Monday, September 9, 2024
More
    હોમપેજદુનિયાહજ માટે સાઉદી ગયેલા 900થી વધુ લોકોનાં ભીષણ ગરમીના કારણે મોત, ઘણા...

    હજ માટે સાઉદી ગયેલા 900થી વધુ લોકોનાં ભીષણ ગરમીના કારણે મોત, ઘણા ભારતીયો પણ સામેલ: 2700થી વધુ સારવાર હેઠળ

    મૃતકોમાં 658 વ્યક્તિઓ એવા છે જેઓ નોંધાયેલા હજયાત્રીઓ હતા અને ભીષણ ગરમીના લીધે તેમનાં મોત થયાં છે. જ્યારે બાકીના 630 જેટલા લોકો નોંધણી વગર આવ્યા હતા.

    - Advertisement -

    સાઉદી અરબિયામાં પડતી ભીષણ ગરમીના કારણે દુનિયાભરમાંથી હજ માટે આવતા યાત્રીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લૂના કારણે અત્યાર સુધીમાં 900થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ઘણા ભારતીયો પણ સામેલ છે. બાકીના ઇજિપ્ત, ઈરાન, જૉર્ડન, ઈન્ડોનેશિયા, ટ્યુનિશિયા વગેરે દેશોના નાગરિકો છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 658 વ્યક્તિઓ એવા છે જેઓ નોંધાયેલા હજયાત્રીઓ હતા અને ભીષણ ગરમીના લીધે તેમનાં મોત થયાં છે. જ્યારે બાકીના 630 જેટલા લોકો નોંધણી વગર આવ્યા હતા. બંનેનો સરવાળો કરવામાં આવે તો હજારથી વધી જાય છે. કુલ આંકડામાંથી 7૦ જેટલા ભારતીયો પણ હોવાનું જાણવા મળ્યું છે. 

    નોંધવું જોઈએ કે મક્કામાં હાલ તાપમાન 51.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના કારણે લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આરબ દેશો પહેલેથી જ ગરમ પ્રદેશ છે અને તેમાં પણ આટલી ગરમી અને લૂના કારણે લોકોની સ્થિતિ બગડી રહી છે. આ વર્ષે લગભગ 18 લાખ લોકો હજયાત્રા માટે આવી રહ્યા છે. દર વખતે ઇસ્લામિક કેલેન્ડર હિસાબે હજયાત્રાનો સમય આગળ-પાછળ થતો રહે છે, આ વખતે યાત્રા જૂનમાં આવી, જે સૌથી ગરમ મહિનો છે. 

    - Advertisement -

    હજયાત્રા માટે નોંધણી કરાવવામાં આવે છે, પરંતુ દર વર્ષે હજારોની સંખ્યામાં હજયાત્રીઓ નોંધણી વગર પણ જતા હોય છે. સાઉદીના પ્રશાસનનું કહેવું છે કે તેમણે તાજેતરમાં જ હજારો ન નોંધાયેલા હજયાત્રીઓની ઓળખ કરીને મક્કામાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ હજુ પણ ઘણા યાત્રામાં ભાગ લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આવા લોકો વધુ ભોગ બનવાનું કારણ એ પણ છે કે તેઓ પ્રશાસન દ્વારા જે યાત્રીઓને અમુક સુવિધાઓ આપવામાં આવે છે તે મેળવી શકતા નથી. 

    મૃતકોમાં ઇન્ડોનેશિયાના 165 લોકો સામેલ છે. 41 જૉર્ડનના, 35 ટ્યુનિશિયાના અને 11 ઈરાનના લોકોનાં મોત થયાં છે. જ્યારે 22 જોર્ડનિયનો અને 26 ઈરાનિયનો હજુ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. સાઉદી અરેબિયા અને ઇજિપ્તે હજુ મૃતકોના આંકડા જાહેર કર્યા નથી, જેથી આ આંકડો વધી પણ શકે છે. સાઉદી સરકારે સોમવારે જણાવ્યું હતું કે હાલ 2700 લોકોની સારવાર ચાલી રહી છે. 

    મૃતકોમાં ભારતના 68 લોકો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અન્ય અમુક ગુમ હોવાની પણ જાણકારી મળી છે. અધિકારીઓએ આ જાણકારી આપતાં જણાવ્યું કે, અમુકના મૃત્યુ કુદરતી કારણોસર પણ થયાં હોવા જોઈએ, કારણ કે યાત્રીઓમાં ઘણા વૃદ્ધો પણ હતા અને બાકીના ઘણાનાં મોત ગરમીના કારણે પણ થયાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં