Monday, May 20, 2024
More
  હોમપેજગુજરાતરાજકોટ: ઈદના જુલુસમાં રાત્રે 10 પછી પણ વાગતું હતું ડીજે, પોલીસે બંધ...

  રાજકોટ: ઈદના જુલુસમાં રાત્રે 10 પછી પણ વાગતું હતું ડીજે, પોલીસે બંધ કરવાનું કહેતાં નારાબાજી કરીને રોફ જમાવવાનો પ્રયાસ; આખા શહેરની પોલીસ ખડકી દેવાતાં મામલો શાંત પડ્યો

  ખાખીની લાલ આંખ જોતા જ પોલીસ પર રૂઆબ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા ટોળાના પગ ઢીલા થઇ ગયા હતા. શાંતિથી સમજાવટ છતાં ટોળામાં રહેલા કેટલાક લોકો મઝહબના નામે માથાકૂટ કરવાનો પ્રયત્ન કરતા પોલીસે પણ બળપ્રયોગ કરવાની તૈયારી દર્શાવી દેતા અંતે મુસ્લિમ પક્ષે પીછેહઠ કરવી પડી.

  - Advertisement -

  છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં સતત શાંતિ ડહોળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો કરવાની અને પાદરમાં ઈદના જુલુસમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવકો સાથે અભદ્રતા, તેમજ નર્મદાના સેલંબામાં બજરંગદળની શૌર્ય યાત્રા પર મુસ્લિમો દ્વારા થયેલા પથ્થરમારાની ઘટના બાદ હવે રાજકોટથી પણ ઈદના જુલુસમાં હોબાળો થયો હોવાના સમાચાર મળ્યા છે. શહેરમાં નીકળેલા ઈદના જુલુસમાં રાત્રે 10 વાગ્યા બાદ પોલીસે ડીજે વગાડતા અટકાવતાં મુસ્લિમ યુવકોએ મઝહબી નારાબાજી કરી પોલીસ પર હાવી થવાનો પ્રયત્ન કર્યો હતો.

  મળતી માહિતી અનુસાર, રાજકોટમાં મુસ્લિમો દ્વારા મોહમ્મદ પયગંબરના જન્મદિવસની ઉજવણી કરવા એક જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલુસ આખા શહેરમાં ફરી રહ્યું હતું. દરમ્યાન રાત્રિના 10 વાગ્યે જુલુસ શહેરના ત્રિકોણ બાગ ખાતે પહોંચ્યું હતું. રાત્રે 10 પછી મોટા અવાજે લાઉડસ્પીકર ન વગાડવાની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અનુસંધાને હાજર પોલીસ અધિકારીઓએ આયોજકોને ડીજે બંધ કરવાની સૂચના આપતાં જુલુસમાં આવેલા મુસ્લિમ યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને નારાબાજી કરીને પોલીસ પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

  ઉલ્લેખનીય છે કે આ ઘટના દરમિયાન હાજર A ડિવીઝન પોલીસની સંખ્યા ખૂબ જ ઓછી હતી, બીજી તરફ જુલુસમાં રહેલા લોકોએ ઓછી પોલીસ જોઈને તેમના પર રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો. ટોળાએ પોલીસ સામે જ રસ્તા પર વાહનો ઉભા રાખી નારાબાજી શરૂ કરી દીધી. હાજર પોલીસ અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, પણ પોતાનું સંખ્યાબળ વધારે હોવાના કારણે મુસ્લિમ યુવકોમાં વધુ જોમ ભરાયું હતું. બીજી તરફ A ડિવીઝન પોલીસે સમય સૂચકતા વાપરી કંટ્રોલ રૂમને જાણ કરતાં ડીસીપી સુધીર દેસાઈ સહિત ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે આખા શહેરની પોલીસ ત્રિકોણ બાગ ખાતે ખડકી દેવામાં આવી હતી.

  - Advertisement -

  ખાખીની લાલ આંખ જોતાં જ પોલીસ પર રૂઆબ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા ટોળાના પગ ઢીલા થઇ ગયા હતા. શાંતિથી સમજાવટ છતાં ટોળામાં રહેલા કેટલાક લોકો મઝહબના નામે માથાકૂટ કરવાનો પ્રયત્ન કરતા પોલીસે પણ બળપ્રયોગ કરવાની તૈયારી દર્શાવી દેતા અંતે જુલુસમાં આવેલ લોકોએ પીછેહઠ કરવી પડી હતી. પોલીસે પોતાનો અસલ મિજાજ બતાવતાની સાથે જ ડીજે બંધ કરી દેવામાં આવ્યું અને ત્રિકોણ બાગથી શાંતિપૂર્ણ રીતે જુલુસ રવાના કરી દેવામાં આવ્યું હતું.

  આ મામલે રાજકોટ પોલીસે જણાવ્યું હતું કે સમજાવટ બાદ સામાજિક આગેવાનોએ સહયોગ આપ્યો અને સાથે રહીને જુલુસને લઇ જવામાં મદદ કરી છે, આ દરમિયાન કોઈ અણબનાવ ન બન્યો હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાથે જ પોલીસે તેમ પણ જણાવ્યું હતું કે ગાઈડલાઈન્સ મુજબ રાત્રે 10 વાગ્યા બાદ ડીજે બંધ કરાવવામાં આવ્યું છે અને આમાં સમય બાબતે કોઈ જ ગેરસમજ નથી થઇ. ડીજે બંધ કરાવીને જુલુસ શાંતિપૂર્વક રીતે પસાર થઇ ગયું હોવાનું પણ પોલીસે ઉમેર્યું હતું.

  વડોદરા અને નર્મદામાં મુસ્લિમ ટોળાનો પથ્થરમારો

  ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે (28 સપ્ટેમ્બર, 2023) વડોદરાના સાવલી તાલુકાના મંજુસરમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં અમુક હિંદુઓને ઈજા પહોંચી તો ગણેશજીની પ્રતિમા પણ ખંડિત થઈ હતી. આ મામલે પોલીસે 18 ઇસમો સામે નામજોગ અને બાકીના 30 લોકોનાં ટોળાં સામે FIR દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, પથ્થરમારો કરનારા 5 આરોપીઓને ઝડપ્યા હતા.

  આ ઉપરાંત પાદરમાં શુક્રવારે (29 સપ્ટેમ્બર, 2023) આયોજિત ઈદના જુલુસમાં હિંદુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું. ફરિયાદ છે કે શહેરમાંથી પસાર થતું જુલુસ જ્યારે અંબાજી મંદિર પાસે પહોંચ્યું ત્યારે અમુક મુસ્લિમ યુવકોએ હિંદુ યુવકો સાથે માથાકૂટ કરી હતી અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. ત્યારબાદ હિંદુઓ મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ દાખલ કરાવી હતી.

  આટલું જ નહીં, નર્મદા જિલ્લાના હિંદુ સંગઠનો દ્વારા આયોજીત શૌર્યયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ સમુદાયના લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને પથ્થરો વરસાવવા માંડ્યા હતા. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ટોળું શૌર્યયાત્રા પર પથ્થરો ફેંકતું જોવા મળે છે. એક વીડિયોમાં મસ્જિદ નજીકથી પથ્થર ફેંકાતા જોવા મળ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં