બંગાળના મ્યુનિસિપલ ભરતી કૌભાંડમાં EDની કાર્યવાહી: TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા, તાળું તોડીને તપાસ હાથ ધરાઈ

પશ્ચિમ બંગાળમાં મ્યુનિસિપલ ભરતી કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. TMCના કમરહાટી વિસ્તારના ધારાસભ્ય મદન મિત્રા સાથે સંકળાયેલાં 7 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો મુજબ, તપાસ દરમિયાન અધિકારીઓએ મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

અહેવાલો અનુસાર બેરાકપુર પોલીસ કમિશ્નરેટની ટીમ મદન મિત્રાના નિવાસસ્થાન ‘ઉદય વિલા’ ખાતે પહોંચી હતી. સ્થળ પર તાળું બંધ હોવાનું જણાતા અધિકારીઓએ તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો અને લગભગ એક કલાક સુધી તપાસ ચલાવી હતી.

મદન મિત્રા પર મ્યુનિસિપલ ભરતી પ્રક્રિયામાં અનિયમિતતાઓ અને કૌભાંડ સાથે જોડાયેલા આરોપોની તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને મામલામાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.