Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ ઉદયપુરમાં હિંદુ વ્યક્તિની હત્યા: વિડીયો જારી...

    નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ ઉદયપુરમાં હિંદુ વ્યક્તિની હત્યા: વિડીયો જારી કરીને હત્યારાઓએ પીએમ મોદીને પણ આપી ધમકી

    અગાઉ પણ કથિત અપમાન બદલ ગુજરાતમાં કિશન ભરવાડની હત્યા કરાઈ હતી આવી અસંખ્ય હત્યાઓ કરાઈ છે.

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં કટ્ટરવાદી હુમલાખોરે નુપુર શર્માના સમર્થન કરવા બદલ હત્યા કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નૂપુર શર્માને ટેકો આપનાર વ્યક્તિની તેમની દુકાનમાં ઘૂસીને હત્યા કરવામાં આવી છે. હત્યારાઓએ નિર્દયતાથી કનૈયાલાલનું ગળું કાપ્યું હતું અને વિડીયો પણ બનાવ્યો હતો. હત્યા બાદ હત્યારાઓ ફરાર થઇ ગયા હતા.

    તીક્ષ્ણ હથિયાર વડે કનૈયાલાલનું ગળું કાપી નાખ્યું

    હત્યાની આ ભયાનક ઘટના ઉદયપુરમાં આવેલ માલદાસ સ્ટ્રીટ વિસ્તારમાં બની હતી. દરજી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને કનૈયાલાલનું ગળું કાપ્યું અને હત્યા કરી નાંખવામાં આવી હતી. મૃતકે થોડા દિવસો પહેલા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ કરી હતી. જોકે પોસ્ટ કર્યા બાદ તેણે સતત ધમકીઓ મળી રહી હતી, જે બાદ મૃતકે થોડા દિવસો માટે પોતાની દુકાન બંધ રાખી હતી. તાજેતરમાં તેમણે પોતાની દુકાન ખોલતા ગ્રાહકના સ્વાંગમાં આવેલા મુસ્લિમ હત્યારાઓએ મોકો મળતા વેપારીના ગાળામાં ધારદાર હથિયારના ઉપરા ઉપરી ઘા જીકીને ઘાતકી હત્યા કરી હતી.

    - Advertisement -

    હત્યાનો વિડીયો વાયરલ

    ઉદયપુરનો આ હત્યાકાંડ સંપૂર્ણ રીતે પૂર્વ આયોજિત હોવાનું જણાઈ આવે છે, કારણકે હત્યાની ઘટના કેમેરામાં કેદ કરવામાં આવી હતી, વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ મૃતકને પોતાનું માપ આપી રહ્યો છે, અને અચાનકજ મૃતકના ગાળામાં ધારદાર હથીયારથી ઘા મારે છે, આ વિડીયો હાલ સોસિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

    હત્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધમકી

    આ હત્યાના વિડીયો વાયરલ થયા બાદ અન્ય એક વિડીયો પણ સોસિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં હત્યારા કટ્ટરપંથી મુસ્લિમ યુવકો હાથમાં ઘાતકી હથિયાર રેલાવતા કટ્ટરવાદી બફાટ કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં બંને હત્યારાઓ ઉદયપુર હત્યાકાંડનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી મોદીનું સર કલમ કરવાની વાત કરતા જોવા મળી રહ્યા છે.

    વીડિયોમાં, હત્યારાઓ તલવાર પર લોહી અને ચહેરા પર ક્રૂર હાસ્ય સાથે કહે છે, “હું મોહમ્મદ રિયાઝ અન્સારી અને આ અમારા ગૌસ મોહમ્મદ ભાઈ છે, જેમણે ઉદયપુર વાળાનું માથું કાપી નાખ્યું છે.” મઝહબી નારો લગાવીને “અમે તમારા માટે જીવીશું અને તમારા માટે મરીશું.” હુમલાખોરે પીએમ મોદીની ગરદન કાપવાની અને નુપુર શર્માને ધમકાવીને કહ્યું, “સુન યે નરેન્દ્ર મોદી, આગ તે લગાડી, બુઝાવીશું અમે, ઇન્સાલ્લાહ, હું અલ્લાને દુવા કરું છું કે આ છરી ચોક્કસપણે તારી ગરદન સુધી પહોંચે.” અને તે કૂ#$@# સુધી પણ પહોંચે. ઉદયપુરની જનતાએ પયગમ્બરના નારા લગાવવા જોઈએ, ગુસ્તાખે નબીકી એક સજા, સર તન સે જુદા.”

    હત્યા સામે વિરોધ

    નોંધપાત્ર વાત એ છે કે હત્યાની માહિતી મળતાં જ વેપારીઓએ વિરોધમાં બજાર બંધ કરી દીધું હતું. આ બર્બર ઘટના સામે સ્થાનિક લોકોએ પ્રદર્શન પણ કર્યું હતું. આ સમયે ભરેલા અગ્નિ જેવા તણાવને જોતા ભારે પોલીસ દળ સ્થળ પર હાજર છે.

    ઉદયપુરની ઘટનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક

    ઉદયપુર ઘટનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. મુખ્ય સચિવ ઉષા શર્માના સ્તરે બેઠક યોજાઈ રહી છે. અધિક મુખ્ય સચિવ ગૃહ, ડીજીપી, ડીજી ઈન્ટેલિજન્સ અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક સાથે જોડાયેલા છે. આ ઘટના અંગેની સૂચના બેઠક બાદ જારી કરવામાં આવશે. બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

    હત્યારાઓની ધરપકડ

    અહેવાલ મુજબ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અહેવાલ અનુસાર રાજ્યવર્ધનસિંહ રાઠોડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે રાજસમંદના ભીમ વિસ્તારમાં નાકાબંધી દરમિયાન આરોપીઓને ઝડપી લેવામાં આચ્યા છે, આ ઉપરાંત આખા રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. તથા અનેક વિસ્તારોમાં ધારા 144 લાગું કરીને સ્થિતિ કાબુમાં લેવાની કોશિશ રાજસ્થાન સરકાર અને પ્રશાશન કરી રહી છે .

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં