજિત શોભાયાત્રા જ્યારે જહાંગીરપુરીની એક મસ્જિદ આગળથી નીકળી ત્યારે મુસ્લિમ ટોળાએ હાથમાં લાઠી, તલવારો અને પથ્થરો લઈને શ્રધ્ધાળુઓ પર હુમલો કરી દિધો. પથ્થરમારામાં અનેક લોકો સહિત પોલીસ જવાનો પણ ઘાયલ. પોલીસે એફઆઇઆર નોંધીને હમણાં સુધી રીઢા આરોપી અંસાર સહિત 14 તોફાનીઓની ધરપકડ કરી છે.

  શનિવારે સાંજે ઉત્તર પશ્ચિમી દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી પોલીસ પરવાનગી સાથેની તથા પોલીસની સુરક્ષામાં નીકળેલ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા જ્યારે બ્લોક 3 ખાતેની એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે ત્યાં પહેલેથી ભેગા થયેલા મુસ્લિમ તોફાનીઓએ લાઠી, તલવારો સાથે હિન્દુ શ્રધ્ધાળુઓ પર હુમલો કરી દિધો હતો.

  હુમલો થયો એવો તરત જ બધી બાજુથી શોભાયાત્રા પર પથ્થરમારો પણ ચાલુ થઈ ગયો. આ હિંસક હુમલામાં 9 લોકો ઘાયલ થયા. ઘાયલોમાં 8 તો પોલીસકર્મીઓ જ હતા તથા એક શ્રધ્ધાળું પણ ઘાયલ. ઘાયલોને તુરંત જ નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં એમની સારવાર ચાલુ છે. આ દિલ્હી હિંસા દરમિયાન ફાયરિંગના અવાજ પણ લોકોએ સાંભળ્યા હતાં, લગભગ 6 રાઉન્ડ ફાઇરિંગ થવાની શક્યતા છે.

  - Advertisement -

  પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 5:30 વાગ્યે થયેલી હિંસામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અતિરિક્ત સુરક્ષા કર્મચારીઓને વિસ્તારમાં મૂકવામાં આવ્યા હતા. રાત થતાં સુધીમાં પોલીસે પરિસ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો.

  દિલ્હી હિંસા ની આ ઘટનામાં દિલ્હી પોલીસે શનિવારે રાત્રે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી. એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને નવ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે અંસાર નામનો વ્યક્તિ પોતાના 4 થી 5 સાથીઓ સાથે આવ્યો હતો અને શોભાયાત્રામાં આવેલ લોકો સાથે દલીલ કરવા લાગ્યો હતો, અંસારની ધરપકડ કરવામાં આવી છે અને તે અગાઉ પણ ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલ છે. આ અંસાર જહાંગીરપુરી નો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આગળની તપાસમાં આ ઘટનાને લઈને વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

  જાણો પોલીસ એફઆઇઆરમાં કયા ખુલાસા થયા:

  દિલ્હી હિંસામાં ઘાયલ પોલીસ ઇન્સ્પેકટર રાજીવ રંજન સિંહ દ્વારા કરાયેલ એફાઇઆરમાં ઘણાં મોટા ખુલાસાઓ થયા છે.

  • શોભાયાત્રા બપોરના 4 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે થઈ રહી હતી, જેમાં એ પોતે પણ બંદોબસ્તમાં હતા.
  • સાંજે 6 વાગે જામા મસ્જિદ પાસે પહોંચી યાત્રા એટલે અંસાર અને એના સાથીઓએ બબાલ શરૂ કરી.
  • એકવાર બબાલ થતાં પોલીસે બંને પક્ષને અલગ કર્યા અને શાંતિ રાખવા અપીલ કરી પરંતુ એક પક્ષ (મુસ્લિમ પક્ષ) એ વાત ના સાંભળી અને પથ્થરમારો ચાલુ રાખ્યો.
  • પથ્થરમારો કરનાર પક્ષે ફાયરિંગ પણ કર્યું અને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા. ફાયરિંગમાં એક ગોળી એક કોન્સ્ટેબલ ને વાગી.
  • આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા 40 50 ટિયર ગેસ છોડ્યા.

  તાજી જાણકારી મુજબ શોભાયાત્રા પર ફાઇરિંગ કરનાર અસમાજિક તત્વને પોલીસે શોધીને જડપી લીધો છે. આ આરોપીનું નામ અસલમ છે. તેની પાસેથી ફાઇરિંગ માટે વપરાયેલ હથિયાર પણ કબજે કરાયું છે. નોંધનીય છે કે અસલમએ કરેલ ફાઇરિંગમાં એક પોલીસ કર્મીને ગોળી વાગેલ હતી.

  પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અંસાર આ સમગ્ર હિંસાનો એક માસ્ટર માઇન્ડ હતો, આજે જ્યારે અંસારને પોલીસ કોર્ટ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એને મીડિયા સામે પુષ્પા ફિલ્મની દાઢી પર હાથ ફેરવવાવાળી એક્શન કરી જેનો સામાન્ય અર્થ થાય છે ‘મે ઝૂકેગા નહીં સાલા’. અંસારનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

  દેશમાં હિંદુ ઉત્સવો કે શોભાયાત્રાઓ પર આ રીતના હુમલાની ઘટના કાઈ નવી નથી. આ પહેલા થોડા દિવસ અગાઉ જ રામનવમીની શોભાયાત્રાઓ પર ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ ઉપરાંત દિલ્હી (જેએનયુ) માં આ પ્રકારના હુમલા થઈ ચૂક્યા છે.

  આમાંથી ઘણી જગ્યાઓના હુમલા પોલીસ તપાસમાં પૂર્વ આયોજિત કાવતરાં સાબિત થયાં છે તથા એમાં મૌલવીઓની સંડોવણી પણ સામે આવી ચૂકી છે અને પોલીસ દ્વારા મૌલવીઓ ધરપકડ પણ કરવામાં આવી છે. વિદેશી ફંડિંગના આશંકાઓ આધારે વધુ તપાસ પણ ચાલી રહી છે. વારંવાર ધાર્મિક આયોજનો પર થતાં પત્થરમારા અને હુમલા કોઈ મોટા આયોજનોનો ભાગ હોવાની શંકા પણ એજન્સીઓમાં પ્રવર્તે છે. કુરાનમાં પથ્થર મારવા વિશે શું ઉલ્લેખ છે એ અહી વાંચો.

  નોંધવા લાયક છે કે અહી દિલ્હીમાં જ થોડા દિવસ પહેલા રામનવમી જેએનયુ માં ABVP દ્વારા આયોજિત પૂજામાં લેફ્ટ સંગઠનોના કાર્યકરોએ હુમલો કરી દિધો હતો અને એ ઘટનામાં બંને તરફના ઘણાં કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. જે વિષયમાં તપાસ હજુ ચાલુ છે અને JNU અધિકારીઓએ દોષિતો પર કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં