Tuesday, May 7, 2024
More
    હોમપેજગુજરાતહિંદુઓની વધુ એક યાત્રા પર હુમલો: નર્મદાના સેલંબામાં બજરંગ દળની શૌર્યયાત્રા પર...

    હિંદુઓની વધુ એક યાત્રા પર હુમલો: નર્મદાના સેલંબામાં બજરંગ દળની શૌર્યયાત્રા પર મુસ્લિમ ટોળાનો પથ્થરમારો, દુકાનો સળગાવાઈ; પોલીસ ઘટનાસ્થળે

    શૌર્યયાત્રા સેલંબામાંથી પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ વિસ્તારમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ટોળું યાત્રા પર પથ્થરો ફેંકતું જોવા મળે છે.

    - Advertisement -

    નર્મદા જિલ્લાના સેલંબામાં હિંદુ સંગઠનો દ્વારા આયોજીત શૌર્યયાત્રા પર પથ્થરમારો થવાની ઘટના બની છે. યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ સમુદાયના લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને પથ્થરો વરસાવવા માંડ્યા હતા. આ દરમિયાન આગચંપીની ઘટના બની હોવાનું પણ કહેવાય છે.

    જાણવા મળ્યા અનુસાર, સેલંબામાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કુઈડા ગામથી નીકળીને સેલંબા પહોંચવાની હતી. યાત્રા સેલંબામાંથી પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ વિસ્તારમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ટોળું શૌર્યયાત્રા પર પથ્થરો ફેંકતું જોવા મળે છે. એક વીડિયોમાં મસ્જિદ નજીકથી પથ્થર ફેંકાતા જોવા મળે છે. 

    યાત્રા પર હુમલો થતાં જ પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હોવાનું કહેવાય છે. બીજી તરફ, તોફાન દરમિયાન એક-બે દુકાનોમાં આગ લગાડી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    હાલ નર્મદા એલસીબી અને એસઓજીની ટીમો સેલંબામાં ગોઠવી દેવામાં આવી છે તેમજ DYSP સહિતના પોલીસ અધિકારીઓ પણ સ્થળે પહોંચ્યા છે. હાલ શાંતિ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે તેમજ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં