ફેસબુકની (Face Book) પેરેન્ટ કંપની મેટાએ (Meta) તેના CEO માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભારતની માફી માંગી છે. માર્ક ઝકરબર્ગે જો રોગનના પોડકાસ્ટમાં ભૂલથી કહી દીધું હતું કે, 2024માં ભારત સહિત અનેક દેશોમાં ચૂંટણી થઈ અને આ તમામ ઠેકાણે જે સરકાર સત્તામાં હતી એ હારી ગઈ હતી. આ મામલે IT મંત્રાલયે વાંધો ઉઠાવ્યા બાદ સંસદીય સમિતિએ મેટાના અધિકારીઓને સમન્સ મોકલવાની તૈયારી દર્શાવી હતી.
આ મામલે કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મામલાની સંસદીય સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, “અમે નક્કી કર્યું છે કે અમે મેટાના લોકોને બોલાવીશું…મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે એવું કહ્યું હતું કે, કોરોના મહામારી બાદ સરકાર વિરુદ્ધ માહોલ બન્યો હતો અને તેમાં તેમણે ભારતનો પણ ઉલ્લેખ કર્યો છે. ભારત એક લોકશાહી દેશ છે. 140 કરોડ લોકોનો દેશ છે. સ્વતંત્રતા બાદ બીજી એવી સરકાર છે, જેને જનતાએ ત્રીજી વખત ચૂંટીને મોકલી છે.”
#WATCH | Delhi: Chairperson, Parliamentary Committee on Communications and Information Technology and BJP MP Nishikant Dubey says "We have decided that we will summon the people of Meta…The CEO of Meta, Mark Zuckerberg has given a statement and shown that after COVID-19, an… pic.twitter.com/4YMLvdgQqQ
— ANI (@ANI) January 14, 2025
આગળ તેમણે કહ્યું હતું કે, “માર્ક ઝકરબર્ગનું આ નિવેદન ચિંતાજનક છે… આ પ્રકારનું નિવેદન દર્શાવે છે કે તેઓ દેશના લોકશાહીમાં દખલ કરી રહ્યા છે અને વિશ્વને ખોટી આપીને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે ભાજપ-એનડીએ હારી ગયું છે… અમે નક્કી કર્યું છે કે અમે મેટાના લોકોને બોલાવીશું. તેમણે માફી માંગવી પડશે નહીંતર અમારી સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અમે તેમની સાથે વાત કરીશું. સમિતિના સભ્યો અને જાન્યુઆરી 20-24ની વચ્ચે તેમને હાજર થવા કહીશું…”
ત્યારે આ પહેલાં જ મેટાના પબ્લિક પોલીસીના વાઈસ પ્રેસિડેન્ટ શિવનાથ ઠુકરાલે અશ્વિની વૈષ્ણવની પોસ્ટનો જવાબ આપતાં લખ્યું, “આદરણીય મંત્રી અશ્વિની વૈષ્ણવજી, માર્ક ઝકરબર્ગનું નિવેદન કે ઘણા દેશોમાં શાસક પક્ષો 2024ની ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા નથી, ઘણા દેશો માટે સાચું છે પણ ભારત માટે નહીં. આ અજાણતાં થયેલી ભૂલ માટે અમે માફી માંગીએ છીએ. ભારત મેટા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે અને અમે તેના ઇનોવેશનથી ભરેલ ભવિષ્યનો ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ.”
Fog of misinformation around India has become crazy
— Abhishek (@AbhishBanerj) January 12, 2025
Mark Zuckerberg says most incumbent govts around the world basically lost in 2024 …. and the only example he could think of was India!
No, India was a rare exception where incumbent won!
Total madness! pic.twitter.com/RjyAtv4oKm
ઉલ્લેખનીય છે કે ઝકરબર્ગ તાજેતરમાં જો રોગનના પોડકાસ્ટમાં જોવા મળ્યા. બંનેએ લગભગ 2 કલાક સુધી વિવિધ વિષયો પર ચર્ચા કરી. દરમિયાન ઝકરબર્ગે કહ્યું કે, કોરોના સમયે જે રીતે વિશ્વભરની સરકારો સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ ગઈ તેના કારણે સરકારો પર અવિશ્વાસ વધતો ગયો અને 2024માં જેટલી ચૂંટણી થઈ તે બધામાં સરકારો જે સત્તામાં હતી તેમણે હારનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન તેઓ કહે છે કે, 2024માં અનેક દેશોમાં ચૂંટણી હતી અને બધે જ સત્તાધારી પક્ષો હારી ગયા. અહીં તેઓ ભારતનો પણ ઉલ્લેખ કરે છે અને કહે છે કે, આ દરેક દેશમાં જે સરકાર સત્તામાં હતી તેણે વાપસી કરી નથી.