Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકનૈયાલાલ હત્યા: હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી દીધી હતી, રાજસ્થાન...

    કનૈયાલાલ હત્યા: હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી દીધી હતી, રાજસ્થાન પોલીસ ઊંઘતી રહી અને હવે ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે

    આ ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રીએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જગ્યાએ ઠીકરું કેન્દ્ર સરકાર પર ફોડી મૂક્યું હતું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ મામલે સંબોધન કરવું જોઈએ. પરંતુ કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે.

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ ગઈકાલે (28 જૂન 2022) એક હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલની હત્યા કરી નાંખવામાં આવી હતી. કન્હૈયાલાલની હત્યા કરનારા ઇસ્લામી હત્યારાએ 17 જૂનના રોજ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

    વિડીયોમાં તે કહે છે કે, “હું મોહમ્મદ રિયાઝ અંસારી. રાજસ્થાનના ઉદયપુર, ખાંજીપીરથી. આ વિડીયો હું જુમ્માના દિવસે બનાવી રહ્યો છું. માશાલ્લાહ અને 17 તારીખ છે. હું આ વિડીયો એ દિવસે વાયરલ કરીશ જે દિવસે અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરનારનું સર કલમ કરી નાંખીશ. તમને એક મેસેજ આપું છું, રિયાઝે સર કલમ કરવાની શરૂઆત તો કરી દીધી છે. બાકીના જે બચ્યા છે તેમના સર કલમ તમારે કરવાના છે. આ વાતનું ધ્યાન રાખજો.”

    આગળ તે કહે છે, “એ ચિંતા ન કરતા મારા ભાઈ કે તમારા પરિવારનું શું થશે, કારોબારનું શું થશે. મારો પણ પરિવાર છે. હું પણ નોકરી કરું છું, પરંતુ મને તેની કોઈ ચિંતા નથી. કારણ કે હું પોતાના રસૂલ-એ-પાક માટે જીવી રહ્યો છું. રસૂલ અલ્લાહ પર બધું જ કુરબાન.”

    - Advertisement -

    હત્યારો કોમના લોકોને કહે છે કે, “ગભરાશો નહીં અને જેટલા લોકોના સર બચ્યા છે એ તમામને કાપી નાંખજો. મોત આવશે તો જન્નત મળશે અને જેલમાં પણ ગયા તોપણ કોઈ વાંધો નહીં. હું એ દાદાઓને પણ કહું છું, જેઓ ઉદયપુર સીટ લઈને બેઠા છે. તેમના માટે એક ભેટ છે, જે મારા ઘરેથી લઇ જજો.” જે બાદ તે લીલા રંગનની બંગડીઓ ઉઠાવે છે અને કહે છે, “આ લીલા રંગની બંગડીઓ છે જે ઉદયપુરના દાદાઓ માટે રાખી છે, જેઓ પોતાના લોકોને જ મારવા અને તેમની સંપત્તિ કબજે કરવા માંડ્યા છે. તમારી એટલી તાકાત પણ નથી કે તમે બિન-મુસ્લિમો સામે અવાજ ઉઠાવી શકો. અલ્લાહ બધાને સર કલમ કરવાની હિંમત નથી આપતો. તમારા માટે એટલું જ કે તમે બંગડીઓ પહેરી લો.”

    તે આગળ કહે છે કે, “તમે આટલી હત્યાઓ કરી દો છો તો શું એક હત્યા રસૂલના નામે નહીં કરી શકો? લાનત છે તમારી ઉપર. અને જેઓ પણ મારો વિડીયો જોઈ રહ્યા છે, સરકારનું ફરમાન છે, ગુસ્તાખ એ નબી કી એક હી સજા, સર તન સે જુદા. મોહમ્મદ રિયાઝ અંસારીને દુઆઓમાં યાદ રાખજો.”

    હિંદુ દરજી કન્હૈયાલાલની ઉદયપુરમાં ભૂતમહલ પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યે બે શખ્સ આવ્યા હતા અને માપ આપવાના બહાને દુકાનમાં ઘૂસ્યા હતા. એક વિડીયોમાં કન્હૈયાલાલ એ વ્યક્તિનું માપ લેતા દેખાય છે અને બીજો તેનો વિડીયો બનાવી રહ્યો છે. કન્હૈયાલાલ કંઈ પણ સમજી શકે તે પહેલાં જ બંને ઇસ્લામી હત્યારાઓએ તેમની ઉપર હુમલો કરીને હત્યા કરી નાંખી હતી.

    બીજી તરફ, આ ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રીએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જગ્યાએ ઠીકરું કેન્દ્ર સરકાર પર ફોડી મૂક્યું હતું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ મામલે સંબોધન કરવું જોઈએ. પરંતુ કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. 10 દિવસ પહેલાં મળેલી ધમકી મળી હોવા છતાં રાજસ્થાન પોલીસ આંખ બંધ કરીને બેસી રહી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં