Monday, July 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતનો રેસ્ટોરેન્ટ માલિક સરફરાઝ મોહંમદ વેચતો હતો ગૌમાંસની વાનગીઓ, પોલીસે દરોડા પાડી...

  સુરતનો રેસ્ટોરેન્ટ માલિક સરફરાઝ મોહંમદ વેચતો હતો ગૌમાંસની વાનગીઓ, પોલીસે દરોડા પાડી રંગે હાથે ઝડપ્યો, ગૌમાંસ મોકલનાર અંસાર ઉપર પણ ગુનો દાખલ

  સુરતમાં ફરીથી ગૌમાંસ પકડાયું છે. અહીંની એક હોટલમાં તેના ડીપ ફ્રીઝરમાં આ ગૌમાંસ રાખવામાં આવ્યું હતું.

  - Advertisement -

  સુરતની દિલ્હી દસ્તરખાન રેસ્ટોરેન્ટમાં ગૌમાંસની વાનગીઓ વેચાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે, સુરત શહેરના હોળી બંગલા ત્રણ રસ્તા પાસે આવેલી આ હોટલ પર પોલીસે દરોડા પડતા મોટી માત્રામાં ગૌમાંસ ઝડપાયું હતું, પોલીસે રેસ્ટોરેન્ટ માલિક અને ગૌમાંસની તસ્કરી કરનાર ઇસમ વિરીધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  મળતી માહિતી અનુસાર સુરતની લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે, હોડી બંગલા ત્રણ રસ્તા પાસે આવેલી દિલ્હી દસ્તરખાન નામની હોટલમાં વાનગીઓ બનાવવામાં ગૌમાંસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે રેસ્ટોરન્ટમાં રેડ કરી હતી. પોલીસે હોટલના રસોડાની તપાસ કરતા ડીપફ્રીઝમાં સંતાડેલો વાનગી બનાવવા માટે મોકલવામાં આવેલ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હોટલના માલિકાની પૂછપરછ કરતા તેણે પોતાની ઓળખ હોડીબંગ્લા ખાતે આવેલા ગુલશન રીફાઇન એપાર્ટમેન્ટમાં રહેતા સરફરાઝ મોહંમદ વજીર ખાન તરીકે આપી હતી.

  પોલીસે 3. 6 હજારની કિંમતનો 60 કિલો ગૌમાંસના જથ્થા અંગે પૂછપરછ કરતા આરોપિત સરફરાઝ મોહંમદ વજીર ખાને આ ગૌમાંસ અન્સાર નામનો ખાટકી આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જપ્ત કરાયેલા માંસના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા બાદ તે ગૌમાંસ હોવાનું સામે આવતા પોલીસે હોટલ માલિક સરફરાઝ મોહંમદ વજીર ખાન અને હોટલ માલિકને ગૌમાંસ વેચનાર ખાટકી અન્સાર વિરૂદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરીછે.

  - Advertisement -

  અગાઉ પણ સુરતમાં ગૌમાંસને લઈને ચોંકાવનારી ઘટના ઘટી હતી

  નોંધનીય છે કે થોડા સમય આગાઉ સુરતમાંથી જ ગૌમાંસને લગતા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા જેમાં સુરતના ઉધના વિસ્તારના પટેલનગરમાં બે મહિના અગાઉ ગળે ફાંસો ખાઈ 24 વર્ષના એક પરપ્રાંતીય યુવાને આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મરનાર યુવાનને તેની મુસ્લિમ પત્ની સોનમ અલી અને તેના ભાઈ મુખ્તાર અલી ગૌમાંસ ખવડાવી, ત્રાસ આપી, ધમકી અપાતી હતી. હતાશામાં યુવાને આત્મહત્યા કરી લીધી હતી. આ હકીકતના આધારે ઉધના પોલીસે પત્ની અને તેના ભાઈ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

  આત્મહત્યા પહેલા રોહિતે પોતાના ફેસબુક એકાઉન્ટ પાર જાતે લખેલી એક સ્યુસાઇડ નોટ મૂકી હતી. વતનના એક મિત્ર મારફતે રોહિતના ભાઈને તેના આપઘાતની ખબર પડી હતી. જે બાદ મૃતકની માટે સોનમ અને તેના ભાઈ મુખ્તાર વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  પોતાની સ્યુસાઇડ નોટમાં રોહિતે હિન્દીમાં લખ્યું હતું, “આજ મેં ઇસ દુનિયા કો છોડકે જા રહા હું. મેરી મોતકે કારણ મેરી બીવી સોનમ ઔર ઉસકા ભાઈ મુખ્તાર અલી હૈ. મેરે સભી દોસ્તો સે અનુરોધ હૈ આપ લોગ મુજે ઇન્સાફ દિલાના. મુજે જાણશે મારનેકી ધમકી દેકર મુજે ગૌમાંસ ખિલાયા ગયા, અબ મેં દુનિયામેં જીને કે લાયક નહિ હું. ઇસી લિએ મેં આત્મહત્યા કરીને જા રહા હું. આપકા આપના રોહિત સિંઘ.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં