Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફૈજ સૈયદે સગીર વયની શીખ છોકરીનું કર્યું અપહરણ, પરિવારે ધર્મપરિવર્તનની આશંકા વ્યક્ત...

    ફૈજ સૈયદે સગીર વયની શીખ છોકરીનું કર્યું અપહરણ, પરિવારે ધર્મપરિવર્તનની આશંકા વ્યક્ત કરીઃ ધરપકડ છતાં પરીવારને કાર્યવાહીથી સંતોષ નથી

    ઑપઇન્ડિયાએ આ મામલે ધુળે પોલીસના અધિકારી સાથે વાત કરતાં તેમણે ઘટનાની પુષ્ટિ કરી હતી. જોકે, પીડિતા સગીરા હોવા છતાં POCSO એક્ટ હેઠળની કલમો કેમ નથી લગાડવામાં આવી તે મામલે તેમણે જવાબ આપ્યો ન હતો.

    - Advertisement -

    મહારાષ્ટ્રના ધુળે જીલ્લાથી ‘લવ જેહાદ’નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક શીખ સમાજની સગીરાનું ફૈજ સૈયદ નામના વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનો પીડિત પરિવારનો આરોપ છે. જોકે, પોલીસે સગીરાની શોધખોળ કરીને મેળવી લીધી છે. હાલ તેને બાળ સુધાર ગૃહમાં રાખવામાં આવી છે, સાથે જ આરોપી ફૈજની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. 

    મળતી માહિતી મુજબ આ ઘટના તારીખ 16 જાન્યુઆરી 2023ની છે. જ્યારે પીડિતા ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પ્રાથમિક શોધખોળ કર્યા બાદ પરિવારે બીજા જ દિવસે ધુળે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે શોધખોળ આદરી પરંતુ કોઈ સફળતા મળી ન હતી. 

    પરિવારે આરોપ મૂક્યો હતો કે તેમની પુત્રીને છેલ્લે ફૈજ સૈયદ નામના શખ્સ સાથે જોવામાં આવી હતી. પોલીસે તે બિંદુ તરફ પણ તપાસ કરી જેમાં ફૈજ સૈયદ પણ ગાયબ જણાયો હતો. અંતે તે જ તેનું અપહરણ કરી ગયો છે તેવી પ્રાથમિક શંકા ધ્યાને લઈને તપાસ આગળ વધારી હતી.

    - Advertisement -

    જોકે ગાયબ થયાને 10 દિવસ સુધી કોઈ ભાળ ન મળતા આ મામલો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, જ્યાંથી આ બાબતની નોંધ રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ પ્રમુખ પ્રિયાંક કાનૂનગોએ લીધી હતી. તેમણે ધુળે પોલીસને જલદી કાર્યવાહી કરવા માટે પત્ર લખીને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું. 

    પોલીસે સગીરાને શોધી કાઢી હતી પરંતુ તેના પરિજનો આ કાર્યવાહીથી સંતુષ્ટ નથી. એક યુટ્યુબરને આપેલા ઇન્ટરવ્યૂમાં સગીરના એક સંબંધીએ કહ્યું હતું કે, “અમારી છોકરી સુરક્ષિત નથી, દિકરી 15 દિવસે પરત આવી છે. તેની સાથે ફૈજે આટલા દિવસ શું કર્યું? શુ તેનું ધર્માંતરણ કરાવ્યું? જો આ મામલે કડક કાર્યવાહી ન થઈ તો અહીં પંજાબથી ટોળેટોળા ઉમટી પડશે અને માહોલ બગડી જશે.” તેમણે આ નિવેદન પ્રધાનમંત્રી મોદીને સંબોધીને આપ્યું હતું.

    ઑપઇન્ડિયાએ આ મામલે ધુળે પોલીસના અધિકારી સાથે વાત કરતાં તેમણે ઘટનાની પુષ્ટિ કરી હતી. જોકે, પીડિતા સગીરા હોવા છતાં POCSO એક્ટ હેઠળની કલમો કેમ નથી લગાડવામાં આવી તે મામલે તેમણે જવાબ આપ્યો ન હતો અને કહ્યું કે, તેઓ આ અંગે વધુ કહી શકે તેમ નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં