Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ સજા પર સ્ટેની અરજી...

    રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ સજા પર સ્ટેની અરજી સામે વાંધા અરજી રજુ કરી: વધુ સુનાવણી 13 એપ્રિલે

    રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસમાં બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ છે. ત્યારે આ કેસના ફરિયાદી એવા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને કોર્ટ દ્વારા નોટિસ મોકલાઈ હતી. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી આજે કોર્ટમાં જવાબ રજૂ કર્યો. કેસના ફરિયાદી પૂર્ણેશ મોદીને કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેનો જવાબ આજે તેઓ કોર્ટમાં રજૂ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમને થયેલી સજા પર સ્ટે માટેની અરજી કોર્ટમાં કરી હતી જેની સામે પૂર્ણેશ મોદીએ વાંધા અરજી રજૂ કરી હતી.

    રાહુલ ગાંધી સામે ફરિયાદી પૂર્ણેશ મોદી તરફથી એડવોકેટ કેતન રેશમવાલા કોર્ટમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત સુનાવણીમાં સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. અપીલની પ્રોસિડિંગ સુધી સજા પર સ્ટે આપ્યો હતો. આ મામલે આજે બપોરે ફરિયાદી પક્ષ તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ હાથ ધરાવામાં આવશે.

    શું છે આખો મામલો?

    વર્ષ 2019માં એક ચૂંટણી સભામાં બધાં જ મોદી ચોર હોય છે એ બાબતનું નિવેદન કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતનાં ધારાસભ્ય પુર્ણેશ મોદીએ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી હતી. ત્યાર બાદ તેમનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું હતું .

    - Advertisement -

    રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં ચુકાદો સાંભળવા માટે હાજર થયાં ત્યારબાદ જજે તુરંત જ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો અને જણાવ્યું હતું કે રાહુલનાં નિવેદનથી ખરેખર મોદી સમાજની લાગણી દુભાઈ છે આથી તેઓને દોષિત ઠેરવવામાં આવે છે.

    રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસમાં બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ છે. ત્યારે આ કેસના ફરિયાદી એવા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને કોર્ટ દ્વારા નોટિસ મોકલાઈ છે. 

    માનહાનિ કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ મહિનાના જામીન પર રહેલા રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં અપીલ દાખલ કરી છે. જેમાં રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે. આ મામલો સુરતની કઈ કોર્ટમાં જશે તે હજુ સુધી નક્કી થયું નથી. જો કે હવે પછીની સુનાવણી આ કેસમાં 13 એપ્રિલના રોજ રોજ થશે.

    સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યાં છે. સરકાર પક્ષ પણ કેસમાં જોડાયો હોવાના કારણે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને મૂળ ફરિયાદીના વકીલ કેતન રેશમવાલા એક સાથે દલીલો કરશે. અત્યાર સુધી અનેક કેસમાં તેઓ સામ-સામે પણ રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં