Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકિશન ભરવાડ હત્યા કેસ : આરોપી મૌલાના કમરગની ઉસ્માનીની જામીન અરજી કોર્ટે...

    કિશન ભરવાડ હત્યા કેસ : આરોપી મૌલાના કમરગની ઉસ્માનીની જામીન અરજી કોર્ટે ફગાવી

    સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આ કેસમાં આરોપીની ખાસ ભૂમિકા છે અને તે એક સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો છે, તેમજ અન્ય આરોપીઓ સાથે મળીને ગુનો પણ આચર્યો છે. તેમજ કેસની તપાસ પૂર્ણ થઇ ન હોવાના કારણે તેના જામીન રદ કરી દેવામાં આવે. 

    - Advertisement -

    આ વર્ષની શરૂઆતમાં અમદાવાદના ધંધુકા ખાતે એક હિંદુ યુવાન કિશન ભરવાડની એક ફેસબુક પોસ્ટના કારણે કટ્ટરપંથી મુસ્લિમોએ હત્યા કરી નાંખી હતી. જે બાદ હત્યારાઓ તેમજ તેમને ઉશ્કેરનાર મૌલાનાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ છે. ત્યારે આ કિશન ભરવાડ હત્યા કેસ મામલે પકડાયેલા આરોપી મૌલવી ઉમર ગની ઉસ્માનીની ડિફોલ્ટ જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. 

    મૌલાના કમર ગની ઉસ્માનીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ગુજસીટોકની ખાસ અદાલત સમક્ષ ડિફોલ્ટ જામીનની માંગ કરી હતી. જોકે, કોર્ટે આ અરજી નકારી દીધી હતી. 

    અરજદાર આરોપી મૌલાનાના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપી છેલ્લા 101 દિવસથી જેલમાં છે અને કેસમાં ચાર્જશીટ તેના નિર્ધારિત સમયમાં ફાઈલ કરવામાં આવી નથી. તેમજ તે ઉત્તર પ્રદેશમાં રહે છે, અને ક્યાંય ભાગી જાય તેવી સંભાવના નથી. તેમજ જણાવવામાં આવ્યું હતું કે તે કેસમાં તમામ પ્રકારનો સહયોગ આપવા માટે તૈયાર છે. 

    - Advertisement -

    બીજી તરફ, સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આ કેસમાં આરોપીની ખાસ ભૂમિકા છે અને તે એક સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો છે, તેમજ અન્ય આરોપીઓ સાથે મળીને ગુનો પણ આચર્યો છે. તેમજ કેસની તપાસ પૂર્ણ થઇ ન હોવાના કારણે તેના જામીન રદ કરી દેવામાં આવે. 

    આ ઉપરાંત, સરકાર પક્ષે કોર્ટને જણાવવામાં આવ્યું કે આરોપી તહેરિક-એ-ફરોખ ઇસ્લામ નામનું  સંગઠન ચલાવે છે, જે ઇસ્લામ વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ પર હુમલો કરવા માટે કુખ્યાત છે. જેથી તેની અરજી રદ કરવામાં આવે. કોર્ટ સમક્ષ એમ પણ કહેવામાં આવ્યું હતું કે આરોપી કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે, તેને જોતા તેના જામીન રદ કરવામાં આવે.

    બંને પક્ષે રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે મૌલાના કમરગની ઉસ્માનીની જામીન અરજી ફગાવી દીધી હતી. 

    જાન્યુઆરીમાં થઇ હતી કિશનની હત્યા

    ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદના ધંધુકાના યુવાન કિશન ભરવાડની એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે બે કટ્ટરપંથી મુસ્લિમ યુવાનો દ્વારા સરાજાહેર હત્યા કરી નાંખવામાં આવી હતી. જે બંનેની ધરપકડ બાદ તેમને હથિયાર પૂરાં પાડનારો મૌલવી પણ અમદાવાદથી પકડાયો હતો. 

    રિપોર્ટ્સ અનુસાર, કિશને સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ અપલોડ કરી હતી અને જે બાદથી જ તેઓ કટ્ટરપંથી ઇસ્લામવાદીઓના નિશાના ઉપર હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી અને જે બાદ મામલાનું સમાધાન પણ થઇ ગયું હતું. પરંતુ ત્યારબાદ ધોળા દહાડે કિશનની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. 

    કિશન ભરવાડ હત્યા કેસ મામલે મૌલાના કમરગની ઉસ્માનીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની ઉપર કિશનની હત્યા માટે આરોપીઓને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. ગુજરાત એટીએસે તેને પકડી લીધો હતો. જે બાદથી તે જેલમાં બંધ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં