પ્રયાગરાજમાં (Prayagraj Mahakumbh 2025) આયોજિત થનાર મહાકુંભને લઈને વિવિધ વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવીએ (Maulana Mufti Shahabuddin Razvi) 3 જાન્યુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (CM Yogi Adityanath) પત્ર લખીને મહાકુંભમાં મુસ્લિમોનું ધર્માંતરણ થતું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે હજ કમિટીના અધ્યક્ષે આ આરોપને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે નેતા બનવા માટે આવા વિવાદ ઉભા કરવામાં આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ હજ કમિટીના અધ્યક્ષ અને રાજ્યના લઘુમતી કલ્યાણના ભૂતપૂર્વ મંત્રી મોહસિન રઝાએ કહ્યું હતું કે, “તમે જોયું હશે કે મોહન ભાગવતજીનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો વિવાદ ઉભો કરીને નેતા બનવા માંગે છે. દરેક જગ્યાએ આવા કેટલાક લોકો હોય છે. ચાર ભાઈઓ હોય તો ચારેયનો સ્વભાવ સરખો હોતો નથી. તેને કોઈ રોકી શકતું નથી. તે હંમેશા થવાનું છે.”
महाकुंभ शुरू होने में कुछ ही वक्त, इसे लेकर तमाम तैयारियां लगभग पूरी हो चुकी हैं वहीं महाकुंभ पर आए दिन सियासी बयानबाज़ी भी तेज़.. मुस्लिम धर्मगुरू मौलाना शहाबुद्दीन रजवी बरेलवी ने आरोप लगाया है कि महाकुंभ में मुस्लिम धर्मांतरण की साजिश होने वाली है#Mahakumbh #ShahabuddinRazvi pic.twitter.com/rZWHZ7I64O
— News18 Uttarakhand (@News18_UK) January 3, 2025
રઝાએ કહ્યું હતું કે, “હું ઘણી વખત કુંભમાં ગયો છું અને ઘણા મુસ્લિમો કુંભમાં જાય છે. મહાકુંભના આયોજનમાં મુસ્લિમ સમાજના અનેક લોકો જોડાયા છે. મુસલમાનોને મહાકુંભમાંથી બહાર રાખવાની માંગણી સનાતની સંસ્કાર નથી. કુંભમાં આવતા મુસ્લિમો પર પ્રતિબંધની માંગ કરનારાઓએ આ વિશે વિચારવું પડશે.”
આ મામલે ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના યાસૂબ અબ્બાસે કહ્યું, “જો કોઈ મુસ્લિમ પોતાનું જ્ઞાન વધારવા માટે મહાકુંભમાં જાય છે, તો તેમાં કોઈ નુકસાન નથી. ઇસ્લામ ધર્મ એટલો હલકો અને નબળો નથી કે તે માત્ર ક્યાંક જઈને ઉભા રહેવાથી અથવા મેળો જોવાથી કે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી જોખમમાં આવી જાય.”
મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવીએ આપ્યું હતું નિવેદન
નોંધનીય છે આ બધો વિવાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવીએ આપેલ નિવેદનથી શરૂ થયો હતો. 3 જાન્યુઆરીએ તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં આશંકા વ્યક્ત કરી હતી કે મહાકુંભ દરમિયાન સેંકડો મુસ્લિમોનું ધર્માંતરણ કરવાની યોજના છે, તેથી સરકારે આવી યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે પગલાં લેવા જોઈએ.
નોંધનીય છે કે નવેમ્બર 2024માં જ્યારે અખાડા પરિષદે મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી ત્યારે રઝવીએ આ બાબતનો વિરોધ કર્યો હતો. તથા કહ્યું હતું કે આ માંગ અલોકતાંત્રિક અને ગેરબંધારણીય છે. ત્યારે હવે તેમણે તેમના આ નિવેદનથી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આ સિવાય પ્રયાગરાજમાં જે જગ્યાએ મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યાં 55 વીઘા જમીન વકફની છે એવો દાવો કરીને પણ વિવાદ ઉભો કર્યો હતો.