Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકિશન ભરવાડ અને કન્હૈયાલાલ: ઇસ્લામવાદીઓ દ્વારા નિંદાના નામે બે ક્રૂર હત્યાઓ વચ્ચેની...

    કિશન ભરવાડ અને કન્હૈયાલાલ: ઇસ્લામવાદીઓ દ્વારા નિંદાના નામે બે ક્રૂર હત્યાઓ વચ્ચેની આશ્ચર્યજનક સમાનતા

    ગુજરાતના કિશન ભરવાડ અને ઉદયપુરના કન્હૈયાલાલની હત્યા પાછળ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી જોવા મળી છે. શું છે તે?

    - Advertisement -

    કિશન ભરવાડ અને કન્હૈયાલાલ આ બે એવા નામ છે જેમની ઇસ્લામવાદી કટ્ટરપંથીઓ દ્વારા નિર્મમ અને ક્રૂર હત્યા કરવામાં આવી, કિશન ભરવાડ ગુજરાતના રહેવાસી હતા, અને કન્હૈયાલાલ રાજસ્થાનનાં, આ બન્ને વ્યક્તિઓમાં રાજ્ય, ભાષા, સામાજિક સંસ્કૃતિઓ જુદી જુદી હતી. પરંતુ સામ્યતા? એજ કે આ બન્ને વ્યક્તિ હિંદુ હતા, તથા ધર્મના નામે કિશન ભરવાડ અને કન્હૈયાલાલ આ બન્ને વ્યક્તિઓની હત્યા મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા બહું ક્રૂર રીતે કરવામાં આવી.

    ઉદયપુરમાં ક્ન્હૈયાલાલની હત્યા

    28 જૂને, ભારતીય જનતા પાર્ટી (BJP) ના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કથિત પોસ્ટ માટે ઉદયપુરમાં કન્હૈયા લાલ નામના હિન્દુ વ્યક્તિનું નિર્દયતાથી ગળું કાપી નાખવામાં આવ્યું હતું. બે ઇસ્લામવાદીઓ જેમણે ગરીબ દરજી કન્હૈયાલાલની રાતના આછા અજવાળામાં હત્યા કરી હતી તેઓએ હત્યાનો એક વિડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર ફરતો કર્યો, જેમાં કટ્ટરપંથીઓએ અહ્યું કે ક્ન્હૈયાલાલે પ્રોફેટ મુહમ્મદનું અપમાન કર્યું હોવાથી તેઓએ તેને મારી નાખ્યો છે.

    - Advertisement -

    આ પછી મુસ્લિમ હત્યારાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ જ રીતે ગળામાં છરો હુલાવીને મારી નાખવાની ધમકી આપી હતી, તેમના ચહેરા પર ક્રૂર આનંદ દેખાતો હતો,

    હત્યારાઓની ઓળખ મોહમ્મદ રિયાઝ અખ્તર અને મોહમ્મદ ગોસ તરીકે થઇ, ઘટનાની ગણતરીના કલાકોમાં તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં, હત્યારાઓમાંના એકનો એક જૂનો વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તેણે ‘નિંદા કરનારાઓને મારી નાખવા’ વિશે વાત કરી હતી. તેણે અન્ય ઇસ્લામવાદીઓને પણ ઉશ્કેર્યા કે જે ઇસ્લામનું અપમાન કરવાની હિંમત કરે તેને મારી નાંખો.

    ઉલ્લેખનીય છે કે કથિત પોસ્ટ બાદ મુસ્લિમ પાડોશી દ્વારા કન્હૈયાલાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ માટે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. કન્હૈયાલાલને ઈસ્લામવાદીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી હતી અને તેણે સુરક્ષા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે, પોલીસે તેમની અરજીની અવગણના કરી હતી. અગાઉના અહેવાલો મુજબ, પોલીસે કન્હૈયાલાલને ધમકી આપતા કેટલાક ઇસ્લામવાદીઓને બોલાવ્યા હતા અને તેઓને ધમકીઓ પર કાર્યવાહી નહીં કરે તેવું કહીને કરાર પર હસ્તાક્ષર કરાવ્યા હતા. પોલીસે કથિત રીતે કન્હૈયા લાલ અને બીજી બાજુ વચ્ચે થયેલા કરારનો ઉપયોગ સુરક્ષા માટેની તેમની અરજીને અવગણવા માટે બહાના તરીકે કર્યો હતો.

    ઘટનાઓની શ્રેણી પર પોલીસનું નિવેદન

    પોલીસે જણાવ્યું હતું કે કથિત પોસ્ટ માટે કન્હૈયા લાલ વિરુદ્ધ 10 જૂને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ADG લો એન્ડ ઓર્ડર એચએસ ઘુમરિયાએ જણાવ્યું હતું કે, “10 જૂને પીડિત કન્હૈયા લાલ વિરુદ્ધ (પ્રોફેટ) મુહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીનો પ્રચાર કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી અને જામીન મળી ગયા હતા. 15 જૂને તેણે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ કરી, પોલીસે કાર્યવાહી કરી અને સંબંધિત પક્ષને બોલાવીને સમાધાન કરાવ્યું હતું.”

    વધુમાં તેમણે ઉમેર્યું કે, “15 જૂને, બંને પક્ષો (કન્હૈયા લાલ અને મુસ્લિમ સમુદાયના સંબંધિત લોકો) વચ્ચે તેને ધમકીનો મામલો ઉકેલાઈ ગયો હતો. તેઓ લેખિતમાં સમાધાન પર પહોંચ્યા કે ગેરસમજ દૂર થઈ ગઈ છે. હવે અમે સંબંધિત લોકોની તપાસ કરીશું કે મામલો કેમ વધ્યો.

    છ દિવસ સુધી, કન્હૈયા લાલે દુકાન ખોલી ન હતી કારણ કે તે જાણતો હતો કે તેના પર નજર રાખવામાં આવી રહી છે. છ દિવસ પછી તેણે તેની દરજીની દુકાન ખોલી, અને તે જ દિવસે, બે ઇસ્લામવાદીઓએ તેની હત્યા કરી. પોલીસ હવે એ લોકોની પૂછપરછ કરશે કે જેમણે સમાધાનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને આ ઘટના શા માટે બની હતી.

    ઉલ્લેખનીય છે કે, આ ઘટના કિશન ભરવાડની ઘાતકી હત્યા સાથે આશ્ચર્યજનક સમાનતા ધરાવે છે .

    કિશન ભરવાડની હત્યા

    25 જાન્યુઆરી, 2022 ના રોજ ધંધુકા (અમદાવાદ) ના યુવક કિશન ભરવાડની પ્રોફેટ મુહમ્મદ વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ બાઇક પર આવેલા બે હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, જો કોઈ પયગંબર મુહમ્મદની વિષે કશું પણ કરે તો ઇસ્લામવાદીઓ માટે તે “સર તન સે જુદા” કરવા સુધીની ઘટના બની જાય છે.

    ઇસ્લામવાદીઓ મોટા ટોળાના રૂપમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ પર કિશન વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ કર્યું. જ્યારે કિશન પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે ટોળાએ તેને માર માર્યો હતો. તેના પિતાએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ તેને મારવા માટે ટોળામાં જોડાયા હતા. અને કિશનને માફી પણ માંગવામાં આવી હતી.

    કન્હૈયા લાલના કેસની જેમ જ કિશનની માફી પછી પણ મામલો શાંત થયો ન હતો. બાદમાં ઇસ્લામિક લોકોના દબાણ હેઠળ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. એ જ દિવસે કિશનની પત્નીએ દીકરીને જન્મ આપ્યો. હિંદુ યુવક કિશન જેને બાળકીનો પિતા બનવાનો ગર્વ હતો, તેણે પોતાની બાળકીને જોવાનો મોકો પણ નહોતો મળ્યો.

    એક દિવસ પછી, તેના પિતાએ તેના માટે જામીનની વ્યવસ્થા કરી, અને કિશનને તેના કાકા સાથે થોડા દિવસો માટે રહેવા મોકલવામાં આવ્યો. પોતાના નાનકડી બાળકીને નહી જોવાની નિરાશામાં કિશન તેના કાકાના ઘરેથી તેના પિતરાઈ ભાઈ સાથે બાઇક પર બીજા કાકાના ઘરે ગયો. સાંજે 4 વાગ્યે, તે પાછો આવ્યો અને સાંજે 5:30 વાગ્યે, ઇસ્લામવાદીઓએ તેની હત્યા કરી.

    તપાસમાં એક મૌલવીની આગેવાની હેઠળ કથિત રૂપે નિંદા કરે છે તેની હત્યા કરવા માટેના કાવતરાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી, અને હાલ આખો મામલો ન્યાયાધીન છે.

    કિશન અને કન્હૈયાલાલની હત્યા વચ્ચે સમાનતા

    કિશન અને કન્હૈયા લાલ બંને કેસમાં મૃતકે સોશિયલ મીડિયા પોસ્ટ માટે માફી માંગી હતી. બંનેને જેલમાં ધકેલી દેવાયા અને બાદમાં જામીન મળી ગયા. કિશન અને કન્હૈયા લાલ બંનેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. માફી માંગ્યા પછી પણ તેમનું જીવન ક્યારેય સામાન્ય બન્યું નહીં. દિવસો સુધી તેઓએ મૃત્યુથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે, માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ માટે તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી, કારણ કે કેટલાક લોકો તેને ‘નિંદા’ માનતા હતા.

    આવા દરેક કિસ્સામાં, પછી ભલે તે ભારતમાં અથવા અન્ય જગ્યાએ બન્યું હોય, એકવાર ઇસ્લામવાદીઓ દ્વારા કથિત નિંદા માટે કોઈને પણ નિશાન બનાવવામાં આવે, તો તેનું જીવન ક્યારેય ‘સામાન્ય’ બની શકતું નથી. તે કાં તો જીવનભર કોઈના ખભાના સહારે અથવા મૃત્યુ સાથે સમાપ્ત થાય છે. સ્વર્ગસ્થ કમલેશ તિવારીનો કેસ જુઓ, કથિત નિંદાના વર્ષો પછી ઇસ્લામવાદીઓ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી, જેના માટે તેણે નોંધપાત્ર સમય જેલમાં પણ વિતાવ્યો હતો.

    ફ્રાન્સમાં, ચાર્લી હેબ્દો દ્વારા કરવામાં આવેલી કથિત નિંદા મોતનું કારણ બની. ચાર્લી હેબ્દોની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો, અને ઘણા લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે, આ કેસના સંબંધમાં, એક શાળાના શિક્ષકને ચાર્લી હેબ્દો મેગેઝિન દ્વારા બનાવવામાં આવેલ ‘કાર્ટૂન’ બતાવવા બદલ એક ઇસ્લામવાદી દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેણે તેના વર્ગખંડમાં વિવાદ સર્જ્યો હતો.

    પાકિસ્તાનમાં, મદરસા શિક્ષકો તેમની એક સહ્યોગીને મારી નાખે છે ‘કારણ કે પ્રોફેટએ તેમને સ્વપ્નમાં કહ્યું હતું કે તેણી નિંદા કરી રહી છે અને તેણીની હત્યાનો આદેશ આપ્યો છે’. આ એવી ઘટના નથી જે દાયકાઓ પહેલા બની હોય, પરંતુ આ વર્ષના માર્ચ મહિનામાં બનેલી તાજેતરની ઘટના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં