Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોરોનામાં મા-બાપથી વિખૂટાં પડી ગયાં હતાં બાળકો, શિશુ ગૃહમાં મુસ્લિમ બનાવી દેવાયાં,...

    કોરોનામાં મા-બાપથી વિખૂટાં પડી ગયાં હતાં બાળકો, શિશુ ગૃહમાં મુસ્લિમ બનાવી દેવાયાં, નામ પણ બદલી નાખ્યાં: સંચાલક હસીન પરવેઝ સામે કાર્યવાહી શરૂ

    ત્રણેય બાળકોની ઉંમર 4, 6 અને 8 વર્ષ છે. જેમાંથી 2 છોકરીઓ અને એક છોકરો છે. ત્રણેય ભાઈ-બહેન છે અને જન્મથી હિંદુ OBC છે. 

    - Advertisement -

    મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોરોનાકાળમાં મા-બાપથી વિખૂટાં પડી ગયેલાં હિંદુ બાળકોને શિશુગૃહે ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ બનાવી દીધાં હોવાનો મામલો સામે આવ્યો છે. આ તમામનાં નામો પણ બદલી નાંખવામાં આવ્યાં હતાં. આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પણ ઝંપલાવ્યું છે અને શિશુ ગૃહ અને જવાબદારો સામે કાર્યવાહી શરૂ કરી છે. 

    આ મામલો ભોપાલની નજીકના રાયસેન જિલ્લાના ગૌહરગંજનો છે. વર્ષ 2020માં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉન સમયે પોતાના મા-બાપથી છૂટાં પડી ગયાં હતાં. તેમના પિતા મંડીદીપમાં એક ફેક્ટરીમાં ગાર્ડની નકરી કરે છે. પારિવારિક ઝઘડાના કારણે પતિ-પત્ની સાથે રહેતાં ન હતાં. જેના કારણે મા બાળકોને લઈને ભોપાલ ચાલી ગઈ હતી. જ્યાં એક મસ્જિદ પાસે કોઈ મુસ્લિમ ફકીર સાથે ભીખ માંગવા માંડી અને બાળકો વિખૂટાં પડી ગયાં. 

    ભોપાલની એક NGO માતૃછાયાને આ બાળકો મળી આવતાં તેમણે બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તેમને ગૌહરગંજના શિશુ ગૃહમાં મોકલી આપવામાં આવ્યાં અને જ્યાં સુધી તેમનાં વાલી ન મળે ત્યાં સુધી સારસંભાળ રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા.

    - Advertisement -

    ત્રણેય બાળકોની ઉંમર 4, 6 અને 8 વર્ષ છે. જેમાંથી 2 છોકરીઓ અને એક છોકરો છે. ત્રણેય ભાઈ-બહેન છે અને જન્મથી હિંદુ OBC છે. 

    તાજેતરમાં બાળ વિકાસ વિભાગે બાળકોનો SIR રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા ત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ બાળકો મૂળરૂપે હિંદુ હોવા છતાં તેમનાં નામ બદલી નાંખવામાં આવ્યાં છે અને શાળા અને આધાર કાર્ડમાં પણ તેમનાં નામો મુસ્લિમ જ ચાલે છે. તપાસ બાદ જાણવા મળ્યું કે, આ શિશુ ગૃહ હસીન પરવેઝ નામનો શખ્સ ચલાવે છે અને તેણે જ બાળકોને મુસ્લિમ બનાવી દીધાં હોવાનું સામે આવ્યું હતું. 

    રિપોર્ટ અનુસાર, હસીન પરવેઝ ગૌહરગંજના શિશુ ગૃહ ‘નવજીવન સામાજિક સંસ્થા’ નામથી ચલાવે છે અને જેને સરકાર તરફથી ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. તેનું એક ક્લિનિક પણ છે. આરોપ છે કે પરવેઝે ત્રણેય બાળકોના આધાર કાર્ડ પણ મુસ્લિમ નામ સાથે બનાવી નાંખ્યા હતા અને પોતાને બાળકોનો વાલી ગણાવ્યો હતો. 

    તેણે ત્રણેય બાળકોનાં નામો પણ બદલી નાંખ્યાં હતાં. જેમાંથી છોકરાનું નામ શાહરૂખ અને છોકરીઓનાં નામ સુહાના અને રૂકસાના રાખ્યાં હતાં. બાળકોએ જણાવ્યું હતું કે, પહેલાં તેમનાં નામો જુદાં હતાં પરંતુ તેમના શિક્ષકે તેમનાં નામો જુદાં રાખી દીધાં હતાં. 

    આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ સંજ્ઞાન લઈને પરવેઝ સામે FIR દાખલ કરી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે શિશુ ગૃહના તમામ દસ્તાવેજો પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. હાલ બાળકોનાં માતા-પિતાની શોધખોળ ચાલી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં