Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા રામનવમી હિંસા મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની ધારા 295A ઉમેરી: તલવાર...

    વડોદરા રામનવમી હિંસા મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની ધારા 295A ઉમેરી: તલવાર લઈને ફરતા ઇસ્તિયાન શેખ સહીત વધુ 12 ઉપદ્રવીઓ ઝડપાયા

    વડોદરા રામનવમી હિંસામાં તલવાર લઈને ફરતા ઇસ્તિયાન ઇલ્યાસ શેખ પાસેથી તેણે સાથે રાખેલી તલવાર પોલીસે જપ્ત કરી છે. ઇસ્તિયાન વિરુદ્ધ સાર્વજનિક રીતે હથિયાર રાખવાની કલમો અનુસંધાન પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    વડોદરા રામનવમી હિંસામાં પોલીસે તલવાર લઈને ફરતા ઇસ્તિયાન ઇલ્યાસ શેખ સહીત વધુ 12ને ઝડપ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, આ ધરપકડ SIT દ્વારા કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ IPCની ધારા 295A (કોઈ પણ વર્ગ કે ધર્મનુ અપમાન અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદે કરાયેલા કૃત્યો) ઉમેરાઈ છે. આ ઉપરાંત ફતેપુરા વિસ્તારમાં એક મસ્જીદ પરથી પથ્થરમારો કરનાર 2 સગા ભાઈઓને પણ પોલીસે ઝડપી પડયા છે.

    મળતા અહેવાલો અનુસાર વડોદરા રામનવમી હિંસામાં તલવાર લઈને ફરતા ઇસ્તિયાન ઇલ્યાસ શેખ પાસેથી તેણે સાથે રાખેલી તલવાર પોલીસે જપ્ત કરી છે. ઇસ્તિયાન વિરુદ્ધ સાર્વજનિક રીતે હથિયાર રાખવાની કલમો અનુસંધાન પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝડપાયેલા 12 આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ સામે આવેલા પુરાવાઓના આધાર પર તેમના વિરુદ્ધ પોલીસે આઈપીસીની ધારા 295A પણ જોડી હતી.

    ઉલ્લેખનીય છે કે વડોદરા (Vadodara) શહેરમાં રામનવમીના દિવસે ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો (Stone Pelting) થયા બાદ આ કૃત્યને અંજામ આપનારા ઉપદ્રવીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. અગાઉ 5 મહિલાઓ સહિત 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ અન્ય કેટલાક આરોપીઓ પોલીસને હાથ લાગ્યા છે. જેમાં મસ્જિદ પર ચડીને પથ્થરમારો કરનાર ઈસમ પણ સામેલ છે.

    - Advertisement -

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ આ ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. જેમાં એક વિડીયોમાં એક શખ્સ મસ્જિદ પર ચડીને પથ્થર ફેંકતો જોવા મળ્યો હતો. વડોદરા પોલીસ બે દિવસની તેની શોધખોળ કરી રહી હતી. આખરે રવિવારે (2 એપ્રિલ, 2023) તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેની ઓળખ નોમાન લિયાકત શેખ તરીકે થઇ છે.

    SITએ નોમાનના ભાઈ ફૈઝ શેખની પણ ધરપકડ કરી હતી. તોફાનો દરમિયાન ઇસ્તિયાન ઇલ્યાસ શેખ હાથમાં ખુલ્લી તલવાર લઈને, ચહેરા પર બુકાની બાંધીને ફરતો જોવા મળ્યો હતો. પાંજરીગર મહોલ્લામાં શોભાયાત્રા પર હુમલો થયા બાદ ઇસ્તિયાન ઇલ્યાસ શેખ હાથમાં તલવાર લઈને ફરતો જોવા મળ્યો હતો. તેની પણ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી. આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં