Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવાબ મલિકે સંજય રાઉતને આર્થર રોડ જેલમાં આવે ત્યારે જોકીની ચાર ચડ્ડી...

    નવાબ મલિકે સંજય રાઉતને આર્થર રોડ જેલમાં આવે ત્યારે જોકીની ચાર ચડ્ડી લાવવાનું કહ્યું; જાણીએ આ ટ્વિટની વાસ્તવિકતા

    ટ્વિટ વરાળ થયા બાદ લોકોનું કુતૂહલ વધ્યું, આવો જાણીએ સાચું શું છે?

    - Advertisement -

    નવાબ મલિકે સંજય રાઉતને આર્થર રોડ જેલમાં આવે ત્યારે જોકીની ચાર ચડ્ડી મંગાવાતું એક ટ્વીટ ખુબજ જડપથી વાયરલ થઇ રહ્યું છે, શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતની રવિવારે (31 જુલાઈ, 2022)ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પાત્રા ચાલ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડના ગણતરીના કલાકો બાદ નવાબ મલિકના નામે એક ટ્વીટ વાયરલ થવા લાગી. આમાં NCP નેતાએ સંજય રાઉતને પોતાના માટે અન્ડરવેર લઈને જેલમાં આવવાની વિનંતી કરી છે. નવાબ મલિકે સંજય રાઉતને ટેગ કરીને કરેલા આ ટ્વીટની વાસ્તવિકતા જાણીએ.

    NCP નેતા નવાબ મલિકના નામે વાયરલ થયેલા ટ્વીટના સ્ક્રીનશૉટમાં લખ્યું છે, “ભાઈ સંજય રાઉત જો તમે આર્થર રોડ જેલમાં આવો છો, તો મારી પાસે XXL સાઇઝના ચાર જોકીના અન્ડરવેર લઈને આવજો.” સ્ક્રીનશોટમાં ટ્વીટની તારીખ 31 જુલાઈ 2022ની છે અને સમય સાંજે 7.50 વાગ્યે આ ટ્વીટ કરવામાં આવ્યું છે.

    વાયરલ ટ્વીટનો સ્ક્રીનશોટ (સાભાર Opindia English)

    સત્ય જાણવા માટે, અમે માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર નવાબ મલિકના ટ્વિટર આઈડીના યુઝરનેમ કીવર્ડ્સ અને ટ્વિટર હેન્ડલના યુઝરનેમ ( (From: ) નો ઉપયોગ કરીને સર્ચ કર્યું. જો કે, અમને આ સર્ચનું કોઈ પરિણામ મળી શક્યું નહિ.

    - Advertisement -
    સર્ચ કર્યા બાદ મળેલું પરિણામ (સાભાર Opindia English)

    નવાબ મલિકની કથિત ટ્વીટ પણ અન્ય કોઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) રાજનેતાએ શેર કરી નથી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નવાબ મલિક છેલ્લા કેટલાક સમયથી જેલમાં છે. આ સમય દરમિયાન તેમને તેમના ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી પણ નહીંજ હોય. આવી સ્થિતિમાં, મલિક સંજય રાઉતને આવી વિનંતી કરે, તે શક્યજ નથી. તે પણ અશક્ય છે કે જેલ અધિકારીઓ કેદીઓને અન્ડરવેર શેર કરવાની મંજૂરી આપે.

    નવાબ મલિકના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી છેલ્લી ટ્વિટ 23 ફેબ્રુઆરી 2022ના રોજ કરવામાં આવી હતી. એનસીપી નેતાની એ જ દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે આર્થર રોડ જેલમાં બંધ છે. તેના પર દાઉદ ઈબ્રાહિમના નજીકના મિત્રો પાસેથી પ્રોપર્ટી ખરીદવાનો આરોપ છે. આ સિવાય ED મની લોન્ડરિંગ સંબંધિત કેસની પણ તપાસ કરી રહી છે. EDની ટીમે 23 ફેબ્રુઆરીની સવારે તેના ઘરે દરોડો પાડ્યો હતો અને પછી તેને પોતાની સાથે લઈ આવી હતી. અહીં પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ‘મની લોન્ડરિંગ કેસ અને દાઉદ સાથે કનેક્શન’ પર 8 કલાકની પૂછપરછ બાદ આ ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતની 31 જુલાઈના રોજ પાત્રા ચાલ કૌભાંડ કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

    તમામ ઘટનાક્રમ અને અમારા દ્વારા કરવામાં આવેલ ફેક્ટ ચેકનું નિષ્કર્ષ એ નીકળ્યું છે કે વાયરલ થયેલ ટ્વીટનો સ્ક્રીનશૉટ ખોટો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં