Monday, September 16, 2024
More
    હોમપેજક્રાઈમપત્ની સોનમ અલી અને સાળા મુખ્તાર અલીએ ધમકી આપીને ગૌમાંસ ખવડાવી દેતા...

    પત્ની સોનમ અલી અને સાળા મુખ્તાર અલીએ ધમકી આપીને ગૌમાંસ ખવડાવી દેતા સુરતમાં રોહિતે કરી હતી આત્મહત્યા: 2 મહિના બાદ સ્યુસાઇડ નોટથી થયો ખુલાસો

    રોહિતની માતાની ફરિયાદ મુજબ રોહિતના મૃત્યુની ખબર તેની પત્ની સોનમે પરિવારને આપી ન હતી અને અંતિમ સંસ્કાર પણ મકાન માલિક પાસે કરાવી દેવડાવ્યા હતા. બે મહિના બાદ પરિવારજનોને સોશિયલ મીડિયાના મિત્ર મારફતે રોહિતના આપઘાતની ખબર પડી હતી.

    - Advertisement -

    સુરતના ઉધના વિસ્તારના પટેલનગરમાં બે મહિના અગાઉ ગળેફાંસો ખાઈ 24 વર્ષના એક પરપ્રાંતીય યુવાને આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મરનાર યુવાનને તેની મુસ્લિમ પત્ની સોનમ અલી અને તેના ભાઈ મુખ્તાર અલી ગૌમાંસ ખવડાવી, ત્રાસ આપી, ધમકી અપાતી હતી. હતાશામાં યુવાને આત્મહત્યા કરી લીધી હતી. આ હકીકતના આધારે ઉધના પોલીસે પત્ની અને તેના ભાઈ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

    ઉધના વિસ્તારમાં બે મહિના પહેલા એક યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે તે સમયે લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી. ત્યારે પોલીસે જણાવ્યું કે મૃતકના બીજા લગ્ન છ મહિના પહેલા જ થયા હતા અને યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

    2 મહિના પહેલા કર્યો હતો આપઘાત

    આ કેસ અંગે પોલીસનું કહેવું છે કે, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં ઉધના પટેલનગર પ્લોટ નં.122 માં રહેતા તેમજ સંચાખાતામાં કામ કરતા 24 વર્ષીય રોહિત અજીત પ્રતાપસિંગે ગત 27 જુનની બપોરે 2.30 વાગ્યે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઉધના પોલીસે પહેલા તો અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

    - Advertisement -

    તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે રોહિતને પોતાના નજીકમાં જ મુક્તાર જાકીર અલી સાથે રહેતી મૂળ ઉત્તરપ્રદેશના ઔરૈયા જીલ્લાના લાહરાપુરના કરચાલાની મુસ્લિમ યુવતી સોનમ સાથે પ્રેમ સંબંધ હતો. તેમણે થોડા સમય પહેલા જ લગ્ન પણ કર્યા હતા. જોકે, રોહિત હિન્દુ હોવા છતાં તેને સોનમ અને મુખ્તારે ગૌમાંસ ખવડાવી, ત્રાસ આપી, ધમકી આપતા તેણે આત્મહત્યા કરી હતી.

    ફેસબુક પર મુકેલ સ્યુસાઇડ નોટ દ્વારા 2 મહિને થયો ખુલાસો

    આત્મહત્યા પહેલા રોહિતે પોતાના ફેસબુક એકાઉન્ટ પાર જાતે લખેલી એક સ્યુસાઇડ નોટ મૂકી હતી. વતનના એક મિત્ર મારફતે રોહિતના ભાઈને તેના આપઘાતની ખબર પડી હતી. જે બાદ મૃતકની માટે સોનમ અને તેના ભાઈ મુખ્તાર વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    પોતાની સ્યુસાઇડ નોટમાં રોહિતે હિન્દીમાં લખ્યું હતું, “આજ મેં ઇસ દુનિયા કો છોડકે જા રહા હું. મેરી મોતકે કારણ મેરી બીવી સોનમ ઔર ઉસકા ભાઈ મુખ્તાર અલી હૈ. મેરે સભી દોસ્તો સે અનુરોધ હૈ આપ લોગ મુજે ઇન્સાફ દિલાના. મુજે જાણશે મારનેકી ધમકી દેકર મુજે ગૌમાંસ ખિલાયા ગયા, અબ મેં દુનિયામેં જીને કે લાયક નહિ હું. ઇસી લિએ મેં આત્મહત્યા કરીને જા રહા હું. આપકા આપના રોહિતસિંઘ.”

    સોનમે રોહિતના પરિવારને તેના મૃત્યુ વિષે જાણ નહોતી કરી

    રોહિતની માતાની ફરિયાદ મુજબ રોહિતના મૃત્યુની ખબર તેની પત્ની સોનમે પરિવારને આપી ન હતી અને અંતિમ સંસ્કાર પણ મકાન માલિક પાસે કરાવી દેવડાવ્યા હતા. બે મહિના બાદ પરિવારજનોને સોશિયલ મીડિયાના મિત્ર મારફતે રોહિતના આપઘાતની ખબર પડી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં