Thursday, May 2, 2024
More
    હોમપેજદેશસ્વતંત્રતા દિવસ 2023: સ્વામી દયાનંદ સરસ્વતીથી લઈને રાણી દુર્ગાવતી- રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન...

    સ્વતંત્રતા દિવસ 2023: સ્વામી દયાનંદ સરસ્વતીથી લઈને રાણી દુર્ગાવતી- રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહાપુરૂષો અને સ્ત્રીઓનો કર્યો ઉલ્લેખ

    વડાપ્રધાન નરેદ્ર મોદીએ પરંપરાગત રીતે દિલ્હી સ્થિત લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેશને સંબોધન આપ્યું હતું. આ દરમિયાન કુદરતી આપદાઓ ઉપરાંત મણીપુર હિંસાથી માંડીને પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાપુરુષો અને સ્ત્રીઓનો પણ કર્યો ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -

    77મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની શરૂઆત થઇ ચૂકી છે. વડાપ્રધાન નરેદ્ર મોદીએ પરંપરાગત રીતે દિલ્હી સ્થિત લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન કુદરતી આપદાઓ ઉપરાંત મણીપુર હિંસાથી માંડીને પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાપુરુષો અને સ્ત્રીઓનો પણ કર્યો ઉલ્લેખ કર્યો હતો.

    રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાપુરુષો અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “આજે 15મી ઓગસ્ટ,મહાન ક્રાંતિકારી અને આધ્યાત્મક જીવનના ઋષિતુલ્ય પ્રણેતા શ્રી અરબિંદોની 150મી જયંતી પૂર્ણ થઇ રહી છે. આ વર્ષ સ્વામી દયાનંદ સરસ્વતીનું 150મી જયંતીનું વર્ષ છે. આ વર્ષ રાણી દુર્ગાવતીની 500મી જન્મતિથિનું ખુબજ પવિત્ર વર્ષ છે જેને આખો દેશ ધામધૂમથી ઊજવવાનો છે.”

    પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીરાબાઈનો ઉલ્લેખ કરતા પણ કહ્યું હતું કે, આ વર્ષ ભક્તિ યુગના શિરમોર મીરાબાઈના 525 વર્ષનો પણ પર્વ છે. અગામી 26 જાન્યુઆરી વિશે કહેતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, “આ વખતે જયારે 26મી જાન્યુઆરી આપણે ઉજવીશું તે આપણા ગણતંત્ર દિવસની 75મી વર્ષગાંઠ હશે. અનેક પ્રકારે અનેક અવસરો અનેક સંભાવનાઓ ક્ષણ ક્ષણ નવી પ્રેરણા, નવી ચેતના, નવા સપના અને નવા સંકલ્પ આપશે, કારણકે તેનાથી મોટો બીજો કોઈ અવસર ન હોઈ શકે.”

    - Advertisement -

    આ ઉપરાંત વડાપ્રધાને પોતાના વક્તવ્યમાં વડાપ્રધાને તાજેતરમાં ઘટેલી કુદરતી અપદાઓ સાથે મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મણીપુરને લઈને તેમણે કહ્યું હતું કે, “છેલ્લા કેટલાંક અઠવાડિયામાં ઉત્તર-પૂર્વ અને ખાસ કરીને મણિપુરમાં જો હિંસાનો દોર ચાલ્યો, અનેક લોકોએ જીવન ગુમાવવું પડ્યું, મા-દીકરીઓના સન્માન સાથે ખિલવાડ થઇ. પરંતુ થોડા દિવસોથી શાંતિના સમાચાર આવી રહ્યા છે. દેશ મણિપુરના લોકો સાથે છે, લોકોએ છેલ્લા થોડા દિવસોથી જે શાંતિ જાળવી રાખી છે તેને આગળ વધારે અને શાંતિથી જ સમાધાન નીકળશે. કેન્દ્ર અને રાજ્ય મળીને એ સમસ્યાઓના સમાધાન માટે સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં