Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઘરમાં મૂર્તિઓ રાખનાર અને હિંદુ સાથે લગ્ન કરનાર શાહરુખ ખાનની મક્કાની 'ઉમરાહ'...

    ઘરમાં મૂર્તિઓ રાખનાર અને હિંદુ સાથે લગ્ન કરનાર શાહરુખ ખાનની મક્કાની ‘ઉમરાહ’ કટ્ટરપંથીઓને પસંદ ન આવી, કહ્યું- તે અડધો હિંદુ, અડધો મુસલમાન

    મક્કામાં ઉમરાહ કરતા શાહરૂખ ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ મુસ્લિમ કટ્ટરપંથીઓએ બોલિવૂડ અભિનેતાને અપશબ્દો બોલવા લાગ્યા અને શાહરુખ ખાનની ઉમરાહ કબૂલ નહીં થાય તેવી દુવાઓ કરવા લાગ્યા.

    - Advertisement -

    બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને હાલમાં જ સાઉદી અરેબિયામાં પોતાની ફિલ્મ ‘ડેન્કી’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. અભિનેતાએ ગુરુવારે (1 ડિસેમ્બર, 2022) તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ શાહરૂખ ખાન મક્કામાં ઉમરાહ કરતા હોય તેવી ઘણી તસવીરો સામે આવી હતી.પરંતુ શાહરુખ ખાનની મક્કાની ઉમરાહ કટ્ટરપંથીઓને ખાસ પસંદ ન આવી હોય તેવી પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ તસવીરો ટીમ શાહરૂખ ખાન નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવી છે.

    સાઉદી અરેબિયાના પત્રકાર સઈદ હાફિઝે મક્કામાં ઉમરાહ કરી રહેલા બોલિવૂડ અભિનેતાની તસવીરો પણ શેર કરી હતી. તેણે ટ્વીટ કર્યું, ‘બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને મક્કામાં ઉમરાહ કરી હતી. અલ્લાહ તેમના ઉમરાહને કબૂલ કરે, આમીન.’ આ તસવીરોમાં તે ઘણા લોકોથી ઘેરાયેલો જોવા મળે છે. તેણે સફેદ ડ્રેસ પહેર્યો છે. માસ્ક પણ પહેર્યા છે.

    કહેવાય છે કે ઉમરાહ હજ સમાન છે. હજ માટે એક નિશ્ચિત સમય હોય છે, પરંતુ ઉમરાહ કોઈપણ સમયે કરી શકાય છે. શરિયા (ઇસ્લામના કાયદા) મુજબ, મુસ્લિમે સૌથી પહેલાં હજ અને ઉમરાહ માટે પોતાને શુદ્ધ કરવું જોઈએ. આ માટે તેમને ખાસ કપડાં આપવામાં આવે છે. ઉમરા એ ઇસ્લામમાં હજ જેવી ફરજ નથી, પરંતુ સુન્નત છે. એટલે કે મુસ્લિમ માટે હજ પર જવું જરૂરી છે, પરંતુ ઉમરાહ પર જવું તેની ઈચ્છા અને દરજ્જા પર નિર્ભર કરે છે. બીજી તરફ, હજની સરખામણીમાં ઉમરાહ થોડા કલાકોમાં જ પૂર્ણ થઇ જાય છે.

    - Advertisement -

    મક્કામાં ઉમરાહ કરતા શાહરૂખ ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ મુસ્લિમ કટ્ટરપંથીઓએ બોલિવૂડ અભિનેતાને અપશબ્દો બોલવા લાગ્યા અને શાહરુખ ખાનની ઉમરાહ કબૂલ નહીં થાય તેવી દુવાઓ કરવા લાગ્યા. એક યુઝર અમલ કહે છે, “શાહરુખ મૂર્તિઓની પૂજા કરે છે. તે પોતાના ઘરમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખે છે. ઇસ્લામમાં આ સૌથી મોટું પાપ માનવામાં આવે છે.”

    રિઝ નામના ટ્વિટર એકાઉન્ટે કહ્યું કે “શાહરૂખ ખાનની બોલિવુડની કમાણી ઇસ્લામ અનુસાર હરામ છે, તો તેની ઉમરાહ કેવી રીતે સ્વીકારવામાં આવશે.”

    બીજાએ કહ્યું કે તેણે એક હિંદુ સાથે લગ્ન કર્યા છે. તે પોતાના ઘરમાં મૂર્તિઓ રાખે છે. તેમના ઘરમાં નિયમિત મૂર્તિ પૂજા થાય છે. તેનું નામ મુસ્લિમ હોવાનો અર્થ એ નથી કે મુસ્લિમોએ તેને અપનાવવો જોઈએ.”

    મરૂફ અહેમદે કહ્યું, “અડધો મુસ્લિમ, અડધો હિંદુ. શાહરૂખ ઉમરાહ કરવા માટે હોવો જોઈએ તેવો સંપૂર્ણ મુસ્લિમ નથી.”

    આ સિવાય ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શાહરૂખ ખાનને ઉગ્ર રીતે અપશબ્દો કહ્યા હતા. તેમના મતે તે ઉમરાહ કરવા માટે લાયક નથી કારણ કે તે શાહરૂખને સંપૂર્ણ અને શુદ્ધ મુસ્લિમ નથી માનતા. શાહરૂખને હિંદુ સાથે લગ્ન કરવા, ઘરમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવા અને તેમની પૂજા કરવા બદલ પાપી કહેવામાં આવી રહ્યો છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે શાહરૂખ ખાન પોતાના ઘરમાં મૂર્તિઓ રાખવા અને ગૌરી ખાન સાથે લગ્ન કરવા બદલ ટ્રોલ થયો હોય.

    નોંધનીય છે કે ઓગસ્ટ 2022માં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાનની મૂર્તિની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી. આ પોસ્ટ પર તેના મજહબને લઈને કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને તેને મેણા-ટોણા મારવા લાગ્યા હતા. તૈમૂર ઉલ હસન નામના યૂઝરે લખ્યું હતું કે, “મુસ્લિમો માટે કેટલી શરમજનક વાત છે સર. તમારે મુસ્લિમ કે હિંદુમાંથી કોઈ પણ એક ધર્મ પસંદ કરવો જોઈએ. તમને ખબર જ હશે કે મુસ્લિમો માત્ર અલ્લાહની ઈબાદત કરે છે અને પયગંબર મુહમ્મદ માનવતાના જીવનને બદલવા માટે આવ્યા હતા. પયગમ્બરે આપણને સુંદર ધર્મ આપ્યો છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં