Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ખેડૂત નેતા’ રાકેશ ટિકૈતને માઈક વડે માર્યા, ચહેરા પર શ્યાહી ફેંકાઈ; બેંગ્લોરમાં...

    ‘ખેડૂત નેતા’ રાકેશ ટિકૈતને માઈક વડે માર્યા, ચહેરા પર શ્યાહી ફેંકાઈ; બેંગ્લોરમાં કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ

    એક કાર્યક્રમ દરમ્યાન કહેવાતા ખેડૂત નેતા રાકેશ ટીકૈત પર અમુક વ્યક્તિઓએ હુમલો કર્યો હતો અને એમના પર શાહી ફેંકી હતી.

    - Advertisement -

    ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ થયેલા આંદોલનથી દેશભરમાં પંકાયેલા કથિત ‘ખેડૂત નેતા’ રાકેશ ટિકૈત પર કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન અજાણ્યા વ્યક્તિએ માઈક વડે હુમલો કરી દીધો હતો અને ચહેરા ઉપર શાહી પણ ફેંકવામાં આવી હતી. રાકેશ ટિકૈત એક પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. દરમ્યાન, ભારે હોબાળો થયો હતો તો મારામારી થઇ હોવાના પણ સમાચાર છે. 

    બેંગ્લોરના હાઈ-ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેડૂત નેતાઓ પર શાહી ફેંકવામાં આવી હતી. આ મામેલ ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અચાનક એક વ્યક્તિ રાકેશ ટિકૈત પાસે પહોંચી ગયો હતો અને માઈકથી મારવા લાગ્યો હતો, તો એક વ્યક્તિએ રાકેશ ટિકૈત પર શાહી ફેંકીને તેમનો ચહેરો કાળો કરી નાંખ્યો હતો. 

    જોકે, રાકેશ ટિકૈતે આ ઘટનાનો આરોપ પણ ભાજપ પર જ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આ બધું સરકારની મિલીભગતના કારણે થયું છે. તેમણે કહ્યું કે, આ સરકારનું જ કાવતરું છે. સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી પોલીસની હતી. તેમણે ખેડૂત નેતા ચંદ્રશેખરના સમર્થકો પર શ્યાહી ફેંકવાનો આરોપ લગાવ્યો છે. 

    - Advertisement -

    કર્ણાટકમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈના નેતૃત્વની ભાજપ સરકાર છે. રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારે તેમના માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા રાખી ન હતી. તેમણે કહ્યું કે, સુરક્ષાની જવાબદારી સરકાર અને પોલીસની હોય છે. ઘટના બાદ ખુરશીઓ ઉછળવા માંડી હતી અને ટિકૈત સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. 

    રાકેશ ટિકૈત એક સ્થાનિક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનના વિડીયો મામલે સ્પષ્ટતા આપવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. ન્યૂઝ ચેનલે સ્ટિંગ ઓપરેશનમાં કર્ણાટકના ખેડૂત નેતા કોડીહલ્લી ચંદ્રશેખરને પૈસા માંગતા રંગેહાથ પકડ્યા હોવાનો દાવો કર્યો હતો. રાકેશ ટિકૈત પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા જણાવી રહ્યા હતા કે તેઓ આમાં સામેલ નથી અને ચંદ્રશેખર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. 

    ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન યુનિયનમાં આંતરિક વિખવાદ સર્જાયો છે. સંગઠનના કેટલાક નેતાઓએ પદાધિકારી રાકેશ ટિકૈત અને નરેશ ટિકૈત પર રાજકારણ કરવાનો આરોપ લગાવીને એક અલગ સંગઠન બનાવ્યું હતું અને તેનું નામ ભારતીય કિસાન યુનિયન (બિન-રાજકીય) આપવામાં આવ્યું હતું. હાલમાં જ સંગઠનનું વિભાજન થયું હતું. 

    સંગઠનથી છૂટા પહેલા ખેડૂત નેતાઓએ આરોપ લગાવતા કહ્યું કે, 3 મહિનાના આંદોલન બાદ જ્યારે અમે ઘરે આવ્યા તો અમારા નેતા રાકેશ ટિકૈત રાજકીય રીતે પ્રેરિત જણાઈ રહ્યા હતા. અમારા નેતાઓએ કેટલાક રાજકીય પક્ષોના પ્રભાવમાં આવીને એક પાર્ટી માટે પ્રચાર કરવાનો પણ આદેશ આપી દીધો હતો. મારું કામ રાજકારણ રમવાનું કે કોઈ પાર્ટી માટે કામ કરવાનું નથી. મારું કામ ખેડૂતોની લડાઈ લડવાનું છે. આ નવું સંગઠન છે.”  

    ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ સબંધિત કાયદાઓના વિરોધમાં કેટલાક ખેડૂત સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મહિનાઓ સુધી દિલ્હીની સરહદો બ્લૉક રહી હતી. આ ‘ખેડૂત આંદોલન’ દરમિયાન રાકેશ ટિકૈત સતત ચર્ચામાં રહ્યા હતા અને તેમણે કેટલાંક વિવાદિત નિવેદનો પણ આપ્યાં હતાં. એ પણ નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બરમાં ત્રણેય કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી, જે બાદ સંસદમાં કાયદાઓ રદ થયા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં