Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકન્હૈયાલાલનું ગળું કાપીને આખા પરિવારને નોધારો કરનાર રિયાઝ પરિવારને મળવા માંગે છે,...

    કન્હૈયાલાલનું ગળું કાપીને આખા પરિવારને નોધારો કરનાર રિયાઝ પરિવારને મળવા માંગે છે, રડતા રડતા કહ્યું: મને એક વાર મારી પત્નીને મળવા દો

    રાજસ્થાનના ટેલર કન્હૈયાલાલનો હત્યારો હાલમાં તેના પરિવારને મળવા માટે ઉત્સુક છે અને પત્ની મળવા ન આવતાં તે રડે પણ છે તેવા સમાચાર આવી રહ્યાં છે.

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં 28 જૂન 2022ના રોજ ટેલર કન્હૈયાલાલનું ગળું કાપનાર રીયાઝની પોતાના પરિવારને મળવા રોકકળ કરી રહ્યો છે. તેનો સાથીદાર ગૌસ મોહમ્મદ પણ હવે તેમના પરિવારને મળવા માટે વલખાં મારી રહ્યો છે. રિયાઝ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના અધિકારીઓને વારંવાર પૂછી રહ્યો છે કે શું તેના પરિવારમાંથી કોઈ તેને મળવા નથી આવ્યું? રિયાઝે રડતા રડતા કહ્યું કે તે તેની પત્નીને એકવાર મળવા માંગે છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર 16 સપ્ટેમ્બર 2022ના રોજ પહેલીવાર NIAની ટીમ બંનેને લેવા ઉદયપુર પહોંચી હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોડી રાત્રે તેને ભૂપાલપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં અધિકારીઓએ રિયાઝ અને ગૌસને વોટ્સએપ સહિત પાકિસ્તાન કનેક્શન અને પીએફઆઈ સંગઠન સંબંધિત ઘણા પ્રશ્નો પૂછ્યા.

    96 કલાકની પૂછપરછ પછી 20 સપ્ટેમ્બર 2022 ના રોજ, NIA ટીમે હત્યારાઓને જયપુરથી અજમેરની ઉચ્ચ સુરક્ષા જેલમાં ખસેડ્યા હતા. અહીં બંનેને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.

    - Advertisement -

    આ દરમિયાન રિયાઝે એનઆઈએ અધિકારીઓ સામે રોકકળ કરી મૂકી અને તેને તેની પત્ની સાથે એકવાર ફરી મળવાની કરગરવા લાગ્યો હતો. તેણે કહ્યું કે અત્યાર સુધી પરિવારનો કોઈ સભ્ય તેને જેલમાં મળવા કેમ નથી આવ્યો? શું તેને તેના નજીકના સંબંધીઓને એક વાર પણ મળવાનો અધિકાર નથી?

    નોંધનીય છે કે કન્હૈયાલાલ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા 9 આરોપીઓમાંથી માત્ર ગૌસ મોહમ્મદના પરિવારના સભ્યો જ તેમને મળવા આવ્યા હતા, બાકીના પરિવારના સભ્યો તેમને મળ્યા ન હતા.

    ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા

    ઉલ્લેખનીય છે કે ઉદયપુરના કન્હૈયાલાલે આ વર્ષે 15 જૂને પોલીસને ફરિયાદ આપી હતી અને સુરક્ષાની માંગ કરી હતી. તેણે કહ્યું હતું કે તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ પછી 28 જૂન 2022ના રોજ મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ કપડા સીવડાવવાના બહાને કન્હૈયાલાલની દુકાનમાં ઘુસી ગયા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી.

    આ દરમિયાન એક આરોપી તેનો વીડિયો બનાવી રહ્યો હતો, જ્યારે બીજો તેનું માપ આપવાનું નાટક કરી રહ્યો હતો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે જ્યારે કન્હૈયા માપ લેવામાં વ્યસ્ત હતો ત્યારે બંનેએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. કન્હૈયા ચીસો પાડતો રહ્યો, પરંતુ આરોપીઓએ પકડીને તેનું માથું કાપી નાખ્યું. લોહીથી લથબથ કન્હૈયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દુકાનમાં હાજર બે કર્મચારીઓએ કન્હૈયાલાલને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બંને પર પણ હુમલો થયો હતો. આ દરમિયાન એક કર્મચારી ઈશ્વર સિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં