હરિયાણાના રોહતકમાં કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા (Himani Narwal Murder) કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સચિન બહાદુરગઢનો રહેવાસી છે અને તે પોતાને હિમાનીનો બોયફ્રેન્ડ ગણાવી રહ્યો છે. તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બે લોકોની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી હિમાનીનો સામાન પણ મળી આવ્યો છે. હત્યા બાદ, મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકી દેવામાં આવ્યો હતો. આરોપીએ આરોપ લગાવ્યો છે કે હિમાની તેને બ્લેકમેલ કરતી હતી.
અહેવાલ અનુસાર હત્યા પાછળ બ્લેકમેઇલિંગ મુખ્ય કારણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતા હિમાની આરોપીઓને બ્લેકમેલ કરી રહી હતી. જેનાથી કંટાળીને આરોપીએ તેની હત્યા કરી દીધી. આરોપીઓ પાસેથી હિમાની નરવાલનો મોબાઈલ ફોન અને ઘરેણાં પણ મળી આવ્યા હતા. હત્યારો બહાદુરગઢ નજીકના એક ગામનો રહેવાસી છે. આરોપીએ હત્યાની કબૂલાત પણ કરી લીધી છે.
22-Year-old Congress worker Himani Narwal's body found stuffed in a suitcase in Rohtak, Haryana Police arrest one in connection with case
— News18 (@CNNnews18) March 3, 2025
News18's @_anshuls with details @KuheenaSharma | #HimaniNarwal #Rohtak pic.twitter.com/jGkOCYDVPj
બ્લેકમેલથી કંટાળીને હત્યા
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, શરૂઆતની તપાસમાં આરોપી સચિને પોલીસને જણાવ્યું છે કે તેણે હિમાનીની હત્યા તેના જ ઘરે કરી હતી. આ પછી, તેણે મૃતદેહને સુટકેસમાં ભરીને સાંપલા બસ સ્ટેન્ડ પાસે એક નિર્જન જગ્યાએ ફેંકી દીધો હતો. ઉલ્લેખનીય કે જે જગ્યાએ સુટકેસ ફેંકવામાં આવી હતી ત્યાંથી થોડે દૂર એક પોલીસ સ્ટેશન છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે હિમાની તેની ગર્લફ્રેન્ડ હતી અને તે બંને એક વર્ષથી એકબીજા સાથે સંબંધમાં હતા. તેણે દાવો કર્યો હતો કે હિમાનીએ તેને તેના ઘરે બોલાવી શારીરિક સંબંધો બાંધ્યા જેનો વિડીયો ઉતારી સચિનને બ્લેકમેલ કરતી હતી અને તેની પાસેથી પૈસા માંગતી હતી. આરોપીએ કહ્યું કે તેણે હિમાનીને લગભગ 3 લાખ આપ્યા હતા, પરંતુ તે વારંવાર વધુ પૈસાની માંગણી કરી રહી હતી. આનાથી કંટાળીને તેણે હિમાનીની હત્યા કરી દીધી.
Cpngress नेता Himani Narwal का Murder,हाथों में मेहंदी,गले में चुन्नी और नाक से बहता खून | BJP #rahulgandhi #himaninarwal #bjp @BJP4India
— Amar Ujala (@AmarUjalaNews) March 2, 2025
अन्य खबरों के लिए इस लिंक पर क्लिक करें: https://t.co/EizwxAPX28 pic.twitter.com/BOKSsR6VJh
વાદળી સૂટકેસમાં મળ્યો હતો મૃતદેહ
એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં 2 માર્ચે મ્યુનિસિપલ ચૂંટણી માટે મતદાન થવાનું હતું. તેના એક દિવસ પહેલાં, હિમાનીએ આરોપી સચિનને તેના ઘરે બોલાવ્યો અને તેની પાસેથી પૈસાની માંગણી કરી. ત્યારે સચિને ગુસ્સે થઈને ચાર્જરના વાયર વડે તેની હત્યા કરી દીધી. ત્યારપછી તેણે હિમાનીના ઘરેથી જ વાદળી સૂટકેસમાં તેનો મૃતદેહ ભરીને સાંપલા બસસ્ટેન્ડ પર નાખી આવ્યો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સચિન પહેલાથી જ પરિણીત છે અને તેના બે બાળકો છે. હિમાનીએ MBA પૂર્ણ કર્યું હતું અને તે કાયદાનો અભ્યાસ કરી રહી હતી. રાહુલ ગાંધી સાથેની સફર ઉપરાંત, તેમણે ભૂપિંદર હુડ્ડા, દીપેન્દ્ર હુડ્ડા સહિત ઘણા કોંગ્રેસ નેતાઓ સાથેના પોતાના ફોટા સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરેલા હતા.
ભૂપિંદર હુડ્ડાની પાર્ટીમાં ગઈ હોવાનો દાવો
બીજી તરફ, હિમાનીની માતા સવિતા રાનીએ દાવો કર્યો છે કે ટીની જે પાર્ટીના કેટલાક લોકો તેને રાજકારણમાં ફસાવવા માંગતા હતા. એટલા માટે તે રાજકારણ છોડીને નોકરી કરવા માંગતી હતી. સવિતા રાનીએ દાવો કર્યો હતો કે હિમાની 28 ફેબ્રુઆરીએ કંઠવાડીમાં કોંગ્રેસ નેતા ભૂપિંદર સિંઘ હુડ્ડાના કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી. ત્યારપછીથી જ તેમની પુત્રી ગુમ થઈ ગઈ હતી.
જોકે, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર હુડ્ડાનું કહેવું છે કે 28 ફેબ્રુઆરીએ કંઠવાડીમાં તેમનો કોઈ કાર્યક્રમ નહોતો. ત્યારપછી આ મામલો વધુ જટિલ બન્યો હતો. સવિતા રાનીએ તો હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ લેવાનો પણ ઇનકાર કરી દીધો છે. પોલીસે હાલમાં મૃતદેહને મોર્ચ્યુરીમાં રાખ્યો છે. હિમાનીના શરીરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેની સાથે કોઈ બળજબરી કરવામાં આવી નહોતી. જોકે તેમ છતાં તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સવિતા રાનીએ બોયફ્રેન્ડવાળા દાવાને ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે હિમાનીની હત્યા કોઈ નજીકના વ્યક્તિએ જ કરી છે. તેમણે કહ્યું હતું કે હત્યારો હિમાનીનો દોસ્ત, કોલેજનો કોઈ વ્યક્તિ, સંબંધી કે પાર્ટીનો (કોંગ્રેસ) કાર્યકર્તા હોઈ શકે છે. સવિતાનું કહેવું છે કે જો કોઈ પોતાની મર્યાદા ઓળંગવાનો પ્રયાસ કરે તો હિમાની સહન નહોતી કરતી, આ કારણથી પણ તેની હત્યા થઈ હોવાનો તેની માતાનો દાવો છે.