તાજેતરમાં ખેડાના માતરના GIDC વિસ્તારમાં એક હિંદુ પરિવાર પર હુમલો થયો હતો. 7 જૂને હિંદુ પરિવારની દુકાન પર નજીવી બાબતે બોલાચાલી થયા બાદ અમુક શખ્સોએ માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટ્યા હતા. આ મામલે પછીથી અર્જુન સોલંકી નામના એક પીડિતની ફરિયાદના આધારે માતર પોલીસે FIR દાખલ કરીને રેશમાબાનુ ફિરોજશા દીવાન, રજ્જાકશા ફિરોજશા દીવાન, આરિફઅલી સાબિરઅલી સૈયદ, મુસ્તાકશા ફિરોજશા દીવાન અને નાસિરશા ઝાકિરશા દીવાન સામે ગુનો દાખલ કર્યો હતો.
માતર પોલીસે આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2), 191, 190, 109(1), 115(2), 352 અને 351(3) હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 5માંથી 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ ઘટના સામે આવ્યા બાદ ઑપઇન્ડિયા માતર ખાતે પહોંચ્યું હતું, જ્યાં પીડિત પરિવારે સમગ્ર ઘટના અને પોતાની આપવીતી જણાવી હતી.
માતર GIDCમાં વ્યવસાય કરતા પરિવાર પર હુમલો
માતર વિસ્તારમાં નાની ચા અને પાણીની કેબિન ચલાવતા પોપટભાઈ તખાભાઈ પરમારના પરિવાર સાથે આ ક્રૂર ઘટના ઘટી છે. પોપટભાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે 10થી 15 જેટલા મુસ્લિમ શખ્સો, જેઓ અવારનવાર આસપાસના વિસ્તારમાં દારૂ પીવા અને અડ્ડો જમાવવા માટે ભેગા થતા હતા, તેમણે કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર અચાનક તેમની દુકાન પર હુમલો કરી દીધો હતો.
'અહીંના મુસ્લિમો ચાહે છે કે હિંદુઓ અહીંયાથી ભાગી જાય!'
— ઑપઇન્ડિયા (@OpIndia_G) June 9, 2026
મુસ્લિમ ટોળા દ્વારા માતરમાં એક હિંદુ પરિવાર પર કરાયેલ જીવલેણ હુમલા બાબતે ઑપઇન્ડિયા પર @journolinc નો વિશેષ ગ્રાઉંડ રિપોર્ટ…#kheda #matar #AttackOnHindus #OpIndiaExclusive #GroundReport pic.twitter.com/JjXDzNB7ia
વાસ્તવમાં બન્યું હતું એવું કે દુકાન નજીક એકઠા થયેલા આરોપીઓમાંથી એકને ખાંડની જરૂર હતી. જે પરિવારે દુકાનમાંથી આપી હતી. પરંતુ ત્યારબાદ ખાંડનું પડીકું વાળવા માટે હિસાબ-કિતાબના ચોપડામાંથી કાગળો ફાડવાનું શરૂ કરી દીધું હતું. દુકાનદારે અટકાવતાં હુમલાખોરોએ ધમાલ શોધી અને મારામારી શરૂ કરી દીધી હતી.
પોપટભાઈના જમાઈ અર્જુનભાઈ જ્યારે નોકરી પરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમને ખેંચી લીધા હતા. ત્યારબાદ તેમને લોખંડના સળિયા વડે ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો અને ત્યારબાદ રસ્તાની બાજુમાં આવેલી ગટરમાં ફેંકી દીધા હતા. આટલેથી ન અટકતાં કેટલાક શખ્સોએ તેમના ગળા પર પગ દબાવી દીધો હતો, જેથી તેમનો શ્વાસ રુંધાઈ જાય.
'ગરમાળામાં મુસ્લિમોની વસ્તી વધી છે ત્યારથી આવા કેસ વધ્યા છે.'
— ઑપઇન્ડિયા (@OpIndia_G) June 10, 2026
'હુમલો કરનાર બધા જ મોમેડિયન હતા.'
'મુસ્લિમોએ મારા માથામાં ધારદાર હથિયાર માર્યો અને હું બેહોશ થઈ ગયો.'
'અમારી સાથે જે થયું એ બીજા કોઈ સાથે ના થવું જોઈએ.'
– મુસ્લિમોના હુમલામાં જે હિંદુ વ્યક્તિનું માથું ફાટ્યું તેમની… pic.twitter.com/gasi5TVwCc
આ હિંસક ટોળાએ ઘરમાં હાજર મહિલાઓને પણ નહોતી છોડી. પોપટભાઈના પત્નીને એટલી નિર્દયતાથી લાતો મારવામાં આવી કે તેમના મોં પર ગંભીર ઈજાઓ થઈ. પોતાના પરિવારને બચાવવા વચ્ચે પડેલી દીકરી સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી.
માસૂમ બાળકીને ફેંકી દીધી
પોપટભાઈએ આરોપ લગાવ્યો છે કે આ હુમલા દરમિયાન મુસ્લિમ હુમલાખોરોએ તેમની દીકરીની નાની બાળકીને ચાલુ મોટરસાયકલ પરથી નીચે ફેંકી દીધી હતી. સદનસીબે બાળકી નીચે પડેલા એક ગાદલા પર પડી, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા થતાં બચી ગઈ. આ આખી ઘટનાથી બાળકો એટલાં ડરી ગયાં હતાં કે તેમની માતા તેમને લઈને નજીકના ફાર્મહાઉસમાં છુપાઈ જવા મજબૂર બની હતી.
'મારી નાની છોકરીને મુસલમાનોએ ઊંચકીને ફેંકી દીધી.'
— ઑપઇન્ડિયા (@OpIndia_G) June 10, 2026
'ગોદળામાં પડી એટલે છોકરી બચી ગઈ.'
'5 મિનિટમાં 10-12 મુસ્લિમો આવી ગયા હુમલો કરવા.'
– માતરની પીડિત હિંદુ મહિલાની આપવીતી સાંભળો…
મુસ્લિમ ટોળા દ્વારા ખેડાના માતરમાં એક હિંદુ પરિવાર પર કરાયેલ જીવલેણ હુમલા બાબતે ઑપઇન્ડિયા પર… pic.twitter.com/jWqBWRAN57
પોપટભાઈ અને તેમના પરિવારનું સ્પષ્ટપણે માનવું છે કે આ હુમલા પાછળનો હેતુ તેમને આર્થિક અને શારીરિક રીતે નબળા પાડવાનો છે. મુસ્લિમ હુમલાખોરો ઈચ્છે છે કે હિંદુ પરિવારો ડરીને અહીંથી ‘ભાગી જાય’ જેથી તેઓ આ જગ્યા પર કબજો જમાવી શકે.
વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો
પોપટભાઈના પત્નીએ જણાવ્યું હતું કે જ્યારે મુસ્લિમો તેમના ઘરે આવ્યા ત્યારે તેઓ વચ્ચે પડ્યા હતા. તેમણે જણાવ્યું છે કે આ ટોળામાં મહિલાઓ પણ સામેલ હતી. તેમણે આ લોકો આગળ મારપીટ ન કરવાની આજીજી કરી હતી, પણ છતાંય એ લોકો માન્યા નહીં. ઉપરથી વૃદ્ધ મહિલાને પણ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. તેમણે જણાવ્યું છે કે આ હુમલા દરમિયાન વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. હુમલાખોરોએ કહ્યું હતું કે, “જો તું ફરીથી અહીં દેખાઈશ તો તને જીવતી નહીં છોડીએ.” વૃદ્ધા પોતાના પતિ અને બાળકોની સલામતી માટે કરગરી રહી હતી, પરંતુ હુમલાખોરોએ ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી તે બેભાન ન થઈ ગઈ.
‘મુસ્લિમોએ કીધું- તું ક્યાંય પણ મને મળીશ તો તને જીવતી નહીં રેવા દઉં’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) June 10, 2026
‘મારા મોઢે ડાંટો મારી દીધો અને પેટમાં લાતો મારી’
‘મુસ્લિમ બૈરીએ બોચી પકડીને મને થપ્પડો મારી, મારા દાંત હલી ગયા’
– માતરની પીડિત હિંદુ વૃદ્ધાની આપવીતી સાંભળો…
મુસ્લિમ ટોળા દ્વારા માતરમાં એક હિંદુ પરિવાર પર… pic.twitter.com/jJgoOHR77c
ઉત્તરાયણના તહેવાર પર ભાર્ગવ ડાભી પર ચપ્પુ વડે હુમલો
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પહેલાં પણ આવો જ એક મામલો આ વર્ષની શરૂઆતમાં સામે આવી ચૂક્યો છે. ગરમાળા ગામના રહેવાસી ભાર્ગવ કુમાર ડાભીએ જણાવ્યું હતું કે તેમની આસપાસમાં મુસ્લિમોના મકાનો છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણના આગલા દિવસે કેટલાક મુસ્લિમો તેમની અગાશી પર પતંગ ચગાવી રહ્યા હતા.
'અમારા બૈરાઓની હાજરીમાં જોરજોરથી ગાળાગાળી કરતા હતા મુસ્લિમો'
— ઑપઇન્ડિયા (@OpIndia_G) June 11, 2026
'મેં ગાળો ના બોલવા કહ્યું, તો મને છરો મારી દીધો'
'ગરમાળાના મુસ્લિમો ખૂબ દાદાગીરી કરે છે, મને પણ મારી નાખવાની આપી છે ધમકી'
– ઉત્તરાયણ પર જે હિંદુ યુવાનને મુસ્લિમોએ છરો માર્યો હતો તેણે ઑપઇન્ડિયાને જણાવી આપવીતી
– માતર… pic.twitter.com/Lk0yeMfehR
ભાર્ગવે આરોપ લગાવ્યો છે કે તેઓ તેમના પરિવારની મહિલાઓની હાજરીમાં અત્યંત અભદ્ર અને ગાળોવાળી ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે પરિવારે ગાળાગાળી ન કરવા માટે વિનંતી કરી ત્યારે મુસ્લિમો ઉશ્કેરાઈ ગયા હતા અને ભાર્ગવને ચપ્પુ મારી દીધું હતું, જેના કારણે તેમને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.
ન્યાય અને કડક પોલીસ કાર્યવાહીની માંગ
‘માતરમાં હમણાંથી મુસ્લિમોની દાદાગીરી અને જેહાદી ઘટનાઓ વધી છે.’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) June 11, 2026
‘આ પહેલા નવરાત્રિમાં હિંદુઓને ગરબા ન રમવા અપાઈ હતી ધમકી’
‘જેહાદીઓ નહીં સુધરે તો બજરંગ દળ કરી દેશે હિસાબ…’
– નડિયાદ જિલ્લા બજરંગ દળ સહ-સંયોજકે ઑપઇન્ડિયા સાથે કરી ખાસ વાતચીત
જુઓ ખેડાના માતરથી @journolinc નો… pic.twitter.com/IMrTTYLEkV
આ ઘટના બાદ નડિયાદ જિલ્લાના બજરંગ દળના સહસંયોજક રોનકસિંહ પરમારનું કહેવું છે કે આ આખો હુમલો પ્રિપ્લાન્ડ હતો. સાથે ઉમેર્યું કે સંગઠન સતત હિંદુ પરિવારની પડખે રહ્યું છે અને આગામી સમયમાં પણ તમામ સહાય પૂરી પાડવામાં આવશે.
પીડિત પરિવારોએ પોલીસ પ્રશાસન પાસે ‘કડકમાં કડક’ પગલાં લેવાની માંગ કરી છે. ગ્રામજનોની માંગ છે કે આવા ગુનેગારોની ગામની વચ્ચે ‘જાહેરમાં પરેડ’ કાઢવામાં આવે અને તેમના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે, જેથી ગુનેગારોમાં કાયદાનો ડર પેદા થાય અને ભયભીત બનેલા હિંદુ સમુદાયમાં ફરી સુરક્ષાની ભાવના પાછી આવી શકે. સ્થાનિકોનું કહેવું છે કે જો અત્યારે કડક પગલાં નહીં લેવાય તો તેમણે કાયમી ધોરણે પોતાના જ ગામમાંથી પલાયન થવું પડશે.


