Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશમોદી સરકારે રદ કર્યા 5.8 કરોડ ફર્જી રેશન કાર્ડ: પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં...

    મોદી સરકારે રદ કર્યા 5.8 કરોડ ફર્જી રેશન કાર્ડ: પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં ડિજિટલાઇઝેશનથી મોટાપાયે સુધાર

    મંત્રાલય દ્વારા આપવામાં આવેલ પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે 80.6 કરોડ લાભાર્થીઓને સેવા આપતી PDS સિસ્ટમમાં સુધારાના ભાગરૂપે, 5.8 કરોડ નકલી રેશન કાર્ડ આધાર કાર્ડ અને ઇલેક્ટ્રોનિક ઇ-કેવાયસી (eKYC) દ્વારા વેરિફિકેશનની સિસ્ટમ દ્વારા દૂર કરવામાં આવશે.

    - Advertisement -

    કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે (Central Food Ministry) બુધવારે એક પ્રેસનોટ (Press Note) આપવામાં આવી હતી. જે અનુસાર સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશનમાં (Digitalization) પ્રયાસોથી દેશમાં પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં (PDS) ઘણા ફેરફારો થયા છે. આ વ્યવસ્થા દ્વારા સરકાર 80.6 કરોડ લાભાર્થીઓને સુવિધાઓ આપે છે. આ સિસ્ટમના કારણે સુવિધાઓ ઘણી સરળ બની છે. ઉપરાંત ડિજિટલાઇઝેશનમાં પ્રયાસોથી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ (Ration Card) રદ કરવામાં આવ્યા છે. આ પ્રેસ રિલીઝ અનુસાર સરકારના પ્રયાસોના કારણે વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષા કાર્યક્રમો માટે નવા ધોરણો સ્થાપિત થયા છે.

    મંત્રાલય દ્વારા આપવામાં આવેલ પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે 80.6 કરોડ લાભાર્થીઓને સેવા આપતી PDS સિસ્ટમમાં સુધારાના ભાગરૂપે, 5.8 કરોડ નકલી રેશન કાર્ડ આધાર કાર્ડ અને ઇલેક્ટ્રોનિક ઇ-કેવાયસી (eKYC) દ્વારા વેરિફિકેશનની સિસ્ટમ દ્વારા દૂર કરવામાં આવશે. નિવેદન અનુસાર, “આ પ્રયાસો પછી થઇ રહેલ ગરબડો નોંધપાત્ર રીતે ઓછી થઈ છે અને યોગ્ય લોકો સુધી લાભ પહોંચાડવામાં સફળતા મળી છે. તેમાંથી 99.8% આધાર સાથે લિંક છે અને 98.7 ટકા લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં આવી છે.”

    98% લાભાર્થીઓને આધાર વેરિફિકેશન દ્વારા વિતરણ

    પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે, “દેશભરમાં વાજબી ભાવની દુકાનો પર 5.33 લાખ ઇ-પીઓએસ સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના દ્વારા અનાજના વિતરણ દરમિયાન આધાર દ્વારા વેરિફિકેશનની સાથે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે યોગ્ય વ્યક્તિને રેશનનું વિતરણ થાય.” મંત્રાલયે કહ્યું, “આજે, વહેંચવામાં આવતા કુલ અનાજમાંથી લગભગ 98 ટકાનું વિતરણ આધાર વેરિફિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આનાથી અપાત્ર લાભાર્થીઓને દૂર કરવામાં અને બ્લેક માર્કેટિંગ ઘટાડવામાં મદદ મળી છે.”

    - Advertisement -

    64% લાભાર્થીઓની eKYC દ્વારા ચકાસણી પૂર્ણ

    ઉલ્લેખનીય છે કે સરકારની eKYC પહેલ દ્વારા કુલ PDS લાભાર્થીઓમાંથી 64%ની ચકાસણી પૂર્ણ થઇ ચુકી છે. બાકીના લાભાર્થીઓના eKYC માટે સમગ્ર દેશમાં રેશનની દુકાનો પર પ્રક્રિયા ચાલી રહી છે. પુરવઠાના મામલે, મંત્રાલયે કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ ખાદ્ય પુરવઠાના રીઅલ-ટાઇમ મોનિટરિંગ માટે સપ્લાય મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે જેમાં અનાજને યોગ્ય સ્થાને મોકલવા માટે રેલવે સાથે સંકલિત વાહન મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજનાએ સમગ્ર દેશમાં રેશન કાર્ડની પોર્ટેબિલિટી શક્ય બનાવી છે.

    ‘એક દેશ એક રેશન કાર્ડ’

    ‘એક દેશ એક રેશન કાર્ડ’ યોજનાએ લાભાર્થીઓને તેમના વર્તમાન કાર્ડનો ઉપયોગ કરીને દેશમાં ગમે ત્યાં રેશન મેળવવાની સુવિધા આપી છે. કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “સરકારે ડિજીટલાઇઝેશન, લાભાર્થીઓની સચોટ ઓળખ અને પુરવઠા પ્રણાલીમાં નવીનતા દ્વારા ખાદ્ય સુરક્ષા પહેલ માટે વૈશ્વિક બેન્ચમાર્ક સેટ કર્યો છે.” ડિજિટલ બદલાવમાં ખરીદીથી માંડીને વિતરણ સુધીની સંપૂર્ણ PDS વ્યવસ્થા સામીલ છે. આનાથી સિસ્ટમમાં નકલી કાર્ડ અને ખોટી એન્ટ્રીઓને દૂર કરતી વખતે વાસ્તવિક લાભાર્થીઓને વિતરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં