Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો વિરોધઃ દલિત સંગઠન દ્વારા દિવાલો પર...

  રાજસ્થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો વિરોધઃ દલિત સંગઠન દ્વારા દિવાલો પર કાળા રંગથી ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લખાયા

  દીવાલ પર કાળા રંગથી જીતેન્દ્ર મેઘવાલ, કાર્તિક ભીલ, ઈન્દ્ર મેઘવાલ અને ઓમપ્રકાશ રેગરને ન્યાય આપવા અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં આ ચાર મામલાઓએ આગ પકડી હતી જેના કારણે રાજસ્થાન સરકારની ટીકા પણ થઇ હતી. 

  - Advertisement -

  કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. દક્ષિણ ભારતથી શરુ કરેલી આ યાત્રા હવે રાજસ્થાન પહોચી છે. જો કે આ યાત્રા શરુથી જ વિવાદોમાં રહી છે. યાત્રામાં ટુકડે ટુકડે ગેંગના સભ્યોના ફોટા વાયરલ થતા પણ વિવાદ સર્જાયો હતો. રાહુલ ગાંધી ગુજરાત ચુંટણીમાં નિષ્ક્રિય રહ્યા હતા પરંતુ તેનો કથિત સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર સાથેનો ફોટો ગુજરાત ચુંટણીનો મુદ્દો બન્યો હતો. 

  રાજસ્થાન પહોચેલી રાહુલ ગાંધીની યાત્રાનો આજે 9મો દિવસ છે, આ યાત્રા સવાઈમાધોપુર જિલ્લાના ખંડેરના જીનાપુરથી શરૂ થઈ હતી, જે મંગળવારે 22.4 કિલોમીટરનું અંતર કાપશે. રાહુલ ગાંધીની યાત્રાના આગામી સ્થાન દૌસા પહોંચતા પહેલા જ યાત્રાના વિરોધને લઈને હંગામો થયો હતો. મળેલી માહિતી મુજબ, દૌસા જિલ્લા મુખ્યાલયમાં રસ્તાઓની બાજુમાં અને પુલની નીચે ઘણી જગ્યાએ ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લખવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની યાત્રાના રૂટમાં આવતી દીવાલો પર કાળા અક્ષરોમાં “રાહુલ ગાંધી ગો બેક” લખેલું છે. ભીમ આર્મી તરફથી રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

  ભીમ આર્મીએ દલિતોનો અવાજ ઉઠાવતું સંગઠન છે, જે આખા ભારતના સક્રિય છે. વિરોધના કારણો જાણવાના પ્રયત્નો કરતા માહિતી મળી છે કે ગત સમયમાં રાજસ્થાનમાં ઘણા દલિત વ્યક્તિઓની હત્યા થઇ છે અને ઘણી અત્યાચારની ઘટનાઓ પણ સામે આવી છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવાથી ભીમ આર્મીનો આરોપ છે કે તેમને ન્યાય મળ્યો નથી. 

  - Advertisement -

  દીવાલ પર કાળા રંગથી જીતેન્દ્ર મેઘવાલ, કાર્તિક ભીલ, ઈન્દ્ર મેઘવાલ અને ઓમપ્રકાશ રેગરને ન્યાય આપવા અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં આ ચાર મામલાઓએ આગ પકડી હતી જેના કારણે રાજસ્થાન સરકારની ટીકા પણ થઇ હતી. 

  ભારત જોડો યાત્રા વિવાદોમાં આવી હોય આ પહેલો બનાવ નથી. ભારત જોડો યાત્રા તેની ભવ્ય સવલતો માટે પણ વિવાદોમાં રહી હતી. આ ઉપરાંત ઘણી જગ્યાએ ભારત જોડો યાત્રાનું સ્વાગત પણ “મોદી મોદી”ના નારાથી કરવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસને ભારત જોડો યાત્રાથી ફરીથી કોંગ્રેસ ઉભી થાય તેની મોટી આશા છે, પરંતુ નિષ્ણાતોનું માનીએ તો આ યાત્રાથી ખાસ ફાયદો થાય તેમ લાગતો નથી. 

  હમણા થયેલી ચુંટણીઓમાં ગુજરાત અને દિલ્લીમાં કોંગ્રેસની સ્થિતિ ખુબ જ ખરાબ થઇ છે. જ્યારે હિમાચલમાં કોંગ્રેસની વાપસી થઇ હતી. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં