Wednesday, December 4, 2024
More
    હોમપેજદુનિયારશિયાએ પહેલી વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલથી યુક્રેન ધુણાવ્યું: પરમાણુ હુમલાની આશંકા વચ્ચે...

    રશિયાએ પહેલી વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલથી યુક્રેન ધુણાવ્યું: પરમાણુ હુમલાની આશંકા વચ્ચે અમેરિકાએ બંધ કર્યું પોતાનું દૂતાવાસ

    રશિયન વાયુસેનાએ 5,800 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી RS-26 રૂબેઝ મિસાઇલ યુક્રેન તરફ ઠોકી છે. આ મિસાઇલનો ઉપયોગ પરમાણુ વિસ્ફોટ માટે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    પરમાણુ હુમલાની (Nuclear Attack) આશંકા વચ્ચે યુક્રેનની (Ukraine) વાયુસેનાએ દાવો કર્યો છે કે, રશિયાએ (Russia) તેના દક્ષિણ અસ્ત્રખાન વિસ્તારમાંથી યુક્રેન પર શક્તિશાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલથી (IBM) હુમલો કરી દીધો છે. યુદ્ધ શરૂ થયા બાદથી આ પ્રથમ વખત છે જ્યારે રશિયાએ લાંબા અંતરની મિસાઈલનો ઉપયોગ કર્યો છે. IBM (Intercontinental Ballistic Missile) એક એવી મિસાઈલ છે, જે એક મહાદ્વીપથી બીજા મહાદ્વીપ પર હજારો માઈલનું અંતર કાપ્યા પછી પ્રહાર કરી શકે છે. રશિયાએ યુક્રેન પર તે જ મિસાઇલથી હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, રશિયન વાયુસેનાએ 5,800 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી RS-26 રૂબેઝ મિસાઇલ યુક્રેન તરફ ઠોકી છે. આ મિસાઇલનો ઉપયોગ પરમાણુ વિસ્ફોટ માટે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. જોકે, રશિયા દ્વારા છોડવામાં આવેલી મિસાઇલમાં પરમાણુ છે કે કેમ તે વિશેની માહિતી હજુ સામે આવી નથી. યુક્રેનની વાયુસેનાએ પણ આ વિશેની કોઈ જાણકારી આપી નથી. સુરક્ષા નિષ્ણાંતોએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, જો હુમલાની પુષ્ટિ થશે તો તે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનો પ્રથમ લશ્કરી ઉપયોગ ગણાઈ જશે.

    નોંધવા જેવું છે કે, યુક્રેને 19 નવેમ્બરના રોજ રશિયા પર અમેરિકા તરફથી મળેલી 6 લાંબા અંતરની મિસાઇલો છોડી હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ તે વિશેની માહિતી આપી હતી. આ સાથે જ રશિયાએ યુક્રેનને NATO દેશોના હથિયારોનો ઉપયોગ ન કરવા માટેની ચેતવણી પણ આપી હતી. અમેરિકી મિસાઇલના હુમલા પછી રશિયાએ તેના પરમાણુ કાયદામાં પણ ફેરફાર કર્યો હતો અને એક નવો નિયમ બનાવ્યો હતો કે, જો બિન-પરમાણુ શક્તિ ધરાવતો દેશ પરમાણુ શક્તિ ધરાવતા દેશને સહકાર આપે છે, તો તેને રશિયા સામે યુદ્ધની ઘોષણા માનવામાં આવશે. રશિયાના પરમાણુ હુમલાના ડરથી અમેરિકાએ કિવમાં પોતાનું દૂતાવાસ પણ બંધ કરી દીધું હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    બીજી તરફ યુરોપિયન દેશો નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડે તેમના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે. સાથે જ જર્મનીએ 8 લાખ નાટો સૈનિકોને એકત્ર કરવાની યોજના તૈયાર કરી છે. દરમિયાન, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઉત્તર કોરિયાના 11,000 સૈનિકો રશિયાને સમર્થન આપવા માટે રવાના થયા છે. હવે રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ ફાયર કરીને અમેરિકાને ગભરાટમાં મુકી દીધું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં