Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રાઉન્ડ રિપોર્ટ: ‘મસ્જિદ, મદ્રેસાઓ અને મજાર ઠેકાણાં, બહારના લોકોનો પણ ધસારો’: ભારત-નેપાળ...

  ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘મસ્જિદ, મદ્રેસાઓ અને મજાર ઠેકાણાં, બહારના લોકોનો પણ ધસારો’: ભારત-નેપાળ સરહદની બંને તરફ રચાતાં ષડ્યંત્રો

  ભારત અને નેપાળ સરહદે ગુનેગારોને શરણ મળતું હોવાના સ્થાનિક હિંદુ નેતાઓના દાવા, કહ્યું- સરકાર વધુ સતર્કતા રાખે એ જરૂરી.

  - Advertisement -

  હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ભારત-નેપાળ સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો-મદ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા તમને જણાવી રહ્યા છીએ શ્રેણીનો 21મો રિપોર્ટ:

  ભારત-નેપાળ સરહદે અમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સીમા જાગરણ મંચ શાખા સાથે જોડાયેલા ઘણા લોકો મળ્યા હતા. અમે તેમની પાસેથી સરહદપાર અને આ તરફની પરિસ્થિતિઓ વિશે જાણકારી મેળવવાના પ્રયાસ કર્યા હતા. ડેમોગ્રાફીમાં ફેરફાર અને તેનાથી ઉદભવેલી સમસ્યાઓને લઈને અમે પ્રાંત યુવા પ્રમુખ વિદ્યાભૂષણ અને બલરામપુર જિલ્લા અધ્યક્ષ ઓમ પ્રકાશ સાથે વાતચીત કરી હતી. 

  બંનેએ સ્વીકાર્યું હતું કે ભારત-નેપાળ સરહદ પર ન માત્ર મસ્જિદ, મદ્રેસાઓ અને ઈબાદતગાહોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ એકતરફી મુસ્લિમ વસ્તી પણ ઝડપથી વધી રહી છે. 

  - Advertisement -

  નેપાળ બોર્ડર પર મોટાભાગનાં ગામ મુસ્લિમ 

  પ્રાંત યુવા પ્રમુખ વિદ્યાભૂષણ સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભારત-નેપાળ સરહદે મોટાભાગનાં ગામો મુસ્લિમ બહુલ છે. આ યાદીમાં તેમણે ટંડવા, બાલાપુર, કનઈડીહ, રણિયાપુર, મોહકમપુર અને ચૈનપુર વગેરે ગામોનો ઉલ્લેખ કર્યો હતો. 

  હવાલાથી મળી રહ્યા છે પૈસા 

  તેમણે જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં હવાલા મારફતે પૈસા આવી રહ્યા છે, જેનો મોટો હિસ્સો ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાય છે. તેમણે જણાવ્યું કે, જે હિસ્સો બચે તેને નળ લગાવવા જેવા સામાજિક કાર્યોમાં ગુનાઓ દબાવવા અને છુપાવવા જેવાં કામોમાં વાપરવામાં આવે છે. તેમણે જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં લોકો સાઉદી જ નહીં પરંતુ ઇરાક અને ઈરાનમાં પણ કમાણી કરવા માટે ગયા છે. 

  ભારત-નેપાળ સરહદે એક ખાસ વિસ્તાર ષડ્યંત્રનો શિકાર 

  ભારતની સરહદ પરથી પાંચ કિલોમીટર અંદર અને એટલો જ હિસ્સો નેપાળ તરફ એક ખાસ ષડ્યંત્રનો શિકાર બની રહ્યો હોવાનું વિધાભૂષણે અમને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ 10 કિલોમીટરમાં મુસ્લિમ વસ્તી વધી રહી છે. તેમણે મસ્જિદો, મદ્રેસાઓ એ મજારોને ઠેકાણાં તરીકે ઉલ્લેખી હતી. એ પણ કહ્યું કે, મદ્રેસાઓમાં બહારના લોકો પણ આવીને રહે છે.

  સરહદ પર ષડ્યંત્રો, તંત્ર મૌન 

  વિદ્યાભૂષણ અનુસાર, જ્યારે કોઈ બહારનો વ્યક્તિ આવે તો એક ષડ્યંત્ર હેઠળ તેનાં આઈડી અને અન્ય દસ્તાવેજો બનાવી દેવામાં આવે છે. તેમણે આને ષડ્યંત્ર ગણાવીને આવા મામલામાં તંત્ર પર મૌન રહેવાના આરોપ લગાવ્યા હતા. 

  તેમણે જણાવ્યું કે, કોઈ ઘટના ઘટે તો જ તંત્ર જાગે છે. તેમણે એમ પણ કહ્યું કે, જો કોઈ અધિકારી સરહદ પર બધું બરાબર હોવાની અને સામાન્ય હોવાની વાત કરે તો તેનો અર્થ એ થાય છે કે તે ખોટું બોલે છે. 

  દેશભરના ગુનેગારોનું આશ્રયસ્થાન 

  વિદ્યાભૂષણે અમને જાણવું હતું કે, દેશના કોઈ પણ ભાગમાં ગુનાઓને અંજામ આપનારાઓને ભારત-નેપાળ સરહદ પર હંમેશા શરણ મળતું રહ્યું છે. તેમણે જણાવ્યું કે, આવું એટલા માટે થાય છે કારણ કે વિષમ પરિસ્થિતિઓમાં તેઓ સરહદ પાર કરીને નેપાળમાં ઘૂસી જાય છે. દિલ્હી અને મુંબઈ જેવાં મોટાં શહેરોમાંથી પણ અનેક ગુનેગારોએ નેપાળ સરહદે શરણ લીધું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. 

  સરકાર સક્રિય ન થાય એટલા માટે અસામાજિક તત્વો મૌન 

  નેપાળ સરહદ પર સાંપ્રદાયિક તનાવ ન જેવો હોવાના કારણે એજન્સીઓ અહીંથી દૂર રહેતી હોવાનું અને તેને એક ષડ્યંત્ર ગણાવીને વિદ્યાભૂષણે જણાવ્યું કે, સરહદ પરના અસામાજિક તત્વો એટલા માટે શાંતિથી પડી રહ્યા છે કારણ કે તેઓ નથી ઇચ્છતા કે કોઈ પણ સુરક્ષા એજન્સી આ વિસ્તારમાં સક્રિય થાય. તેમણે કહ્યું કે, જેવો આ લોકો કોઈ મોટો કાંડ કરશે એવી જ સરકાર તેમની તરફ નજર રાખવા માંડશે અને તેમનો ભાંડો ફૂટી જશે. 

  મુસ્લિમ બહુમતી થવાની કગાર પર બલરામપુર 

  વિદ્યાભૂષણ અનુસાર, વસ્તીના જૂના રેકોર્ડ ચેક કરતાં જાણી શકાય છે કે કઈ રીતે આખા વિસ્તારમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. પાડોશી જિલ્લા સિદ્ધાર્થનગરને વિદ્યાભૂષણે મુસ્લિમ બહુમતી ધરાવતો ગણાવીને કહ્યું કે, હવે બલરામપુર પણ લગભગ મુસ્લિમ બહુમતીવાળો થવાની કગાર પર છે. 

  20 વર્ષોથી નગર નિગમના વિજેતાઓ મુસ્લિમ 

  તેમણે અમને આગળ જણાવ્યું હતું કે, જો કોઈએ જમીની સ્તરે મુસ્લિમ વસ્તી વધતી હોવા અંગે જાણકારી મેળવવી હોય તો તેઓ બલરામપુર ચૂંટણીને ઉદાહરણ તરીકે લઇ શકે છે. 20 વર્ષ પહેલાંનું ઉદાહરણ આપીને તેમણે કહ્યું કે, એક સમયે અહીં હિંદુઓ વિજેતા બનતા હતા પરંતુ છેલ્લાં 20 વર્ષોથી અહીં નગર નિગમની ચૂંટણી માત્ર મુસ્લિમો જ જીતે છે. 

  લવ જેહાદ અને માનવ તસ્કરી 

  વિદ્યાભૂષણે અમને એ પણ જણવ્યું હતું કે, જો સુરક્ષા અને ખુફિયા એજન્સીઓ યોગ્ય તપાસ કરે તો સરહદી વિસ્તારોમાંથી ઘણું સામે આવી શકે તેમ છે. હિંદુઓ અને ખાસ કરીને સરહદ પર વસતા થારુ સમુદાયની યુવતીઓ સાથે માનવ તસ્કરી ચાલતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

  તેમના અનુસાર, તસ્કરીની શિકાર થનારી મોટાભાગની યુવતીઓ લવજેહાદથી તસ્કરોના હાથોમાં ફસાઈને બહારના દેશોમાં વેચાઈ જાય છે. આ ઉપરાંત, પશુઓને પણ નેપાળના રસ્તે બાંગ્લાદેશ કતલ માટે મોકલવામાં આવતાં હોવાનું તેમણે જણાવ્યું હતું. 

  SSBના કારણે સરહદ પારના ઘણા ગુનાઓ અંકુશમાં 

  વિદ્યાભૂષણ તેમજ અન્ય એક સ્થાનિક નાગરિકે અમને જણાવ્યું હતું કે, SSB અને સ્થાનિક પોલીસની કાર્યશૈલીમાં જમીન-આસમાનનું અંતર છે. SSB તહેનાત કરવામાં આવ્યા બાદ સરહદપારના ઘણા ગુનાઓ અટક્યા હોવાનું કહીને SSBનો તેમના પ્રત્યે વ્યવહાર મિલનસાર અને પારિવારિક હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 

  મોટાભાગની ઈબાદતગાહ માપદંડોથી વિપરીત 

  તેમણે અમને એ પણ જણાવ્યું હતું કે, સરહદ પર બની રહેલી તમામ ઈબાદતગાહ તંત્રના અધિકારીઓની નજરમાં છે પરંતુ તેઓ તેમની સામે કાર્યવાહી કરી રહ્યા નથી. તેમનો દાવો છે કે મોટાભાગની ઈબાદતગાહ માપદંડોથી વિપરીત છે અને તેમનો નકશો જ પાસ કરવામાં આવ્યો નથી. તેમણે આ ગેરકાયદે નિર્માણો પર બુલડોઝર ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

  સંકટકાળ માટેનાં ષડ્યંત્રો છે આ ઈબાદતગાહ 

  વિદ્યાભૂષણે દાવો કર્યો કે, સરહદ પર બની રહેલી ઈબાદતગાહ પાછળ ભવિષ્યનું એક મોટું ષડ્યંત્ર છે. તેમણે કહ્યું કે, ષડ્યંત્ર રચનારાઓને ભવિષ્યમાં દેશમાં ગૃહયુદ્ધની આશા છે. તેમણે એ પણ જણાવ્યું કે, રેલવે સ્ટેશન પાસે બનેલી મજારોથી આ ષડ્યંત્ર રચનારાઓ ભવિષ્યમાં સંકટ સમયે પરિવહન સંસાધનો પર હુમલો કરી શકે છે, જેમાં રેલવે સ્ટેશનને બૉમ્બથી ઉડાવવા સુધીનાં કાવતરાં સામેલ હોય શકે છે. 

  ગત સરકારોમાં ઝડપથી થયું હતું અસંતુલન 

  સીમા જાગરણ મંચના જિલ્લા અધ્યક્ષ ઓમ પ્રકાશે ઑપઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે, સરહદની વર્તમાન હાલત માટે પાછલી સરકારોની નીતિ મહદ્ અંશે જવાબદાર છે. તેમણે એમ પણ કહ્યું કે, સીમા જાગરણ મંચની જવાબદારી જોતાં તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે નેપાળ સરહદ પરના હિંદુ સમાજને વધુ સશક્ત અને સામર્થ્યવાન બનાવવામાં આવે. 

  તેમણે આગળ અમને જણાવ્યું હતું કે તેઓ સરહદ પર રહેતી થારુ જનજાતિને સેનાએ અને પોલીસમાં ભરતી થવા માટે વિશેષ તાલીમ આપી રહ્યા છે. 

  ઑમપ્રકાશ અને વિદ્યાભૂષણે અમને જણાવ્યું કે, સરકારે નેપાળ સરહદે થઇ રહેલી હરકતો પર વિશેષ સતર્કતા દાખવવી જોઈએ. તેમણે ઇતિહાસનાં અમુક ઉદાહરણો ટાંકીને કહ્યું કે, કઈ રીતે મિર્ઝા દિલશાદ બેગ અને રિઝવાન ઝહીર જેવા ગુનેગારો મોટા થતા ગયા અને મંગેર સિંહ જેવા હિંદુવાદી નેતાઓની હત્યા થતી રહી. 

  જોકે, બંનેએ એ પણ સ્વીકાર્યું હતું કે યોગી સરકાર આવ્યા બાદ ઘણો ફેર પડ્યો છે, પરંતુ તેમણે સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સક્રિયતાની આશા વ્યક્ત કરી હતી. આ બંને ઉપરાંત આસપાસના સ્થાનિક લોકોએ પણ કહ્યું કે, વર્તમાન સરકારમાં ઘણું બધું બદલાયું છે પરંતુ હજુ સુધારાની જરૂર છે. 

  નેપાળ બોર્ડર વિશે પહેલો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ 

  બીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઘરો, મસ્જિદ-મદરેસાઓ પર ચાંદ-તારા સાથે લીલો ઝંડો, ધંધા-રોજગારમાં પણ દખલ: મુસ્લિમ વસ્તી વધારામાં સાથે જ નેપાળના કપિલવસ્તુના ‘કૃષ્ણ નગર’ પર ઈસ્લામિક રંગ ચડ્યો

  ત્રીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે નિકાહના ખેલનું ‘દિલ્હી કનેક્શન’, તસ્કર ગેંગ ભારતીય સરહદ પર જોખમરૂપ 

  ચોથો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ આસ્થાનું કેન્દ્ર હોય કે પંચાયતનું તળાવ… બધે જ મઝારો, શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઈસ્લામિક ધ્વજ

  પાંચમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાણા પ્રતાપ સાથે લડેલ થારુ આદિવાસી લોકોનું પ્રભુત્વ ધરાવતા ગામમાં 3 મસ્જિદો, 1 મદરેસા: આ ભારત-નેપાળ સરહદ પર મુસ્લિમ વસ્તીની આ છે ‘પેટર્ન’

  છઠ્ઠો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી મજાર ફરી બનાવી દેવાઈ: નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી

  સાતમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તીની અસર યુપીના બલરામપુરમાં

  આઠમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જગ્યા પર પણ વક્ફની દરગાહ-મજાર: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તી, મુશ્કેલીમાં બૌદ્ધ ધર્મસ્થળ 

  નવમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘2 મિનારા સાથેની મસ્જિદો સ્થાનિક, 1 મિનારાવાળી અરબી નાણાંની … લગભગ દરેક ગામમાં મદરેસાઓ’ – નેપાળ સરહદના મૌલાના કહે છે કે આ કમિશનની રમત છે

  દસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: SB બેઝ કેમ્પ હોય કે રસ્તો, ગામ હોય કે ખેતર…દરેક જગ્યાએ મસ્જિદ-મદ્રેસા અને મજાર: યુપીના બલરામપુરથી નેપાળની ઝરવા બોર્ડર સુધી

  અગિયારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હિંદુ બાળકોના ખતના, મંદિરમાં લગ્ન બાદ લવજેહાદ: નેપાળ સરહદે બલરામપુર જિલ્લામાં વસ્તીના અસંતુલન સાથે વધતા પોક્સો કેસ

  બારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ગામડાઓમાં અરબી-ઉર્દૂ લખેલા નળ, યુએઈના નામની મહોર; નેપાળી મુસ્લિમો ઊંચા દરે ખરીદે છે જમીન

  તેરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નવા બનેલા ઓવરબ્રિજ નીચે મજાર-કર્બલા, રસ્તાના કિનારે મસ્જિદ-મદ્રેસા-દરગાહ: નેપાળના બઢની બોર્ડર હાઈવે પર ‘લીલો રંગ’ હાવી

  ચૌદમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘4 અને 14ની નીતિ એકપક્ષીય રીતે વસ્તી વધારી રહી છે… એક પણ મુસ્લિમ ન હોય તેવા ગામમાં મસ્જિદ બનાવવાનો પ્રયાસ’, યુપી-નેપાળ બોર્ડરથી ખાસ અહેવાલ

  પંદરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ફારસીમાં ‘ગરીબ નવાઝ સ્કૂલ’નું બોર્ડ, તેના પર ચાંદ-તારા…’ ઘરો અને દુકાનોમાં લહેરાતા ઇસ્લામિક ધ્વજ, રસ્તાની બાજુમાં આવેલી કબરો

  સોળમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ’10 કિમીમાં 20 ગામો મુસ્લિમ બહુમતીવાળા, હિંદુઓ દબાઈને તેમના તહેવારો ઉજવે છે’, નેપાળ સરહદના ગામના વડાએ કહ્યું- ગરીબ દેખાતા મુસ્લિમો પાસે પણ અઢળક પૈસા છે

  સત્તરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘150 મદરેસા, 200 મસ્જિદો…’ જાણો નેપાળ સરહદથી 15 કિમીની ત્રિજ્યાની સ્થિતિ, સરહદ પરના ગામોની સ્થિતિ જે બની ગયા છે મુસ્લિમ બહુમતીવાળા

  અઢારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: યુપી-નેપાળ સરહદે ‘સંયુક્ત આરબ અમીરાત એસોશિએશન’ના નળ, સિદ્ધાર્થનગરનું મુસ્લિમ બહુલ બજાર ડુમરિયાગંજ સપ્લાયર; અગાઉ લાગ્યા હતા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા

  ઓગણીસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘નેપાળથી ગુનેગારને પકડવો એ પાકિસ્તાનથી લાવવા બરાબર છે’; સીમા પર તૈનાત ડીએસપીએ કહ્યું- નેપાળ પોલીસ અમારી જેવી સક્રિયતા બતાવતી નથી

  વીસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: રામજન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષનું મંદિર લેન્ડ જેહાદનો ભોગ બન્યું: સીમા યુપી-નેપાળની… પરંતુ જમીન કબજે કરવા માટે મોડેલ પેલેસ્ટાઈનનું

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં