Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસેલવાસ: તિરંગાથી ચિકન સાફ કરી રહ્યો હતો મોહમ્મદ સૈફ, વિડીયો વાયરલ થયા...

    સેલવાસ: તિરંગાથી ચિકન સાફ કરી રહ્યો હતો મોહમ્મદ સૈફ, વિડીયો વાયરલ થયા બાદ ધરપકડ

    તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર કુરેશીનો એક વિડીયો વાયરલ થઇ ગયો હતો જેમાં તે તિરંગાથી ચિકન સાફ કરતો જોવા મળ્યો હતો. 

    - Advertisement -

    દાદરા નગરહવેલીના સેલવાસમાં એક ઈસમ તિરંગાથી ચિકન સાફ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. જે પછીથી પોલીસ તંત્રના પણ ધ્યાને આવતાં રાષ્ટ્રધ્વજના અપમાન બદલ આરોપી મોહમ્મદ સૈફની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    સેલવાસમાં સ્થિત બાવીસા ફળિયા ખાતે હસીન કુરેશી નામના એક વ્યક્તિની ચિકન શૉપ આવેલી છે. તાજેતરમાં અહીં એક યુવક તિરંગાથી ચિકન સાફ કરતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિ ચિકન શૉપમાં કામ કરતો મોહમ્મદ સૈફ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંથી પસાર તથા કોઈક વ્યક્તિએ તેનો વિડીયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.

    વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા માધ્યમો ઉપર ફરતો થયા બાદ પોલીસને પણ ધ્યાન પડ્યું હતું અને ત્યારબાદ તાત્કાલિક પગલાં લઈને આરોપી મોહમ્મદ સૈફની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. 

    - Advertisement -

    બીજી તરફ, ભારતીય રાષ્ટ્રધ્વજના આવા અપમાનને પગલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. 

    વાપીમાંથી સામે આવ્યો હતો આ જ પ્રકારનો કિસ્સો 

    ગયા વર્ષે વાપીમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક ભંગારના ગોડાઉનમાં પોટલાં તરીકે રાષ્ટ્રધ્વજ તેમજ ભગવાન શ્રીરામ અને હનુમાનજીનાં બેનરોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થઇ ગયો હતો. આ બાબતની જાણ હિંદુ સંગઠનોને થતાં તેમણે સ્થળ પર જઈને તપાસ કરતાં ત્યાં મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજ અને ભગવાનની તસ્વીરો મળી આવ્યાં હતાં. 

    ત્યારબાદ આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે ત્વરિત પગલાં લઈને રાષ્ટ્રધ્વજ અને બેનરો કબ્જે કરીને ગોડાઉનના માલિક લિયાકત ખાનની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેણે આ સમાન સુરતની એક કાપડ મિલમાંથી ખરીદ્યો હતો. 

    રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને જાળવણી માટે છે ચોક્કસ નિયમો 

    ઉલ્લેખનીય છે કે ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે અને તેની જાળવણી માટે ચોક્કસ નિયમો છે અને દરેક નાગરિકે ફરજિયાત તેનું પાલન કરવું પડે છે. ફ્લેગ કોડ અનુસાર, તિરંગો પૂરેપૂરા માન-સન્માનથી ફરકાવવામાં આવે છે તેમજ ક્ષતિગ્રસ્ત ધ્વજ ફરકાવી શકાતો નથી. જો ક્ષતિગ્રસ્ત થઇ જાય તો તેને પૂરેપૂરા સન્માન સાથે બાળીને નષ્ટ કરવામાં આવે છે. 

    ઉપરાંત, રાષ્ટ્રધ્વજની સમકક્ષ બીજો કોઈ પણ ધ્વજ ફરકાવી શકાતો નથી કે તેને શણગાર માટે પણ વાપરી શકાતો નથી. 

    (

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં