હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ભારત-નેપાળ સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો-મદ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા તમને જણાવી રહ્યા છીએ. આ શ્રેણીનો 22મો રિપોર્ટ:
ઑપઇન્ડિયાની ટીમ નેપાળ સરહદને અડીને આવેલા ભારતના બલરામપુર જિલ્લાના તુલસીપુર વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય કૈલાશનાથ શુક્લાને મળી હતી. અમારી સાથેની વાતચીત દરમિયાન બીજેપી ધારાસભ્યએ એ પણ સ્વીકાર્યું કે નેપાળ બોર્ડર પર માત્ર મુસ્લિમોની વસ્તી જ નથી વધી રહી પરંતુ તેમના પૂજા સ્થાનો પણ વધ્યા છે. ભાજપના ધારાસભ્યએ ખુલ્લેઆમ કબૂલાત કરી હતી કે તેમણે આ બાબતે પૂરતું ધ્યાન આપ્યું નથી અને આ મામલો સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ ઉઠાવવાની જાહેરાત કરી હતી.
હા, સરહદી વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી વધી છે
વિધાનસભ્ય કૈલાશનાથ શુક્લાએ મીડિયામાં ચાલી રહેલા સમાચાર પર મોહર લગાવી છે, જેમાં ભારત-નેપાળ સરહદ પર એકતરફી મુસ્લિમ વસ્તી વધારવાની વાત કહેવામાં આવી છે. તેમણે કહ્યું કે જંગલ અને પહાડી વિસ્તારને કારણે સરહદ પર થઈ રહેલી ગતિવિધિઓ પર સતત નજર રાખવી સરકાર અને વહીવટીતંત્ર માટે પડકારજનક છે. ધારાસભ્યએ એમ પણ કહ્યું કે નેપાળના માર્ગે રાષ્ટ્રવિરોધી શક્તિઓ એક ખાસ વર્ગને મજબૂત કરી રહી છે અને આ ચિંતાનો વિષય છે.
સરહદી વિસ્તારોમાં ઇસ્લામિક ધર્મસ્થાનો વધ્યા છે, મોટાભાગના હિંદુઓ જમીન વેચે છે અને મોટાભાગના મુસ્લિમો ખરીદે છે
અમારી સાથે વાત કરતા ભાજપના ધારાસભ્ય શુક્લાએ કહ્યું કે સરહદી વિસ્તારોમાં માત્ર એકતરફી વસ્તી જ નહી પરંતુ તેની સાથે ધાર્મિક સ્થળો પણ વધ્યા છે. તેમણે કહ્યું કે આ પરિવર્તનના પરિણામે ભારત અને નેપાળની સરહદ પર દાણચોરી જેવા ગુનાઓમાં પણ વધારો નોંધાયો છે. ધારાસભ્યએ સ્વીકાર્યું કે તેમની પોતાની વિધાનસભામાં ઇસ્લામિક ધર્મસ્થાનોની સંખ્યા સામાન્ય કરતાં વધી ગઈ છે.
એક પ્રશ્નના જવાબમાં ધારાસભ્ય કૈલાશનાથ શુક્લાએ કહ્યું કે એ વાત સાચી છે કે સરહદી વિસ્તારના તુલસીપુર વિસ્તારમાં જમીન વેચનારા મોટાભાગના લોકો હિંદુ છે અને જે લોકો તેને ખરીદે છે તે મુસ્લિમ સમુદાયના છે. ધારાસભ્યના મતે તેની પાછળ ઘણા કારણો છે, જેમાં મુખ્ય કારણ આર્થિક છે. તેનું બીજું કારણ આપતાં ધારાસભ્યએ કહ્યું કે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં હિંદુઓ પર ઘણું દબાણ કરવામાં આવે છે અને તે દબાણથી હેરાન થઈને તેઓ તે જગ્યા છોડી દે છે.
બીજેપી ધારાસભ્યએ તેને સ્થળાંતરનું નામ આપ્યું અને કહ્યું કે એક ખાસ વર્ગના લોકો આવા હિજરત કરી રહેલા હિંદુઓની જમીન ખરીદીને માત્ર અમીર બની રહ્યા નથી, પરંતુ અન્ય ઘણી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે.
ચોક્કસ વર્ગે અહીં વસ્તીનું સંતુલન ખોરવ્યું
ધારાસભ્ય કૈલાશનાથ શુક્લાએ અમને જણાવ્યું કે તેમનો જન્મ એક સરહદી વિસ્તારમાં થયો હતો અને બાળપણમાં હિંદુ-મુસ્લિમ વસ્તી સંતુલિત રહેતી હતી. તેમણે કહ્યું કે એક ખાસ વર્ગની વસ્તી ઝડપથી વધી છે અને હવે નેપાળના સરહદી વિસ્તારોમાં જૂનું વસ્તી સંતુલન નષ્ટ થઈ ગયું છે. ધારાસભ્યના કહેવા પ્રમાણે હવે સરહદી વિસ્તારોમાં લવ જેહાદ અને ધર્માંતરણ જેવી ઘટનાઓ સામે આવવા લાગી છે.
આ પરિસ્થિતિ માટે વહીવટી તંત્ર પણ જવાબદાર
સૌથી પહેલા તો પોતાની અજ્ઞાનતા અને ભૂલને ધ્યાનમાં રાખીને ભાજપના ધારાસભ્ય કૈલાશનાથ શુકલાએ નેપાળ બોર્ડર પર હાલની સ્થિતિ માટે સ્થાનિક પ્રશાસનને પણ જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે જો પ્રશાસનિક લોકો સજાગ રહ્યા હોત અથવા તેમણે તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવી હોત તો આજે ભારત-નેપાળ સરહદ પર આવી સ્થિતિ સર્જાઈ ન હોત. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે તેઓ આ અંગે જિલ્લા અને રાજ્યના અધિકારીઓ સાથે વાત કરશે અને વર્તમાન પરિસ્થિતિને ઉકેલવા માટે મહત્તમ પ્રયાસો કરશે.
દરેક નવનિર્મિત ઈબાદદગાહને પ્રાચીન જાહેર કરવામાં આવે છે
કૈલાશનાથ શુક્લાએ કહ્યું કે પહેલા તો સીમાઓ જાણી શકાતી નથી અને જ્યારે નવી મસ્જિદ કે મદરેસા તૈયાર થાય છે ત્યારે તેને ઘણી જૂની જાહેર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે હવે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે વાત કર્યા બાદ તેઓ તેનું મોનિટરિંગ પણ કરાવશે અને ‘ચેક એન્ડ બેલેન્સ’ની ભાવનાથી કામ કરાવશે.
ધારાસભ્ય કૈલાશનાથ શુક્લાએ જણાવ્યું હતું કે બાળપણમાં સમાજમાં જે ભાઈચારો અને સૌહાર્દ રહેતો હતો તે હવે દેખાતો નથી. ધારાસભ્યના જણાવ્યા મુજબ, પહેલા હિન્દુઓ પણ મુસ્લિમોના તહેવારમાં દાન આપતા હતા અને આ દિવસે હિન્દુઓ મુસ્લિમો કરતા વધુ ખુશીથી ઉજવતા હતા. કૈલાશનાથે કહ્યું કે હવે એક ખાસ વર્ગમાં અસંવેદનશીલતા આવી ગઈ છે અને તે વર્ગ દ્વારા સામાજિક સમરસતા બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મઝારો સંપૂર્ણ આયોજન સાથે બનાવવામાં આવે છે, નેપાળ સંબંધિત દરેક કાર્યવાહીની અસર ભારતમાં થશે
બીજેપી ધારાસભ્યએ કહ્યું કે સમાધિઓ બનાવવા માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પહેલા ખાલી પડેલી જમીન જોઈને પછી તેને ઘેરી લઈ ત્યાં અગરબત્તી વગેરે સળગાવવાનું શરૂ કરાય છે. બીજેપી ધારાસભ્યે વધુમાં કહ્યું કે બાદમાં તે જગ્યાએ ગેરકાયદે દબાણ કરવામાં આવે છે.
બીજેપી ધારાસભ્ય કૈલાશનાથે સરહદ પાર નેપાળમાં વધી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે નેપાળમાં જે પણ થશે ભારતમાં તેની અસર ચોક્કસપણે થશે. ધારાસભ્ય શુક્લાના જણાવ્યા અનુસાર, નેપાળની ભારત સાથેની ખુલ્લી સરહદનો પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ દ્વારા દુરુપયોગ થવાની સંભાવના છે.
નેપાળ બોર્ડર વિશે પહેલો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ
ચોથો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ આસ્થાનું કેન્દ્ર હોય કે પંચાયતનું તળાવ… બધે જ મઝારો, શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઈસ્લામિક ધ્વજ
સાતમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તીની અસર યુપીના બલરામપુરમાં
અગિયારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હિંદુ બાળકોના ખતના, મંદિરમાં લગ્ન બાદ લવજેહાદ: નેપાળ સરહદે બલરામપુર જિલ્લામાં વસ્તીના અસંતુલન સાથે વધતા પોક્સો કેસ
બારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ગામડાઓમાં અરબી-ઉર્દૂ લખેલા નળ, યુએઈના નામની મહોર; નેપાળી મુસ્લિમો ઊંચા દરે ખરીદે છે જમીન
પંદરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ફારસીમાં ‘ગરીબ નવાઝ સ્કૂલ’નું બોર્ડ, તેના પર ચાંદ-તારા…’ ઘરો અને દુકાનોમાં લહેરાતા ઇસ્લામિક ધ્વજ, રસ્તાની બાજુમાં આવેલી કબરો
સત્તરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘150 મદરેસા, 200 મસ્જિદો…’ જાણો નેપાળ સરહદથી 15 કિમીની ત્રિજ્યાની સ્થિતિ, સરહદ પરના ગામોની સ્થિતિ જે બની ગયા છે મુસ્લિમ બહુમતીવાળા
ઓગણીસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘નેપાળથી ગુનેગારને પકડવો એ પાકિસ્તાનથી લાવવા બરાબર છે’; સીમા પર તૈનાત ડીએસપીએ કહ્યું- નેપાળ પોલીસ અમારી જેવી સક્રિયતા બતાવતી નથી
વીસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: રામજન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષનું મંદિર લેન્ડ જેહાદનો ભોગ બન્યું: સીમા યુપી-નેપાળની… પરંતુ જમીન કબજે કરવા માટે મોડેલ પેલેસ્ટાઈનનું
એકવીસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘મસ્જિદ, મદ્રેસાઓ અને મજાર ઠેકાણાં, બહારના લોકોનો પણ ધસારો’: ભારત-નેપાળ સરહદની બંને તરફ રચાતાં ષડ્યંત્રો