Sunday, October 13, 2024
More
    હોમપેજદેશરામલલાને દર્શન વખતે ક્યા પડી હતી પહેલી નજર, PM મોદીએ પ્રાણપ્રતિષ્ઠા સમારોહનો...

    રામલલાને દર્શન વખતે ક્યા પડી હતી પહેલી નજર, PM મોદીએ પ્રાણપ્રતિષ્ઠા સમારોહનો જણાવ્યો કિસ્સો: કહ્યું- પ્રથમ દ્રષ્ટિ પ્રભુના ચરણો પર, બીજી ભગવાનની આંખો પર

    PM મોદીએ કહ્યું કે, "રામલલાને જોઈને પહેલી નજર તેમના ચરણોમાં પડી હતી અને બીજી નજર તેમની આંખો પર ગઈ હતી. ત્યાં જ હું અટકી ગયો હતો. કેટલાક સમય સુધી તો મારુ સંપૂર્ણ ધ્યાન બસ રામલલા પર જ હતું. મારા મનમાં વિચાર-ભાવ પ્રગટ થયા કે, રામલલાજી મને કહી રહ્યા છે કે, હવે સ્વર્ણિમ યુગ શરૂ થયો છે."

    - Advertisement -

    દેશમાં ચૂંટણીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ પણ 31 માર્ચના રોજ મેરઠથી ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. મેરઠમાં તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, RLDના અધ્યક્ષ જયંત ચૌધરી અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત હતા. રેલીને સંબોધિત કર્યા બાદ PM મોદીએ તમિલ ચેનલ Thanthi TVને ઇન્ટરવ્યૂ આપ્યું છે. આ દરમિયાન તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, રામલલાને જોઈને પહેલી નજર ક્યા પડી હતી. તેના જવાબમાં તેમણે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કિસ્સો જણાવ્યો હતો.

    31 માર્ચના રોજ PM મોદીએ ચૂંટણી પહેલાં સૌપ્રથમ તમિલ ચેનલ Thanthi TVને ઇન્ટરવ્યૂ આપ્યું છે. આ દરમિયાનત તેમને અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા સમારોહને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, રામલલાને જોઈને પહેલી નજર ક્યા પડી હતી. તેના ઉત્તરમાં PM મોદીએ કહ્યું કે, “રામલલાને જોઈને પહેલી નજર તેમના ચરણોમાં પડી હતી અને બીજી નજર તેમની આંખો પર ગઈ હતી. ત્યાં જ હું અટકી ગયો હતો. કેટલાક સમય સુધી તો મારુ સંપૂર્ણ ધ્યાન બસ રામલલા પર જ હતું. મારા મનમાં વિચાર-ભાવ પ્રગટ થયા કે, રામલલાજી મને કહી રહ્યા છે કે, હવે સ્વર્ણિમ યુગ શરૂ થયો છે. ભારતના દિવસો આવી ગયા છે. ભારત આગળ વધી રહ્યું છે. દર્શન દરમિયાન મને એવું લાગ્યું કે, જાણે હું 140 કરોડ દેશવાસીઓની આંખોના સપના જોઈ રહ્યો છું. એ ક્ષણ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. હું જે વ્યક્તિગત અનુભૂતિ કરી રહ્યો હતો, તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.”

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને વડાપ્રધાન મોદીએ એ પણ જણાવ્યું કે, “મને અયોધ્યા ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું. PMને ઘણા નિમંત્રણ આવે છે, પણ આ નિમંત્રણે મને ચોંકાવી દીધો હતો. જ્યારથી મને આમંત્રણ મળ્યું હતું, ત્યારથી હું એક રીતના આધ્યાત્મિક વાતાવરણમાં ડૂબતો રહ્યો હતો. મારી પાસે આ વર્ણન કરવાના પણ શબ્દો નથી. મે નક્કી કર્યું કે, હું 11 દિવસ સુધી અનુષ્ઠાન કરીશ અને દક્ષિણમાં ભગવાન રામ સાથે સંકળાયેલી જે જગ્યા છે, ત્યાં સમય વિતાવીશ.”

    - Advertisement -

    આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અનેક વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે પોતાની માતા હીરાબેનને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “મારી માતા હંમેશા કહેતી હતી કે, બુદ્ધિથી કામ કરો, પવિત્રતાથી જીવન જીવો. કોઈને નુકશાન ક કરો, ગરીબો માટે કામ કરો.” આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ઓળખ વિશ્વબંધુત્વથી બનેલી છે અને તે જ દિશામાં ભારત આગળ વધી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં