
જર્મનીના પાટનગર બર્લિનમાં આયોજિત પ્રાઇડ પરેડ દરમ્યાન એક ઇસમે કાર લાવીને લોકો પર ચડાવી દીધી હતી, જેમાં એકનું મોત થયું અને 30થી વધુ લોકો ઈજા પામ્યા હતા. જર્મનીની સરકારે કહ્યું છે કે આ ‘ઇસ્લામી આતંકવાદી હુમલો’ હતો. હાલ પોલીસ અબ્દુલ નામના હુમલાખોરને શોધી રહી છે.
ઘટના શનિવારે (25 જુલાઈ) રાત્રે બની હતી. જ્યાં અબ્દુલે એક કાર લાવીને ભીડ પર ચડાવી દીધી હતી. ત્યારબાદ નીચે ઉતરીને હથિયાર વડે લોકો પર હુમલો કરવા માંડ્યો હતો.
જર્મનીના ગૃહ પ્રધાને રવિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે આ ઇસ્લામી આતંકી હુમલો હતો અને સરકાર અને સુરક્ષાબળો તેને એ જ રીતે જોઈ રહ્યાં છે.
પોલીસ અનુસાર અબ્દુલ હજુ પણ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસે લોકોને કહ્યું છે કે તેઓ અબ્દુલના સીધા સંપર્કમાં ન આવે કારણ કે તેની પાસે હથિયારો હોય શકે છે અને આવા અન્ય આતંકી હુમલાઓને અંજામ આપી શકે છે.
પોલીસ વિભાગે જણાવ્યું કે અબ્દુલ પહેલેથી પોલીસ રેકર્ડમાં છે અને બર્લિનનાં ઇસ્લામિક વર્તુળોનો સભ્ય હોવાની પણ માહિતી છે. હાલ તેને શોધીને પકડવા માટે પોલીસની ટીમો મહેનત કરી રહી છે. પોલીસે શહેરમાં અનેક ઠેકાણે સર્ચ ઑપરેશન પણ હાથ ધર્યાં છે.
અબ્દુલનો પરિવાર મૂળ લેબનોનનો હોવાનું જાણવા મળ્યું છે. તેની માતા 2002માં જર્મનીની નાગરિક થઈ હતી. અબ્દુલ જર્મનીમાં 2004માં જન્મ્યો હતો. જેથી હાલ તેની ઉંમર માત્ર 22 વર્ષ છે. તે કટ્ટરપંથી બની ચૂક્યો હતો અને અગાઉ પણ અમુક ગુનામાં સંડોવાયો હતો અને એક વર્ષ અને 10 મહિનાની જેલની સજા પણ થઈ હતી. જોકે પછીથી તેને સજા માફી મળી ગઈ હતી.

