Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશસપ્ટેમ્બરમાં અમેરિકાની યાત્રાએ જઈ શકે PM મોદી, ન્યૂ યોર્કમાં આયોજિત UNના વિશેષ...

    સપ્ટેમ્બરમાં અમેરિકાની યાત્રાએ જઈ શકે PM મોદી, ન્યૂ યોર્કમાં આયોજિત UNના વિશેષ સંમેલનમાં લેશે ભાગ: અન્ય પણ અનેક કાર્યક્રમો આયોજિત

    PM મોદીની ન્યૂ યોર્ક જવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ક્વાડ સંમેલન ન્યૂ યોર્કમાં થનારા સંમેલનની આસપાસના સમયમાં જ થવાની શક્યતા છે.

    - Advertisement -

    સતત ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ PM નરેન્દ્ર મોદી (Narendra Modi) આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ન્યૂ યોર્ક (New York) જશે એવી માહિતી સામે આવી છે. PM મોદી સંયુક્ત રાષ્ટ્રસંઘની ભવિષ્ય અંગેના સંમેલનમાં ભાગ લેવા ન્યૂ યોર્ક જવાના છે. PM મોદી સાથે વિશ્વના ઘણા દેશોના પ્રતિનિધિઓ પણ આ સંમેલનમાં હાજરી આપવાના છે.

    મળેલી માહિતી અનુસાર સપ્ટેમ્બર 22 અને 23 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત થવાનું છે. આ સંમેલનમા વિશ્વભરના દેશો ભવિષ્યને લગતી બાબતો અને મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ દરમિયાન PM મોદી પણ ઘણા દેશોના નેતાઓ સાથે વાતચીત કરવાના છે. તથા ન્યૂ યોર્કમાં યોજાનારા ભારતીય કાર્યક્રમોમાં પણ હાજરી આપી લોકોને સંબોધિત કરવાના છે.

    UN અનુસાર આ સમિટ દરમિયાન વિશ્વના દેશોના નેતાઓ વર્તમાન અને ભવિષ્યના વધારે સારા રક્ષણ કરવા અંગેની બાબતો પર આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ અંગે વિચારણા કરશે. ઉપરાંત UNએ (United Nations) એમ પણ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સહકાર માટે આ આવશ્યક છે. અવિશ્વાસના માહોલમાં કોઈનું અસ્તિત્વ ટકી શકતું નથી. સમિટ ઓફ ધ ફ્યુચર વિશ્વના દેશોને ફરીથી પાટા પર લાવી શકે એમ છે.

    - Advertisement -

    ભારતમાં યોજાશે ક્વાડ સંમેલન

    PM મોદીની ન્યૂ યોર્ક જવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ક્વાડ સંમેલન (Quad Convention) ન્યૂ યોર્કમાં થનારા સંમેલનની આસપાસના સમયમાં જ થવાની શક્યતા છે. આ વર્ષે ભારતને ક્વાડ સંમેલનના યજમાન બનવાનો અવસર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સંમેલનની યજમાની ભારત જાન્યુઆરીમાં કરવાનું હતું પરંતુ અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારત ન આવી શક્યા તેથી ત્યારે આ સંમેલન થઈ શક્યું નહોતું.

    ત્રીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ મોદી ઈટાલી (Italy), રશિયા (Russia) અને ઓસ્ટ્રેલિયાની (Australia) યાત્રાએ પણ જઈ આવ્યા છે. ઈટાલીમાં G7 સમિટ યોજાયું હતું, ભારત G7નો સભ્ય દેશ ન હોવા છતાં ભારતને તેનું આમંત્રણ મળ્યું હતું. આ દરમિયાન PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વિશ્વના દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

    આ બાદ તેમની બીજી વિદેશ યાત્રા રશિયા ખાતે થઈ હતી. ત્યાં પણ PM મોદીનું ભવ્ય સ્વાગત થયું હતું. રાષ્ટ્રપતિ પુતીને તેમને વ્યક્તિગત ભોજન માટે આમંત્રિત કર્યા હતા. આ યાત્રા દરમિયાન PM મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે પણ પુતિન સાથે વાત કરી હતી, ત્યારે વિશ્વના દેશોએ ભારત તરફ એક આશાભરી નજરે જોયું હતું કે એક માત્ર ભારત જ છે જે આ યુદ્ધ રોકાવી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં