Friday, December 6, 2024
More
    હોમપેજરાજકારણપરિણામો જાહેર થાય એ પહેલા જ મહાવિકાસ અઘાડીમાં CM પદને લઈને બબાલ:...

    પરિણામો જાહેર થાય એ પહેલા જ મહાવિકાસ અઘાડીમાં CM પદને લઈને બબાલ: પાટોલેએ કહ્યું- મુખ્યમંત્રી કોંગ્રેસનો, સંજય રાઉતને પડ્યો વાંધો

    બુધવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે અને 23 નવેમ્બરના રોજ તેનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં જ મહાવિકાસ અઘાડીમાં મુખ્યમંત્રી પદને લઈને ડખા શરૂ થઈ ગયા છે.

    - Advertisement -

    બુધવારે (20 નવેમ્બર) મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly Elections) પૂર્ણ થઈ અને તે સાથે જ એક્ઝિટ પોલ્સ (Exit Polls) આવવાના પણ શરૂ થઈ ગયા હતા. લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં મહાયુતિની સરકાર માટેની આગાહી કરવામાં આવી છે. પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે તે વિશેની ચર્ચા મહાવિકાસ અઘાડીમાં વધુ તીવ્ર બની ગઈ છે. પરિણામ પહેલાં જ મહાવિકાસ અઘાડીમાં CM પદને લઈને યુદ્ધ છેડાઈ ગયું છે. નાના પાટોલેએ (Nana Patole) કોંગ્રેસના (Congress) મુખ્યમંત્રી હોવાની વાત કરી છે તો ઉદ્ધવસેનાના (Shivsena- UBT) સંજય રાઉતે (Sanjay Saut) નાના પાટોલેની તે વાત પર વાંધો દર્શાવ્યો છે.

    ગુરુવારે (21 નવેમ્બર) મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પાટોલેએ મીડિયા સાથે વાત કરી હતી. દરમ્યાન તેમણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્યમંત્રીની વાત છેડી હતી. તેમણે કહ્યું કે, “મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં જ મહાવિકાસ અઘાડીની સરકાર બનશે. મતદાનના જે રુઝાનો આવી રહ્યા છે અને જોવા મળી રહ્યું છે, તેના આધારે રાજ્યમાં કોંગ્રેસના સૌથી વધારે ઉમેદવાર ચૂંટાઈને આવશે અને મહાવિકાસ અઘાડીની સરકાર જ આવશે, તેમાં કોઈ બેમત નથી. આ વાત પથ્થર પર લકીર જેવી છે.”

    આ સાથે જ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પાટોલે ભાજપ પર પ્રહાર કરવાના પણ શરૂ કરી દીધા હતા. તેમણે ભાજપના ઉમેદવારો અને નેતાઓ પર અનેક આરોપો લગાવ્યા હતા અને વોટ જેહાદ જેવી બાબતો વિશે પણ નિવેદન આપ્યા હતા. પરંતુ નાના પાટોલેના કોંગ્રેસના મુખ્યમંત્રી બનવાના નિવેદન પર શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે વાંધો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, એ સાથે બેસીને, ચર્ચા કર્યા બાદ નક્કી થશે.

    - Advertisement -

    શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, “હું નાના પાટોલેના નિવેદનને સ્વીકાર નહીં કરું અને કોઈ અન્ય પણ તેને સ્વીકાર નહીં કરે. અમે એક સાથે બેસીને નિર્ણય કરીશું કે, શું નાના પાટોલેએ આવું કહ્યું છે અને શું નાના પાટોલે પાસે કોંગ્રેસનો કમાન્ડ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કહ્યું છે કે, જો તમે મુખ્યમંત્રી બનવાના છો, તો તેની ઘોષણા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને સોનિયા ગાંધીને કરવી જોઈએ.”

    નોંધવા જેવું છે કે, બુધવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે અને 23 નવેમ્બરના રોજ તેનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં જ મહાવિકાસ અઘાડીમાં મુખ્યમંત્રી પદને લઈને ડખા શરૂ થઈ ગયા છે. જોકે, વાસ્તવિકતા અને મુખ્યમંત્રી પદ તો પરિણામ આવ્યા બાદ જ નક્કી થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં